નવી દિલ્હી: કર્ણાટકના રાજકીય સંકટ વચ્ચે 16 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બળવાધોર ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી તેમનો પક્ષ રાખી રહ્યાં છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મુકુલ રોહતગીથી પૂછ્યું કે અત્યારસુધી શું છે ડેવલ્પમનેટ. રોહતગીએ કોર્ટને જણાવ્યું કે, 10 ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકરને નિર્ણય લેવાનો છે જે હજુ પેન્ડિંગ છે. 10 ધારાસભ્યો પહેલા જ સ્પીકરની સામે હાજર થઇ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- આજે BJPનું સભ્યપદ સ્વીકારી શકે છે નીરજ શેખર, અમિત શાહ સાથે કરી મુલાકાત


મુકુલ રોહતગીએ કહ્યું કે, સ્પીકરની સામે વિધાનસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગનું બાકી હોવું, તેમને રાજીનામાં પર નિર્ણય લેવાથી નથી રોકતું. આ બંને અલગ અલગ બનાવ છે. CJIના પૂછવા પર રોહતગીએ પહેલા દિવસથી જણાવતા ઘટનાક્રમની જાણકારી કોર્ટને આપી રહ્યાં છે. મુકુલ રોહતગીએ કહ્યું કે, જો સ્પીકર આ ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લે છે તો રાજ્યની સરકાર લધુમતીમાં આવી જાય છે, 18 તારીખે વિશ્વાસમત છે


વધુમાં વાંચો:- 2019નું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, 149 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ


બળવાખોર ધારાસભ્યોનો પક્ષ
આ સાથે જ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, ધારાસભ્યો એવું નથી કહેતા કે અયોગ્યતા ઠેરવવાની કાર્યવાહીને નકારી કાઢવી જોઈએ, તે ચાલતી રહે, પંરતુ હવે તેઓ ધારાસભ્ય નથી રહેવા ઇચ્છતા, તેઓ જનતા વચ્ચે જવા ઇચ્છે છે. તે તેમનો અધિકારી છે. સ્પીકર અવરોધ મૂકે છે. જો કોર્ટ પહોંચેલા ધારાસભ્યોની સંખ્યા હટાવી દેવામાં આવે, તો આ સરકાર લઘુમતીમાં આવી જાય છે. રહોતગીએ કહ્યું કે, અયોગ્ય ઠેરાવવાનું કોઇ ખાસ કારણ નથી, એટલા માટે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. બળવાખોર ધારાસભ્યોના વકીલ રોહતગીએ કહ્યું કે, જો હું ધારાસભ્ય બનવા માંગતો નથી, તો હું કોઈને પણ આ સ્થિતિમાં રહેવા માટે દબાણ નથી કરી શકતો. મારૂ રાજીનામું સ્વીકાર થવું જોઇએ. હું પબ્લિકમાં પાછો જવા ઇચ્છું છું. આ મારો અધિકારી પ્રભાવિત કરવામાં આવી શકે નહીં.


વધુમાં વાંચો:- Video: SDMના ચેમ્બરમાં ઘૂસી BJP ધારાસભ્યએ જામાવી ધાક, કહ્યું- ‘હજુ તમે નવા છો’


આ સાથે જ રોહતગીએ આ પણ કહ્યું કે, સ્પીકરની પાસે ધારાસભ્યોની અયોગ્યતાનો કેસ સ્પષ્ટ નથી. આ કારણ છે કે, 2 ફેબ્રુઆરીથી અયોગ્યતા મામલે અરજી અત્યાર સુધી બાકી છે. જ્યારે ધારાસભ્યોની અયોગ્યતાની બીજી અરજી 10 જુલાઇએ દાખલ કરવામાં આવી છે. મુકુલ રોહતગીએ કહ્યું કે, ધારાસભ્ય સ્પીકરની સામે મીડિયાની સામે તેમની ઇચ્છા જાહેર કરી ચુક્યા છે. તેઓ પોતાની ઇચ્છાથી રાજીનામું આપી રહ્યાં છે. તેમ છતાં સ્પીકર કઇ વાતની તપાસ ઇચ્છે છે. જો ધારાસભ્ય એસમબ્લી એટેન્ડ નથી કરવા ઇચ્છતા, તો શું તેના માટે મજબૂર કરી શકાય છે.


