નવી દિલ્હી: ભાજપ માટે હરિયાણામાં સરકાર બનાવવાનું લગભગ નક્કી થઈ ગયું છે. હરિયાણા ભાજપના પ્રભારી અનિલ જૈને મોટો દાવો કરતા કહ્યું કે આઠ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે. તેમણે એ પણ દાવો કર્યો કે શપથ ગ્રહણ સમારોહ દીવાળી બાદ યોજાશે. આ અગાઉ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે અમે પ્રદેશમાં સરકાર બનાવવા જઈ રહ્યાં છીએ. હકીકતમાં ખટ્ટરનું આ નિવેદન 8 અપક્ષ ધારાસભ્યોના ભાજપને સમર્થન બાદ આવ્યું છે. ખટ્ટર હાલ દિલ્હીના હરિયાણા ભવનમાં છે અને તેમની સાથે 3 અપક્ષ ધારાસભ્યો હાજર પણ છે. અહેવાલો મુજબ જે ધારાસભ્યોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે તેમાં પુંડરીથી રણધીર ગોલન, રાનિયાથી રણજીત સિંહ, મહમથી બલરાજ કુંડૂ, બાદશાહપુરથી રાકેશ દૌલતાબાદ અને સિરસાથી ગોપાલ કાંડાનો સમાવેશ થાય છે. અત્રે જણાવવાનું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના ગઈ કાલે પરિણામ આવ્યાં જેમાં ભાજપ 40 બેઠકો સાથે મોટો પક્ષ બનીને તો ઊભર્યો પરંતુ બહુમતીના જાદુઈ આંકડા 46થી 6 બેઠકો દૂર રહી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપેન્દ્ર હુડ્ડાના વિવાદિત બોલ- 'જે અપક્ષ BJP સરકારમાં સામેલ થશે, જનતા તેને જૂતા મારશે'


અત્રે જણાવવાનું કે ખટ્ટર દિલ્હીમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના હરિયાણા પ્રભારી અનિલ જૈન તથા અમિત શાહની સાથે બેઠક કરશે. નોંધનીય છે કે ભાજપને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 40 બેઠકો મળી છે જે બહુમતના આંકડાથી 6 સીટો દૂર છે. એટલે કે સરકાર બનાવવા માટે તેને હજુ 6 એમએલએની જરૂર છે. 


હરિયાણામાં JJP નહીં પરંતુ આ નેતા પાસે છે સત્તાની ચાવી? આપશે BJPને સમર્થન!


હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે જેને 40 બેઠકો મળી  પરંતુ સાથે સાથે કોંગ્રેસને 31 અને નવનિર્મિત જેજેપીને 10 બેઠકો મળી છે. અપક્ષોનું પણ સારું એવું પ્રમાણ છે. કહેવાય છે કે મનોહરલાલ ખટ્ટર આજે સાંજે કે શનિવારના રોજ સીએમ પદના શપથ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આજે સાંજે જ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...