Summer Travel Tips: ઉનાળામાં આ 6 જગ્યાએ ભૂલથી પણ પગ ન મૂકતા, નહીંતર પસ્તાશો!

Where Not To Plan Summer Trip: ભારત પોતાની વિવિધતા  માટે જાણિતું છે, પરંતુ ગરમીની સિઝનમાં ફરવા માટે દરેક જગ્યા સારી હોતી નથી. એવામાં જો તમે બાળકોને ગરમીની રજાઓમાં ક્યાંય ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ જગ્યાએ જવાનું બિલકુલ વિચારતા નહી. 

કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન

1/6
image

કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન વાધ માટે પ્રસિદ્ધ છે, પરંતુ ગરમીની સિઝનમાં જંગલ સફારી કરવો ખતરાથી ખાલી નથી. ગરમીમાં વાઘ અને અન્ય જંગલી જાનવર સામાન્ય રીતે આરામ કરે છે. જેથી તેમને જોવાની સંભાવના ઓછી થઇ જાય છે. સાથે જ ગરમી જંગલમાં ટ્રેકિંગને પણ મુશ્કેલ બનાવી દે છે. 

દાર્જિલિંગ

2/6
image

દાર્જિલિંગની સુંદર ખીણો પ્રવાસીઓને આકર્ષે છે, પરંતુ ઉનાળાના મહિનાઓમાં અહીં ગાઢ ધુમ્મસ જોવાનો આનંદ ઓછો કરી દે છે. ઉપરાંત, મે-જૂનમાં અહીં અચાનક વરસાદ પડી શકે છે, જે તમારી સફર બગાડી શકે છે.

ગોવા

3/6
image

ગોવા સમુદ્ર કિનારા માટે ફેમસ છે, પરંતુ એપ્રિલથી મે મહિનામાં અહીંનું વાતાવરણ સારું હોતું નથી. ભારે તડકા ઉપરાંત આ મહિનામાં સમુદ્રમાં જીવો સડવાની વાસ આવે છે. સાથે જ અહીં હ્યુમિડિટી હાલત ખરાબ કરી દે છે. 

કચ્છ

4/6
image

કચ્છનું રણ પોતાના સફેદ રણના લીધે ફેમસ છે. જોકે મોનસૂન બાદનો સમય અહીં ફરવા માટે સારો હોય છે. પરંતુ ગરમીના મહિનામાં તાપમાન ખૂબ વધી જાય છે અને ભારે તડકો રણની રેતને વધુ ગરમ કરી દે છે. 

આગરા

5/6
image

આગરાનો તાજમહેલ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ ગરમીમાં અહીં ફરવું મુશ્કેલ હોઇ શકે છે. ભીષણ ગરમીના કારણે સંગેમરમરનું તાપમાન ઝડપથી વધી જાય છે, જેથી દર્શન દરમિયના પરેશાની થાય છે. 

રાજસ્થાન

6/6
image

રાજસ્થાન પોતાની ભવ્યતા અને શાહી ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે, પરંતુ ગરમીના મહિનામાં અહીંનું તાપમાન 45°C થી પણ ઉપર જતું રહે છે. ભારે તડકો અને બફારા ભરેલી ગરમીનો આનંદ ઓછો કરી દે છે.