દીપેન્દ્ર હુડ્ડાના વિવાદિત બોલ- 'જે અપક્ષ BJP સરકારમાં સામેલ થશે, જનતા તેને જૂતા મારશે'

હરિયાણા (Haryana Assembly Elections 2019)માં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા હવે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલો ભાજપ અપક્ષ ધારાસભ્યોના સમર્થન મેળવીને સરકાર બનાવવાની કવાયતમાં છે. 

દીપેન્દ્ર હુડ્ડાના વિવાદિત બોલ- 'જે અપક્ષ BJP સરકારમાં સામેલ થશે, જનતા તેને જૂતા મારશે'

નવી દિલ્હી: હરિયાણા (Haryana Assembly Elections 2019)માં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા હવે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલો ભાજપ અપક્ષ ધારાસભ્યોના સમર્થન મેળવીને સરકાર બનાવવાની કવાયતમાં છે. આ બધા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે પણ અપક્ષ ઉમેદવાર મનોહરલાલ ખટ્ટર સરકારમાં સામેલ થવા જઈ રહ્યાં છે તેઓ પોતાની રાજકીય કબર પોતે જાતે જ ખોદી રહ્યાં છે. તેઓ જનતાનો ભરોસો વેચી રહ્યાં છે. આમ કરનારાઓને હરિયાણાની જનતા ક્યારેય માફ નહીં કરે. લોકો તેમને જૂતાથી મારશે. નોંધનીય છે કે ચૂંટણીના પરિણામો વચ્ચે સૌથી પહેલા કોંગ્રેસ તરફથી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ અપીલ કરતા કહ્યું હતું કે ભાજપને રોકવા માટે તમામ વિપક્ષી દળોએ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવી જોઈએ. 

આ બધા વચ્ચે સૂત્રોના જણાવ્યાં મુજબ હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર આજે સાંજે કે શનિવારે સીએમ પદના શપથ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ આજે સાંજે જ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઊભરી આવ્યો છે પરંતુ બહુમતથી તે દૂર છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ શુક્રવારે ભાજપ વિધાયક દળની બેઠક થશે જેમાં ખટ્ટરને વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે. ત્યારબાદ તેઓ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે દીવાળી બાદ મંત્રીમંડળની રચના કરાશે. ખટ્ટર આજે દિલ્હીમાં છે અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના હરિયાણા પ્રભારી અનિલ જૈન સાથે બેઠક કરશે. 

જુઓ LIVE TV

હરિયાણામાં બહુમતથી 6 સીટો દૂર રહી ગયેલી ભાજપ સરકાર બનાવવામાં કોઈ અડચણ નથી ઈચ્છતી. ગત રાતથી જ તે સરકાર બનાવવાની કવાયતમાં લાગી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણીમાં કિંગમેકર બનીને ઊભરેલા જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના નેતા દુષ્યંત ચૌટાલાની મુલાકાત કરી છે. અત્રે જણાવવાનું કે આ પાર્ટીએ રાજ્યમાં 10 બેઠકો મેળવી છે. દુષ્યંત ચૌટાલા હાલ કિંગમેકરની ભૂમિકામાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news