નવી દિલ્હી: ખેતી માટે જમીન ખરીદવી છે અને પૈસા નથી તો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એક શાનદાર સ્કિમનો ફાયદો ઉઠાવી શકો છો. આ સ્કિમ હેઠળ તમને જમીનની કિંમતના લગભગ 85 ટકા લોન મળી જશે. જેને તમે સરળ હપ્તામાં ચૂકવી શકશો. આ સ્કિમનો ફાયદો સૌથી વધુ એવા લોકો ઉઠાવી શકે છે જે પોતાની જમીન ન હોવાના કારણે મજૂરી  પર નિર્ભર છે. આ સ્કિમનું નામ છે sbi લેન્ડ પર્ચેઝ સ્કિમ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ કરી શકે અરજી?
- નાના અને સીમાંત ખેડૂતો કે જેમની પાસે પાંચ એકરથી ઓછી જમીન છે અને જ્યાં ખેતરોમાં પાણી પહોંચાડવાની સીધી વ્યવસ્થા હોતી નથી. એટલે કે એવી  ખેતીના માલિક કે જેઓ ફક્ત વરસાદ પર નિર્ભર છે. કાં તો પછી એવા ખેડૂતો કે જેમના ખેતરોમાં પાણીની વ્યવસ્થા છે પરંતુ તે માટે અઢી એકરથી ઓછી જમીન હોવી જોઈએ, ત્યારે જ તેઓ લોન માટે અરજી કરી શકે છે. 


- કોઈ પણ એવો ખેડૂત કે વ્યક્તિ, જેણે ઓછામાં ઓછા બે વર્ષ સુધી બેંકથી લીધેલી લોનની પૂરી રકમ ચૂકવી હોય. 


-  અન્ય બેંકોના સારા કરજદાર પણ આ માટે અરજી કરી શકે છે. શરત એ છે કે તેમના પર કોઈ બેંકની બાકી રકમ ન હોય. 


કઈ ચીજો માટે લોન મળશે?


- જમીન ખરીદવા માટે
- સિંચાઈ સુવિધા અને જમીન વિકાસ માટે (જમીનનો ખર્ચ 50 ટકાથી વધુ ન હોય)
- રજિસ્ટ્રેશન મૂલ્ય અને સ્ટેમ્પ મૂલ્ય


કેટલી લોન મળશે?
જે પણ જમીન તમે ખરીદશો તેનું બેંક પહેલા મૂલ્યાંકન કરશે અને ત્યારબાદ જમીનની કુલ  કિંમતના 85 ટકા લોન અપાશે. ખરીદાયેલી જમીનનો માલિકી હક જ્યાં સુધી લોનના પૈસા ચુકતે ન થઈ જાય ત્યાં સુધી બેંકનો રહેશે. લોન ચુકવવા માટે વધુમાં વધુ 9થી 10 વર્ષનો સમય મળશે. તમારો EMI એક વર્ષ બાદ શરૂ થશે એટલે કે તમને પહેલું એક વર્ષ ખેતીમાંથી પૈસા કમાવવાનો સમય મળશે. જો તમારે લોન જોઈએ તો એસબીઆઈની નજીકની શાખાનો સંપર્ક કરો કે પછી ગામડાઓમાં આવતા માર્કેટિંગ ઓફિસર સાથે વાત કરો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...