પ્રથમ શાહી સ્થાનની સાથે પ્રયાગની ધરતી પર કુંભનો પ્રારંભ, સંતોએ લગાવી આસ્થાની ડુબકી
મકર સંક્રાતિથી પ્રયાગની ધરતી પર કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. પ્રયાગરાજમાં સવારથી ભક્તો સ્નાન માટેની રાહ જોઈ રહ્યાં છે. મકર સંક્રાતિ પર જ કુંભ મેળાના પ્રથમ શાહી સ્નાનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં સાધુ સંતો પહોંચી ગયા છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આસ્થાના સૌથી મોટા મેળા કુંભનો પ્રારંભ થઈ ગયો છે. મતર સંક્રાતિના અવસર પર હિન્દુ ધર્મના સાધુ-સંન્યાસી પ્રથમ શાહી સ્થાન માટે પહોંચી ગયા છે. 15 જાન્યુઆરી એટલે કે, મકર સંક્રાતિથી પ્રયાગની ધરતી પર ધર્મની વિશ્વવિદ્યાલયના પ્રારંભનો ઉદ્ઘોષ થઈ ગયો છે. તેવી માન્યતા છે કે સંગમમમાં એક ડુબકી લગાવવાથી તમામ પાપ ધોવાઈ જાય છે અને લોકોને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.
ભારે ઠંડી વચ્ચે શરૂ થયું શાહી સ્નાન
મકર સંક્રાતિના અવસરે શાહી સ્થાનની સાથે પ્રયાગરાજમાં કુંભનો શંખનાદ થઈ ગયો છે. ભારે ઠંડી વચ્ચે અલગ અલગ અખાડાના સાધુ ગંગામાં ડુબકી લગાવી રહ્યાં છે. દરેક તપસ્વીની ઈચ્છા હોય છે કે તે ધર્મના સૌથી મોટા મેળામાં સંગમ ઘાટ પર શાહી સ્થાનનો ભાગ બને. તેના માટે કુંભ જ તેના જીવનનું સૌથી મોટું તીર્થ છે. તેવામાં વર્ષો બાદ આ અવસર આવ્યો કે શિયાળાની ઠંડીને માત આપતા સંન્યાસિઓએ શાહી સ્નાન કર્યું છે. ધામધૂમથી શોભાયાત્રા કાઢતા નિરંજની અને આનંદ અખાડાના સાધુ સંતોએ સંગમ ઘાટે શાહી સ્થાન કર્યું હતું. કેન્દ્રીય પ્રધાન નિરંજન જ્યોતિને નિરંજની અખાડેના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે. તે પણ આ પાવન પર્વ પર કુંભ શંખનાદના સાક્ષી બન્યા છે.
મંગળવારે સાંજે 4 કલાક સુધી અખાડાનું શાહી સ્થાન ચાલું રહેશે. આ સાથે લાખો શ્રદ્ધાળુઓ પણ પતિત પાવની માં ગંગા અને યમુનામાં આસ્થાની ડુબકી લગાવી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે, પ્રથમ દિવસે સંગમ પર લાખો લોકો ડુબકી લગાવી શકે છે. આશરે 45 દિવસ સુધી ચાલનારા આ કુંભ મેળામાં અનુમાન છે કે 15 કરોડથી વધુ લોકો આવશે. દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો આવે તેવી આશા છે. 15 જાન્યુઆરીથી શરૂ થયેલો આ કુંભ 4 માર્ચ સુધી ચાલશે.
બીજુ શાહી સ્થાન 4 ફેબ્રુઆરી, ત્રીજુ સ્નાન 10 ફેબ્રુઆરીએ થશે. કુંભ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાની મોટી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં લોકો માટે લગ્જરી ટેન્ટની પણ વ્યવસ્થા છે. દંતકથાઓ અનુસાર પ્રથમ શાહી સ્થાન સ્વર્ગનો દરવાજો ખોલે છે, જેની શરૂઆત મંગળવારે સવારે 5.30 કલાકથી થઈ ગઈ છે. જે સાંજે 4.30 કલાક સુધી ચાલશે. શ્રદ્ધાળુઓ માટે ગંગા નદી કિનારે 3200 એકર વિસ્તારમાં નાનું શહેર બનાવવામાં આવ્યું છે.