સીતાપુરઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા (Lakhimpur Kheri Violence) બાદ રાજકીય બબાલ જારી છે અને સીતાપુરમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની (Priyanka Gandhi Arrested) શાંતિભંગની આશંકા બાદ ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને ધરપકડ બાદ સીતાપુરમાં અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કલમ હેઠળ પ્રિયંકા વિરુદ્ધ કેસ દાખલ
પ્રિયંકા ગાંધી વિરુદ્ધ આઈપીસીની કલમ 151, 107, 116 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી માટે પીએસી ગેસ્ટ હાઉસને અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. આ પહેલા પ્રિયંકાને લખીમપુર ખીરી જતા સમયે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જ્યાં તે હિંસામાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને મળવા જઈ રહ્યાં હતા. 


ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા અંગે રાજકીય બબાલ ચાલુ છે અને સીતાપુરમાં પોલીસ અટકાયતમાં રખાયેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક વીડિયો પણ શેર કર્યો છે. પ્રિયંકા ગાંધીએ લખીમપુર હિંસા અગાઉ ખેડૂતોને જીપથી કચડવાનો એક કથિત વીડિયો શેર કર્યો છે. ઝી ન્યૂઝ આ વાયરલ થયેલા વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી, જેને પ્રિયંકા ગાંધી ઉપરાંત અનેક લોકોએ શેર કર્યો છે. 


આ પણ વાંચોઃ પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 75 હજાર લાભાર્થીઓને ઘરની ચાવી સોંપી


વીડિયોમાં શું છે?
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક જીપ જોવા મળી રહી છે. જેનો સામેનો કાચ તૂટેલો છે. વીડિયોમાં દેખાવકારો કાળા ઝંડા લઈને જઈ રહ્યા છે અને જીપ આગળ વધી રહેલા ખેડૂતોને પાછળથી આવીને ટક્કર મારતી જોવા મળી રહી છે. જીપની પાછળ ઝડપથી એક કાર પણ નીકળતી જોવા મળી છે. અત્રે જણાવવાનું કે ઝી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 


આ પણ વાંચોઃ મોદી સરકારનો નિર્ણય, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાને ઝડપથી પહોંચાડો હોસ્પિટલ, અધધધ...ઈનામ મળશે


પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને પૂછ્યા સવાલ
પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું કે નરેન્દ્ર મોદીજી તમારી સરકારે કોઈ ઓર્ડર વગર અને એફઆઈઆર વગર મને છેલ્લા 28 કલાકથી અટકાયતમાં રાખી છે. અન્નદાતાને કચડી નાખનારો આ વ્યક્તિ હજુ સુધી ધરપકડ કેમ નથી કરાયો? પોતાની બીજી પોસ્ટમાં પ્રિયંકા ગાંધીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે મોદીજી નમસ્કાર મે સાંભળ્યું છે કે આજે તમે આઝાદીનો અમૃત ઉત્સવ મનાવવા માટે લખનૌ આવી રહ્યા છો. હું તમને પૂછવા માંગુ છું કે તમે આ વીડિયો જોયો છે? આ વીડિયો તમારી સરકારમાં મંત્રીના પુત્રની ગાડીની નીચે ખેડૂતોને કચડતા દેખાડે છે. આ વીડિયો જુઓ અને દેશને જણાવો કે આ મંત્રીને હજુ સુધી હટાવવામાં કેમ નથી આવ્યા અને આ છોકરાને પણ હજુ સુધી કેમ પકડ્યો નથી. મારા જેવા વિપક્ષના નેતાઓને તો તમે કોઈ પણ ઓર્ડર વગર કે એફઆઈઆર વગર અટકાયતમાં રાખ્યા છે. હું જાણવા માંગુ છું કે આ વ્યક્તિ આઝાદ કેમ છે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube