નવી દિલ્હી: લદાખ (Ladakh) માં ભારત-ચીનના સૈનિકો વચ્ચે તણાવ ચાલુ છે. લદાખમાં બંને દેશોની સેના મોટી સંખ્યામાં તૈનાત છે. સરહદ સુધી રસ્તાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાથી ચીન ધૂંધવાયુ છે. આ જ મહિને કૈલાશ માનસરોવર માટે ચીન સરહદ સુધી રસ્તાનું ઉદ્ધાટન થયું છે. તણાવ વચ્ચે ભારત (India)  ચીન (China) સાથે જોડાયેલી લગભગ 3500 કિમી લાંબી સરહદના વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારોમાં પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પ્રોજેક્ટ્સને બંધ કરશે નહીં. ભારતે ચીન સરહદ સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં ઝડપ વધારી દીધી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સેનાની ત્રણેય પાંખોના વડા અને CDS સાથે બેઠક કરી છે. ભારતે ચીનને જેવા સાથે તેવા જેવો જવાબ આપવાનું નક્કી કરી લીધુ છે. લદાખમાં તણાવવાળા વિસ્તારમાં ભારત દ્રઢતાથી ચીનની ચાલને નાકામ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે આ સાથે જ સરકાર શાંતિપૂર્ણ અને ડિપ્લોમેટિક ઉકેલ લાવવા માટે પણ પ્રતિબદ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન સાથે બોર્ડર વિવાદને લઇને PMOમાં બેઠક, ત્રણ સેનાઓના પ્રમુખ હાજર; લદ્દાખ પર ચર્ચા


કહેવાય છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સેનાના ટોચના અધિકારીઓને કહ્યું છે કે અનેક સંવેદનશીલ વિસ્તારોમાં ચીનના સૈનિકોના આક્રમક વ્યવહાર છતાં લદાખ, સિક્કિમ, ઉત્તરાખંડ અને અરૂણાચલ પ્રદેશમાં વાસ્તિવક નિયંત્રણ રેખા પર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની કામગીરીની પુર્ન સમીક્ષા કરવાની જરૂરિયાત નથી. જો કે ચીન તેને રોકવા માટે સમજી વિચારીને પ્રયત્નો કરી રહ્યું છે. આથી તેણે પૂર્વ લદાખ જેવા વિસ્તારોમાં સ્થિતિ બગાડવાની કોશિશ કરી છે. 


રક્ષા મંત્રી રાજનાથ સિંહની ત્રણેય સેનાના પ્રમુખ સાથે બેઠક, ચીનના મુદ્દા પર વાતચીત


સૂત્રોએ જણાવ્યું કે બંને પક્ષ વચ્ચે લગભગ 20 દિવસ સુધી ચાલેલા ગતિરોધને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ ઉત્તર સિક્કિમ, ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, અને લદાખમાં સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં પોતાની હાજરી નોંધપાત્ર રીતે વધારી છે અને સંદેશ આપ્યો છે કે ભારત ચીનના કોઈ પણ આક્રમક સૈન્ય વલણથી અટકવાનુ નથી. 


ભારતની આ સફળતાથી ચીનને પેટમાં તેલ રેડાયું, આથી બોર્ડર પર વધારી રહ્યું છે તણાવ


ચીનની સાથે સરહદ વિવાદને લઈને પીએમઓમાં મહત્વની બેઠક
ચીન સાથે સરહદ વિવાદને લઈને મંગળવારે પીએમઓમાં મહત્વની બેઠક યોજાઈ. બેઠકમાં અજિત ડોભાલ, અને ત્રણેય સેનાના વડા હાજર રહ્યાં હતાં. પીએમઓની બેઠકમાં ચીન અને લદાખ પર ચર્ચા થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ LAC પર ચીનની સાથે તણાવ જરૂર છે પરંતુ હાલાત ગંભીર નથી. 


લદાખમાં ભારત-ચીન વચ્ચે વધી રહ્યો છે તણાવ, ડોકલામ બાદ થઈ શકે છે સૌથી મોટું સૈન્ય ઘર્ષણ


જુઓ LIVE TV


લદાખ તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube