બેંગ્લુરૂ : કર્ણાટકમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજનીતિક ગતિરોધ અંગે શુક્રવારે સાંજે વિરામ લાગ્યો. બીએસ યેદિયુરપ્પાએ બેંગ્લુરૂમાં રાજભવનમાં પદ અને ગુપ્તતાના શપથગ્રહણ કર્યા. તેઓ ચોથીવખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા. આ અગાઉ કુમારસ્વામી સરકાર વિશ્વાસમત દરમિયાન સદનમાં પરાસ્ત થઇ હતી. ત્યાર બાદ ભાજપે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટક: કોંગ્રેસ-જેડીએસએ યેદિયુરપ્પાના શપથગ્રહણ સમારંભનો બહિષ્કાર કર્યો
શુક્રવારે સાંજે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ તેમને પદ અને ગુપ્તતાનાં શપથ ગ્રહણ કરાવ્યા. શપથગ્રહણ સમારોહમાં હાલ માત્ર યેદિયુરપ્પાએ માત્ર શપથ લીધા છે. બાકીના મંત્રી બાદમાં  પદ અને ગુપ્તતાનાં શપથ લેશે. તેના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્યો રોશન બેગ પણ પહોંચ્યા. જો કે અત્યાર સુધી રોશન બેગના સભ્યપદ મુદ્દે નિર્ણય થઇ શક્યો નથી. 


આઝમની પત્ની તંજીમ ફાતિમાનું મોટુ નિવેદન, માફી નહી માંગે આઝમ ખાન
મોદી સરકારે આ નિર્ણય પર લગાવી મહોર, 8 રાજ્યોનાં લોકોને થશે મોટો ફાયદો
શપથગ્રહણ સમારોહ બાદ બીએસ યેદિયુરપ્પાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ 29 જુલાઇ સવારે 10 વાગ્યે પોતાનો બહુમત સાબિત કરશે. આ સાથે જ તેઓ ફાઇનાન્સ બિલને પણ પાસ કરાવી દેશે. યેદિયુરપ્પાએ કહ્યું કે, તેઓ કેબિનેટ અંગે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સાથે વાતચીત કરશે. જો જરૂરી હશે તો તેઓ તેના માટે શનિવારે દિલ્હી આવી શકે છે. મે પોતાની કેબિનેટમાં બે મહત્વનાં નિર્ણયો લીધા છે. વડાપ્રધાન ખેડૂત સ્કીમમાં આપણે તમામ ખેડૂતોને મળનારા બે હજાર રૂપિયાનો હપ્તો મળી રહે તે સુનિશ્ચિત કરશે.


અડધા પાકિસ્તાનને 2 ટાઇમ ખાવાના પણ ફાંફા, 40 ટકા બાળકો કુપોષીત: સર્વે
બી.એસ યેદિયુરપ્પા આ અગાઉ પોતાનાં ઘરથી ભાજપ ઓફીસ પહોંચ્યા. અહીં નેતાઓ અને સાથીઓ સાથે મુલાકાત બાદ યેદિયુરપ્પાએ બેંગ્લુરૂમાં ખાડુ મલ્લેશ્વરા મંદિરમાં દર્શન કર્યા. આ દરમિયાન તેમની સાથે સાથે ધારાસભ્યો અને પાર્ટી નેતાઓ પણ હતા. આ અગાઉ કોંગ્રેસ અને જેડીએસ સરકારને વિશ્વાસમત દરમિયાન સદનમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ હવે ભાજપે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. ભાજપ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી છે. 


એક મહિનાથી ચાલતા રાજકીય કર'નાટક' પર પડદો, યેદિયુરપ્પા બન્યા નવા મુખ્યમંત્રી


ભારતમાં પહેલીવાર જોઇન્ટ વૉર ગેમ, જેસલમેરમાં 8 દેશો વચ્ચે થશે ટક્કર


પહેલીવાર 2007માં બન્યા હતા મુખ્યમંત્રી
બીએસ યેદિયુરપ્પા પહેલીવાર 12 નવેમ્બર 2007 ના રોજ મુખ્યમંત્રી બન્યા પરંતુ સાત દિવસમાં જ તેમની સરકાર પડી ભાંગી. બીજી વખત 30 મે, 2008ના રોજ તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા અને 31 જુલાઇ 2011 સુધી પદ પર રહ્યા. જો કે કાર્યકાળ પુર્ણ કરતા પહેલા જ તેમને રાજીનામું આપવું પડ્યું અને તેમના સ્થાને ડી.વી સદાનંદ ગૌડા સીએમ બની ગયા. 2018માં વિધાનસભા ચૂંટણીમા પરિણામ  આવ્યા બાદ હવે ભાજપ ફરી મોટી પાર્ટી બનીને ઉભરી તો યેદિયુરપ્પા ફરીથી મુખ્યમંત્રી બન્યા પરંતુ બે દિવસમાં જ રાજીનામું આપી દીધું. હવે જેડીએસ-કોંગ્રેસની સરકાર પડી ભાંગ્યા બાદ તેઓ ચોથી વખત મુખ્યમંત્રી બન્યા છે.