કેન્દ્ર સરકારની સામે ચંદ્રબાબૂ નાયડૂના ધરણા, સમર્થન કરવા પહોંચ્યા રાહુલ ગાંધી
ચંદ્રબાબૂ નાયડૂએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાજલી અર્પણ કરી હતી. ત્યારબાદ ચંદ્રબાબૂ નાયડૂ આંધ્ર પ્રદેશ ભવન પહોંચ્યા અને ત્યાં તેમણે ડો. બીઆર આંબેડકરની પ્રતિમા પર નમન કર્યું અને એક દિવસની તેમની ભૂખ હડતાલ શરૂ કરી છે.
નવી દિલ્હી: તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી) પ્રમુખ તેમજ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂ તેમના રાજ્યને વિશેષ દરરજો આપાવવા માટે રાજ્ય પુનઃગઠન અધિનિયમ, 2014 અંતર્ગત કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા વચનો પૂરા કરવાની માગને લઇને આજે દિલ્હીમાં એક દિવસનું ભૂખ હડતાલ કરી રહ્યાં છે. આજે સવારે તેઓએ ભૂખ હડતાલ શરૂ કરતા પહેલા ચંદ્રબાબૂ નાયડૂએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાજલી અર્પણ કરી હતી. ત્યારબાદ ચંદ્રબાબૂ નાયડૂ આંધ્ર પ્રદેશ ભવન પહોંચ્યા અને ત્યાં તેમણે ડો. બીઆર આંબેડકરની પ્રતિમા પર નમન કર્યું અને એક દિવસની તેમની ભૂખ હડતાલ શરૂ કરી છે.
વધુમાં વાંચો: ગ્રેટર નોઇડામાં PM મોદીએ કહ્યું, '2030 સુધીમાં ભારત દુનિયાની બીજી મોટી અર્થવ્યવસ્થા હશે'
ચંદ્રબાબૂ નાયડૂને સમર્થન આપનાર નેતાઓમાં સૌથી પહેલા જમ્મૂ કાશ્મીર રાષ્ટ્રિય પરિષદના નેતા ફારૂક અબ્દુલ્લા પહોંચ્યા. અબ્દુલ્લા બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ નાયડૂને સમર્થન આપવા પહોંચ્યા અને લોકોનું સંબોધન કરતા કહ્યું કે, હું આંધ્ર પ્રદેશની જનતા સાથે ઉભો છું, કેવા પ્રકારના પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી? પીએમએ આંધ્ર પ્રદેશના લોકોને આપેલા વચનો પૂર કર્યા નથી. મિસ્ટર મોદી જ્યાં પણ જાય છે લોકો સામે જુઠ્ઠુ બોલે છે. હવે તેમની પાસે કોઈ વિશ્વસનીયતા બાકી નથી.
વધુમાં વાંચો: જમ્મૂ-કાશ્મીર: ઉરીમાં ફરી એકવાર હુમલાની તૈયારીમાં હતા આતંકવાદી, સેનાએ નિષ્ફળ કર્યું ષડયંત્ર
નાયડૂ સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ભૂખ હડતાલ પર રહેશે. આંધ્ર ભવનમાં નાયડૂએ કહ્યું કે, ‘જો તમે અમારી માગણીઓ નહી સ્વીકારો તો અમે સારી રીતે જાણીએ છીએ કે અમારી માંગણીઓ કેવી રીતે પૂરી થશે. આ આંધ્રના લોકોના આત્મસન્માનનો સવાલ છે. જ્યારે પણ અમારા આત્મસન્માન પર હુમલો થયો છે અમે તીક્ષ્ણ જવાબ આપ્યો છે. હું આ સરકાર અને ખાસ કરીને પીએમ મોદીથી કહેવા માગુ છું કે તેઓ વ્યક્તિગત પ્રહાર કરવાના બંધ કરી દે.’
વધુમાં વાંચો: મહાસચિવ બન્યા બાદ પહેલી વખત યૂપીના પ્રવાસે પ્રિયંકા ગાંધી, લખનઉમાં કરશે રોડ શો
સામાન્ય ચૂંટણી પહેલા ટીડીપી પ્રમુખ ભાજપની સામે વિપક્ષને એકજૂટ કરવામાં લાગ્યા છે. ભાજપ વિરોધી ગઠબંધન માટે ગત ત્રણ મહિનામાં તેઓ ઘણીવાર બેઠક કરી ચુક્યા છે. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરરજો આપવાની માગને લઇને ટીડીપી માર્ચ 2018માં એનડીએ સરકારથી અલગ થઇ ગઇ હતી. પાર્ટીએ નરેન્દ્ર મોદી સરકાર પર પોલાવરમ સિંચાઇ યોજના, કડપ્પા સ્ટીલ પ્લાન્ટ અને બાંધકામ હેઠળ અતિ આધુનિક રાજ્યની રાજધાની અમરાવીત માટે નાણા નહીં આપવાનો આરોપ પણ લાગવ્યો છે. આંધ્ર પ્રદેશને 2જૂન 2014 માં બે ભાગમાં વહેચી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદ નવા રાજ્ય તેલંગણાની રાજધાની બની ગયું છે.
વધુમાં વાંચો: પીએમ મોદી આજે અક્ષયપાત્રના કાર્યક્રમમાં બાળકોને પીરસશે ભોજન, પોતે પણ જમશે
નાયડૂ મંગળવારે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક મેમોરેન્ડમ પણ સોંપશે. મુખ્યમંત્રી તેમના મંત્રીઓ, પાર્ટીના ધારાસભ્યો, એમએલસી અને સાંસદોની સાથે ધરણા કરી રહ્યાં છે. રાજ્ય કર્મચારી સંધ, સામાજિક સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનોના સભ્ય પણ આ ધરણામાં સામેલ થશે. આ પહેલા રવિવારે પીએમ મોદી આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં રેલી કર્યા બાદ સભા સંબધોન દરમિયાન ચંદ્રબાબૂ નાયડૂ પર પ્રહાર કર્યો હતો.