નવી દિલ્હી: લદાખ સરહદ (LAC) પાસે અનેક વિસ્તારોમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. કહેવાય છે કે 2017ના ડોકલામ ઘર્ષણ બાદ આ સૌથી મોટા સૈન્ય ઘર્ષણનું સ્વરૂપ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારતીય સેના પેન્ગોન્ગ ત્સો અને ગલવાન ઘાટીમાં વધુ સતર્કતા વર્તી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિવાદિત વિસ્તારમાં ચીની સેનાએ પોતાના બે થી અઢી હજાર સૈનિકો તૈનાત કર્યા છે અને ધીરે ધીરે તે ત્યાં અસ્થાયી નિર્માણને મજબુત કરી રહી છે. એક ઉચ્ચ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે વિસ્તારમાં ભારતીય સેના ચીન કરતા વધુ સારી સ્થિતિમાં છે. 


ગલવાન ઘાટીમાં દબુક શ્યોક દૌલત બેગ ઓલ્ડી રસ્તા પાસે ભારતીય ચોકી કેએમ-120 ઉપરાંત અનેક મહત્વપૂર્ણ ઠેકાણાઓની આસપાર ચીની સૈનિકોની તૈનાતી ભારતીય સેના માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. 


સેનાની ઉત્તર કમાનના પૂર્વ કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ડી એસ હૂડ્ડાએ કહ્યું કે, 'આ ગંભીર મામલો છે. આ સામાન્ય રીતે કરાયેલો કબ્જો નથી.' લેફ્ટેનન્ટ જનરલ હૂડ્ડાએ ભારપૂર્વક કહ્યું કે 'ગલવાન વિસ્તાર પર બંને પક્ષોમાં કોઈ વિવાદ નથી. આથી ચીન દ્વારા અહીં અતિક્રમણ થવું એ ચિંતાની વાત છે.' 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube