આઝમની પત્ની તંજીમ ફાતિમાનું મોટુ નિવેદન, માફી નહી માંગે ખાન

લોકસભામાં ત્રિપલ તલાક બિલ અંગે ગુરૂવારે ચર્ચા દરમિયાન આઝમ ખાનની રમા દેવી અંગેની વિવાદિત ટિપ્પણી અંગે રોષ સતત વધી રહ્યો છે

આઝમની પત્ની તંજીમ ફાતિમાનું મોટુ નિવેદન, માફી નહી માંગે ખાન

નવી દિલ્હી : લોકસભામાં ટ્રિપલ તલાક બિલ અંગે ગુરૂવારે ચર્ચા દરમિયાન આઝમ ખાનની સાંસદ રમા દેવી અંગેની વિવાદિત ટિપ્પણી અંગે રોષ વધતો જઇ રહ્યો છે. જ્યાં એક તરફ સંસદમાં મહિલા સાંસદ આઝમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ આઝમનાં બચાવમાં તેમની સાંસદ પત્ની તંજીમ ફાતિમા ઉતર્યા છે. તંજીમ ફાતિમાએ Zee News સાથેની વાતચીતમાં કહ્યું કે, આઝમ ખાને કોઇ જ ખોટી વાત નથી કરી અને તેઓ માફી નહી માંગે.

એક મહિનાથી ચાલતા રાજકીય કર'નાટક' પર પડદો, યેદિયુરપ્પા બન્યા નવા મુખ્યમંત્રી
આઝમ ખાને રમા દેવીને પોતાની નાની બહેન અને પ્યારી બહેન કર્યા હતા. તેમણે સદનમાં કોઇ પણ વિવાદિત નિવેદન આપ્યું નથી. એટલા માટે માફી માંગવાનો કોઇ જ સવાલ નથી. આઝમ ખાનની પત્ની તંજીમે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ સદનમાં આઝમ ખાનને બોલવા દેવા નથી માંગતી, એટલા માટે તેમના પર વિવાદ પેદા કરવાનાં હંમેશા પ્રયાસો કરતી રહે છે. 

મોદી સરકારે આ નિર્ણય પર લગાવી મહોર, 8 રાજ્યોનાં લોકોને થશે મોટો ફાયદો
બીજી તરફ રમા દેવીએ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી સાથે મુલાકાત કરીને આઝમ ખાન પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી. બીજી તરફ સ્પીકર ઓમ બિરલાની અધ્યક્ષતામાં તમામ દળોની બેઠક એવો નિર્ણય થયો કે સોમવારે સ્પીકર આઝમને સદનમાં માફી માંગવા માટે કહેશે અને જો આઝમ માફી નહી માંગે તો સ્પીકર કાર્યવાહી કરશે. હવે જોવું એ પડશે કે શું આઝમ ખાન સોમવારે માંગશે કે પછી સદનમાં તેમના પર કાર્યવાહી થશે ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news