નવી દિલ્હી: હરિયાણાના કરનાલમાં ખેડૂત મહાપંચાયત પહેલા કૃષિ કાયદાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન થયું. સીએમ મનોહરલાલ ખટ્ટર અહીં ખેડૂતો સાથે સંવાદ કરવાના હતા. રવિવારે બપોરે દેખાવકારોએ રેલી માટે બનાવેલો મંચ તોડી નાખ્યો. ત્યારબાદ પોલીસે ખેડૂતોને રોક્યા તો બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ અને થોડીવારમાં જ તેણે ઘર્ષણનું સ્વરૂપ લઈ લીધુ. ઉગ્ર થયેલા ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને પાણીનો મારો પણ કરવામાં આવ્યો. હોબાળા બાદ સીએમ મનોહરલાલ ખટ્ટરનો કાર્યક્રમ રદ કરી દેવાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય નેતૃત્વએ આ રાજ્યના BJP નેતાઓને બરાબર લીધા આડે હાથ, ખુબ સંભળાવ્યું, જાણો શું છે મામલો


પોલીસે છોડવા પડ્યા ટીયરગેસના સેલ
મળતી માહિતી મુજબ હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર રવિવારે કરનાલના કેમલા ગામમાં ખેડૂત મહાપંચાયત રેલી કરવાના હતા. કોશિશ એવી હતી કે ખેડૂતો સાથે વાત કરીને સમસ્યાનો ઉકેલ લાવી શકાય અને તેમને કૃષિ કાયદા માટે રાજી કરી શકાય. જેને લઈને પ્રશાસન તરફથી સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. રવિવારે બપોરે અહીં ગઢી સુલ્તાન પાસે પોલીસે નાકુ બનાવી રાખ્યું હતું. જો કે તેનો વિરોધ કરનારા ખેડૂતો અહીં ભેગા થવાના શરૂ થઈ ગયા હતા. જેવા તેઓ આગળ વધ્યા કે પોલીસે તેમને રોક્યા અને ન માનતા તેમના પર ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો. 


સવારથી ભેગા થઈ રહ્યા હતાં દેખાવકારો
મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો કાર્યક્રમ પહેલેથી નક્કી હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું જાણવા મળ્યું છે કે મહાપંચાયતની જાણ થતા સવારથી જ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો કેમલા ગામની આજુબાજુ ભેગા થવાનું શરૂ થઈ ગયા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો હાઈવે પર કાળા ઝંડા લઈને ઊભા રહી ગયા. આ બાજુ કોંગ્રેસનો પણ ખેડૂતો અને કૃષિ કાયદા મુદ્દે સરકારનો વિરોધ ચાલુ છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube