MP પેટાચૂંટણીઃ શિવરાજ સિંહ ચૌહાણની સરકાર જશે કે રહેશે? કાલે 28 સીટો પર મતદાન


મધ્યપ્રદેશની 230 સભ્યો વાળી વિધાનસભાની 28 સીટો પર મંગળવાર એટલે કે 3 નવેમ્બરે સવારે 7 કલાકથી પેટાચૂંટણી માટે મતદાન થશે. પ્રદેશના ઈતિહાસમાં પ્રથમવાર એકસાથે આટલી સીટો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. 19 જિલ્લાના 9361 મતદાન કેન્દ્રો પર સાંજે 6 કલાક સુધી થનારા મતદાનમાં 63.67 લાખ મતદાતા 355 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. 

Trending Photos

MP પેટાચૂંટણીઃ શિવરાજ સિંહ ચૌહાણની સરકાર જશે કે રહેશે? કાલે 28 સીટો પર મતદાન

ભોપાલઃ મધ્યપ્રદેશની 230 સભ્યો વાળી વિધાનસભાની 28 સીટો પર મંગળવાર એટલે કે 3 નવેમ્બરે સવારે 7 કલાકથી પેટાચૂંટણી માટે મતદાન થશે. પ્રદેશના ઈતિહાસમાં પ્રથમવાર એકસાથે આટલી સીટો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. 19 જિલ્લાના 9361 મતદાન કેન્દ્રો પર સાંજે 6 કલાક સુધી થનારા મતદાનમાં 63.67 લાખ મતદાતા 355 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. રાજનીતિક વિશ્લેષકો પ્રમાણે આ 28 સીટોમાંથી 25 પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે જ્યારે 3 સીટો પર બસપાની હાજરીએ મુકાબલો ત્રિકોણીય બનાવી દીધો છે. 

પેટાચૂંટણીના પરિણામથી શિવરાજ સરકારને ખતરો?
મધ્યપ્રદેશ વિધાનસભાની કુલ 230 સીટોમાંથી બહુમત માટે કોઈપણ એક પાર્ટીને 116 સભ્યો જોઈએ. વર્તમાનમાં શિવરાજ સિંહ ચૌહાણ સરકાર એટલે કે ભાજપની પાસે 107 ધારાસભ્ય છે, જ્યારે કમલનાથની આગેવાની વાળી કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા માત્ર 87 છે. હાલમાં એક કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામા બાદ કુલ 29 સીટ ખાલી છે અને તેમાંથી 28 પર પેટાચૂંટણી થવાની છે. તેવામાં કોંગ્રેસે સત્તામાં વાપસી માટે 28માથી 25 પર જીત મેળવવી જરૂરી છે. આમ થવા પર શિવરાજ સરકાર જઈ શકે છે. પરંતુ પેટાચૂંટણી પ્રચાર દરમિયાન બંન્ને પક્ષોએ કરો યા મરો વાળી સ્થિતિમાં ખુબ જોર લગાવ્યું છે. રાજકીય નિષ્ણાંતો પ્રમાણે 28માંથી 25 પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. જો આ 25 સીટો પર કોંગ્રેસને જીત ન મળે તો શિવરાજ સરકારને ખતરો ઓછો છે. પરંતુ ત્યારે બસપા, સપા અને અપક્ષ ધારાસભ્યોની મદદથી પત્તાને પડકાર આપવાની સંભાવનાનો ઇનકાર ન કરી શકાય. 

10 નવેમ્બરે થશે નિર્ણય
અધિક મુખ્ય ચૂંટણી અધિકારી અરૂણ તોમર અનુસાર કોરોના મહામારીને કારણે 3 નવેમ્બરે સાંજે છ કલાકે મતદાન પ્રક્રિયામાં છેલ્લી એક કલાક કોવિડ-19ના દર્દીઓ અને શંકાસ્પદ સંક્રમિતો માટે નક્કી કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ 10 નવેમ્બરે મતગણતરી થશે. 28 સીટો પર થઈ રહેલી પેટાચૂંટણીનું પરિણામ પ્રદેશમાં કોઈપણ પક્ષની સરકાર બનાવવામાં ખુબ મહત્વનું સાબિત થશે. 

લખનઉ, મેંગલુરૂ એરપોર્ટ અદાણી ચલાવશે, રાહુલનો પીએમ પર કટાક્ષ- વિકાસ તો થઈ રહ્યો....  

12 મંત્રીઓની શાખ દાવ પર
પ્રદેશની આ 28 વિધાનસભા સીટોની પેટાચૂંટણીમાં કુલ 12 મંત્રીઓની શાખ દાવ પર લાગી છે. પરંતુ આ સીટો પર ઘણા દિગ્ગજોની સાથે કુલ 355 ઉમેદવાર મેદાનમાં છે. જેના ભાગ્યનો નિર્ણય 63.67 લાખ મતદાતા કરશે. 

33 હજાર સુરક્ષાકર્મી તૈનાત
પ્રદેશના 19 જિલ્લામાં પેટાચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને નિષ્પક્ષ મતદાન માટે 33 હજાર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પ્રદેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે 250 ફ્લાઈંગ ટુકડી, 173 સર્વેલન્સ ટીમો તથા 293 પોલીસ ચોકીને સેવામાં લગાવવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news