વધુમાં વાંચો:- ઉત્તરથી પૂર્વમાં પૂરનો કહેર, આસામમાં 15 અને બિહારમાં 34ના મોત


રોહતગીએ કહ્યું કે, અયોગ્ય ઠેરાવવા કાર્યવાહી કેમ શરૂ કરવામાં આવી, માત્ર એટલા માટે કે તેઓ પાર્ટીની અનુશાસિત કાર્યકર્તાની જેમ કામ કરી રહ્યાં નહોતા. પાર્ટી મીટિંગમાં હાજરી આપી રહ્યા નહોતા. અમારો કહેવાનો ઉદેશ્ય એવો નથી કે આ કાર્યવાહી પર સ્પીકર નિર્ણય નથી લઇ શકતા. અમને વાંધો માત્ર આ વાતને લઇને છે કે, તેને લઇને રાજીનામાંના નિર્ણયને રોકી શકાય નહીં.


વધુમાં વાંચો:- ચંદ્રયાનનું લોન્ચિંગ અટકાવવાનાં ઇસરોનાં નિર્ણયના વૈશ્વિક સ્તર પર થઇ રહ્યા છે વખાણ


ચીફ જસ્ટિસની ટિપ્પણી
ચીફ જસ્ટિસે બળવાખોર ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીની દલીલો પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ સ્પીકરને ના કહી શકે કે તેઓ ધારાસભ્યોના રાજીનામાં અથવા અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી કઇ રીતે કરે. કોર્ટ સ્પીકરને તેના માટે રોકી અથવા અવરોધિત ના કરી શકે. અમારી સામે સવાલ માત્ર એટલો છે કે, શું એવી કોઇ બંધારણીય જવાબદારી છે કે, સ્પીકર અયોગ્ય ઠેરવવાની માગ પહેલાં રાજીનામાનો નિર્ણય લેશે અથવા બંને પર નિર્ણય લેશે.


વધુમાં વાંચો:- કુમાર સ્વામી માટે નવુ સંકટ, રિસોર્ટ સ્ટેથી કંટાળ્યા કોંગ્રેસ-JDS ધારાસભ્યો


વકીલ રોહતગીએ કહ્યું કે, બધારણનો આર્ટિકલ 190 કહે છે કે, રાજીનામું મળ્યા બાદ સ્પીકરને જલીથી જલદી તેના પર નિર્ણય લેવો પડશે. સ્પીકર નિર્ણય ટાળી શકતા નથી. આ સાથે જ બળવાખોર ધારાસભ્યોનિ દલીલ પૂર્ણ થઇ. આ સાથે જ રહોતગીએ ગત વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટના તે નિર્ણયનો અહેવાલ આપ્યો હતો જેમાં કોર્ટે કર્ણાટકની ભાજપ સરકારની બહુમત સાબીત કરવા માટે એક દિવસની અંદ ફ્લોર ટેસ્ટ કરવા માટે કહ્યું હતું.


વધુમાં વાંચો:- કોંગ્રેસ અધ્યક્ષ પદની દોડમાં મનમોહનસિંહ, વાસનિક ટોપ પર, ગાંધી પરિવાર ફરી પરોક્ષ સંચાલન કરશે?


સ્પીકરનો પક્ષ
વિધાનસભા સ્પીકરની તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે બધા ધારાસભ્યો સામે અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી તેમના રાજીનામાં પહેલથી જ શરૂ થઇ ગઇ હતી. સ્પીકરની સામે બધા ધારાસભ્યો 11 જુલાઇના વ્યક્તિગત રીતથી હાજર થયા. તે પહેલા નહીં અને 4 ધારાસભ્યો હજુ સુધી હાજર થયા નથી. 


વધુમાં વાંચો:- મધ્યપ્રદેશમાં 20 રૂપિયાની ચોરીનો કેસ 41 વર્ષ સુધી ચાલ્યો, આખરે જે થયું તે ચોંકાવનારુ


તેના પર ચિફ જસ્ટિસે સંધવીથી પૂછ્યું કે આખરે કેમ ધારાસભ્યોને મળવા માટે સમય માગવા છતાં સ્પીકર તેમને મળવા નહીં અને આખરે ધારાસભ્યોને કોર્ટ આવવું પડ્યું? અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ ખોતી વાત છે. સ્પીકરે સોગંદનામા સ્પષ્ટ કર્યું છે કે, ધારાસભ્યોએ મળવા માટે સમય માગ્યો ન હતો.
(ઇનપુટ: મહેશ ગુપ્તાની સાથે)


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...