કુમાર સ્વામીનું દર્દ છલકાયુ, હું રોજિંદી કેટલી પીડાથી પસાર થઇ રહ્યો છું, તે વર્ણવવું અશક્ય
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન વચ્ચેની ખાઇ વધી ચુકી છે, સરકાર ચલાવવામાં પડી રહેલ અડચણો મુદ્દે કુમાર સ્વામીનું દર્દ અવારનવાર સામે આવતું રહ્યું છે
બેંગ્લુરૂ : શું કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન વચ્ચે ખાઇ વધી ગઇ છે. સરકાર ચલાવવામાં પેદા થઇ રહેલી સમસ્યાઓ મુદ્દે એચડી કુમાર સ્વામીનું દર્દ છલકાઇ ચુક્યું છે. તેમનું કહેવું છે કે જે પીડાથી તેઓ રોજિંદી રીતે પસાર થઇ રહ્યા છે, તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. કુમાર સ્વામીએ કહ્યું કે, મે વચન આપ્યું છે કે હું જનતાની અપેક્ષાઓને પુર્ણ કરીશ. હું રોજિંદી કેટલી પીડામાંથી પસાર થઇ રહ્યો છું, તેને વર્ણવી શકુ તેમ નથી. હું તમને જણાવવા માંગુ છું પરંતુ કહી શકુ તેમ નથી. મને રાજ્યનાં લોકોની સમસ્યાઓનું સમાધાન કરવાની જરૂર છે. કોઇ અચચણ, રૂકાવ વગર સરકાર ચાલે તેની જવાબદારી મારી છે.
International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ
મુખ્યમંત્રી એચ.ડી કુમાર સ્વામીએ મંગળવારે ભાજપ પર તેમની પાર્ટીનાં એક ધારાસભ્યને લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. રામનગરમાં એક ગામમાં જનસભા સંબોધિત કરી રહેલા કુમાર સ્વામીએ કહ્યું કે, સરકાર તોડી પાડવા માટેના નિરંતર પ્રયાસો ચાલી રહ્યા છે કોણ તેની પાછળ છે. પોતાના દાવાના સમર્થનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યારે તેઓ રામનગરથી બિદાદી જઇ રહ્યા હતા તો સોમવારે 11 વાગ્યે આશરે તેમનાં એક ધારાસભ્યએ તેમની સાથે વાત કરી. મુખ્યમંત્રી આરોપ લગાવ્યો કે, વિધાયકે કહ્યું કે અડધા કલાક પહેલા ભાજપનાં એક નેતાએ તેમની સાથે વાત કરી. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે, ધારાસભ્યએ કહ્યું કે, અડધા કલાક પહેલા ભાજપનાં એક નેતાએ તેમનો ફોન કર્યો. નેતાએ કહ્યું કે, કાલે સાંજ સુધી સરકાર ભાંગી પડવાની છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં યોગ દિવસની તૈયારી, 7 દિવસની શિબિરનું આયોજન
અતુલ્ય ભારત: ટિફિન ધોવા મુદ્દે પાયલોટ અને ક્રુ બાખડ્યાં અને ફ્લાઇટ 2 કલાક મોડી પડી
સ્વામીએ આરોપ લગાવ્યો કે તે નેતાએ કહ્યં કે, કોંગ્રેસ અને જેડીએસનાં 9 ધારાસભ્યો પહેલા જ હસ્તાક્ષર કરી ચુક્યા છે નેતાએ કહ્યું કે, જો તેઓ (ધારાસભ્યો) સંમત થયા હોય તો તેમને તેમના કહેલા સ્થળ પર જ 10 કરોડ રૂપિયા પહોંચાડી દેવામાં આવશે.
બિહારમાં તાવનો કાળા કેર વચ્ચે ગાયબ છે તેજસ્વી, RJD નેતા કહે છે વર્લ્ડ કપ જોવા ગયા
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પહેલીવાર ચાલી રહ્યું છે. સરકાર તોડી પાડવા માટે તેમણે (ભાજપ) નાણા તૈયાર રાખ્યા છે. કુમાર સ્વામીએ ન તો તે ધારાસભ્યનું નામ, ન તો ભાજપે તે નેતાનું નામ જણાવ્યું જેમાં તેમણે સંપર્ક કર્યો હતો. ભાજપ પ્રવક્તા જી.મધુસુદને કહ્યું કે, મુખ્યમંત્રી બેબુનિયાદ આરોપ લગાવી રહ્યા છે.