પટના : RJD ચીફ લાલુ પ્રસાદના દીકરા અને MLA તેજ પ્રતાપ યાદવ છેલ્લા કેટલાક દિવસથી નિષ્ફળ લગ્નજીવનને કારણે ચર્ચામાં છે. હાલમાં તેણે નિવેદન આપ્યું છે કે તે હરદ્વાર છે અને જ્યાં સુધી તેનો પરિવાર તેના ડિવોર્સના નિર્ણયને ટેકો નહીં આપે તે ઘરે પરત નહીં ફરે. તેજ પ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન છ મહિના પહેલાં થયા હતા અને હવે તેજ પ્રતાપે આ લગ્નના અંતનો નિર્ણય લઈ લીધો છે. પોતાની વ્યથા વ્યક્ત કરતા તેજ પ્રતાપે કહ્યું છે કે ''મારા અને ઐશ્વર્યા વચ્ચે ઉકેલી ન શકાય એવા મતભેદ છે. મેં લગ્ન પહેલાં પણ મારા માતા-પિતાને આ વાત કહી હતી પણ કોઇએ મારી વાત સાંભળી નહોતી. તેઓ આજે પણ મારી વાત નથી સાંભળી રહ્યા. આ સંજોગોમાં હું ઘરે પાછો કઈ રીતે આવું?''


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં તેજ પ્રતાપ મીડિયા સાથે વાતચીત કરતી વખતે નાના ભાઈ તેજસ્વી યાદવને બર્થ-ડેની શુભેચ્છા પાઠવી હતી. આ શુભેચ્છાની સાથેસાથે દિલ્હીમાં પરિવાર સાથે ન રહેવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. તેજ પ્રતાપને છેલ્લા બોદ્ધગયામાં જોવામાં આવ્યો હતો અને પછી તે દુનિયાની નજરથી દૂર છે. 


તેજ પ્રતાપના ડિવોર્સના નિર્ણયથી લાલુ પ્રસાદ યાદવ બહુ અપસેટ છે. તેજ પ્રતાપ અને ઐશ્વર્યા રાયના લગ્ન 12 મેના દિવસે થયા હતા. ઐશ્વર્યા RJD MLA ચંદ્રિકા રાયની દીકરી અને બિહારના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર દરોગા પ્રસાદ રાયની પૌત્રી છે. હાલમાં યાદવપરિવારમાં તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ વચ્ચેના મતભેદ ચરમસીમાએ પહોંચ્યા છે. ઘાસચારા કૌભાંડમાં ફસાયેલા લાલુ યાદવની તબિયત વણસેલી છે જેના પગલે આ વર્ષે પત્ની રાબડી દેવીએ છઠ્ઠ પૂજાનું વ્રત પણ નહોતું રાખ્યું.  


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...