જમીન ખરીદવા આ વેબસાઈટ છે વરદાન ! એક મિનીટમાં જણાવી દેશે કોના નામ પર છે નોંધણી અને કેટલો છે વિસ્તાર
Land Purchse: જમીન ખરીદવી કેટલીકવાર ખોટનો સોદો સાબિત થાય છે, આ વેબસાઇટ આનું ધ્યાન રાખે છે, જે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપે છે.
Land Purchase Website: આજની તારીખમાં ઘણી વખત જમીન ખરીદવી એ ખોટનો સોદો બની જાય છે અને તેની પાછળનું કારણ એ છે કે લોભના કારણે લોકો ઘણી વખત છેતરાઈ જાય છે અને પૈસા કમાવવાનો આ લોભ નુકસાન પહોંચાડે છે. જમીન ખરીદતી વખતે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે જેમ કે જમીન કોની પાસે છે, જમીનનો વિસ્તાર કેટલો છે અને જમીનનું સ્થાન શું છે. જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખ્યા વિના જમીન લેવાનુ નક્કી કરી દો છો, તો તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના છે. વાસ્તવમાં જો જમીન ખરીદવામાં ઉતાવળ કરો તો ઘણી બધી માહિતી તમને ખોટી આપવામા આવી શકે છે, પરંતુ આવું ન થવું જોઈએ અને તમારા લાખો રૂપિયા ડૂબી ન જાય તેનું ધ્યાન રાખીને આજે અમે તમારા માટે આવી જ વેબસાઈટ લઈને આવ્યા છીએ. જે તમને જમીનને લગતી દરેક માહિતી આપશે. આંખના પલકારામાં દરેક વિગતો દેખાવા લાગશે. જો તમે પણ જમીન ખરીદવા જઈ રહ્યા છો તો આ વેબસાઈટનો જરુર ઉપયોગ કરો..
આ પણ વાંચો:
જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂરા થયા છે. તો જલદી થી કરો આ કામ
હવે શહેરમાં કાળા ડામરના નહીં, સફેદ રોડ જોવા મળશે, ખાસિયતો જાણી વિદેશની યાદ આવશે!
Somvati Amavasya ના દિવસે ગુપ્ત રીતે કરી લો આ કામ, ક્યારેય નહીં સતાવે રૂપિયાની તંગી
આ વેબસાઇટ શું છે?
જો તમે જમીન ખરીદવા જઈ રહ્યા છો અને જમીનને લગતી દરેક માહિતી જોઈતી હોય તો તમારે આ માટે વધારે કંઈ કરવાની જરૂર નથી, બસ તમારે ગૂગલ સર્ચ પર જઈને અહીં તમારા રાજ્યનું નામ ટાઈપ કરવું પડશે અને IGR પણ ટાઈપ કરવું પડશે. . સર્ચ કરતા જ સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન વિભાગની વેબસાઈટ ખુલશે. આ વેબસાઇટ ઘણા ઓપ્શન સાથે આવે છે જેમાં જમીન વિશે જાણવું પણ એક ઓપ્શન છે. અહીં, જો તમને જમીન સંબંધિત વિગતો જોઈતી હોય, તો તેના માટે તમને રજીસ્ટ્રેશન નંબર ભરવાનો વિકલ્પ મળે છે. રજીસ્ટ્રેશન નંબર નાખતાની સાથે જ તે જમીન વિશેની તમામ માહિતી તમારી સામે આવી જાય છે. આ માહિતીમાં કોઈ ભેળસેળ નથી કારણ કે તે સરકારી વેબસાઈટ છે.
તમને જણાવી દઈએ કે આ વેબસાઈટ પર જમીન સાથે જોડાયેલી ઘણી મહત્વની માહિતી આવે છે,કે જમીન કોના નામે છે, તે જમીન ક્યારે ખરીદી હતી, તે જમીનનું ક્ષેત્રફળ શું છે અને તે જમીન સાથે જોડાયેલી કેટલીક અન્ય માહિતી મળી શકે છે. જો તમે જમીન ખરીદી રહ્યા હોવ તો સૌથી પહેલા આ વેબસાઈટની મુલાકાત લો અને જમીન સંબંધિત દરેક માહિતી તપાસો અને પછી તે જમીન માટે સોદો ફાઈનલ કરો.
આ પણ વાંચો:
Blue Badge: હવે ફેસબુક બ્લૂ ટિક માટે આપવા પડશે રૂપિયા, ઝુકરબર્ગે કરી જાહેરાત
સાપ્તાહિક રાશિફળ: વૃષભ સહિત આ 5 રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાગ્યશાળી રહેશે
વાહનચાલકો ચેતી જજો! હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube