કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ રાજસ્થાને પાસ કર્યું બિલ, ભાજપના ધારાસભ્યોનું વોકઆઉટ
ગેહલોત સરકારે શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ સત્ર કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને સમાપ્ત કરવા માટે બોલાવવામાં આવ્યું હતું. આ હેઠળ ગૃહના પટલ પર છ બિલ રાખવામાં આવ્યા હતા.
જયપુરઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલો વિરુદ્ધ રાજસ્થાન વિધાનસભાએ કૃષિ સંશોધન બિલ પાસ કરી દીધું છે. ગૃહમાં હંગામા વચ્ચે ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સંશોધન બિલ પાસ થયું હતું. આ દરમિયાન ભાજપના નેતા નારેબાજી કરી ગૃહમાંથી બહાર નિકળી ગયા હતા.
મહત્વનું છે કે ગેહલોત સરકારે શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ સત્ર કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને સમાપ્ત કરવા માટે બોલાવવામાં આવ્યું હતું. તે હેઠળ ગૃહમાં છ બિલ રાખવામાં આવ્યા હતા.
સંસદીય કાર્ય મંત્રી શાંતિ ધારીવાલે ગૃહના પટલ પર કેટલાક મુખ્ય બિલ રાખ્યા જે આ પ્રકારે છે- કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય સંવર્ધન અને સરળીકરણ રાજસ્થાન સુધારો બિલ 2020, ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ, ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ રાજસ્થાન સુધારણા બિલ 2020, વિશેષ જોગવાઈઓ અને આવશ્યક રાજસ્થાન સુધારણા બિલ 2020, સિવિલ પ્રોસિજર કોડ રાજસ્થાન સુધારણા બિલ 2020.
MP પેટાચૂંટણીઃ શિવરાજ સિંહ ચૌહાણની સરકાર જશે કે રહેશે? કાલે 28 સીટો પર મતદાન
તો સીએમ અશોક ગેહલોતે કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ બાદ નવું બિલ લાવવાની જાહેરાત કરી હતી. પંજાબમાં કેન્દ્ર સરકારના કૃષિ સાથે જોડાયેલા ત્રણ કાયદાને રદ્દ કરવાનો પ્રસ્તાવ પાસ થઈ ચુક્યો છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પોતાની પ્રદેશ સરકારનો કહ્યું હતું કે કૃષિ બિલને નકારવા માટે તે કાયદા પર વિચાર કરે. કોંગ્રેસ અધ્યક્ષે કોંગ્રેસ શાસિત રાજ્યોને બંધારણની કલમ 254 (2) હેટળ પોતાના રાજ્યોમાં કાયદો પસાર કરવાની સંભાવનાઓની માહિતી મેળવવા કહ્યું હતું, જે રાજ્ય વિધાનસભાઓને એક કેન્દ્રીય કાયદાને રદ્દ કરવા માટે એક કાયદો પસાર કરવાની મંજૂરી આપે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર હોય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube