નવી દિલ્હી: નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના પ્રવાસે છે. અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં જનસભાને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી આસામના અમીનગાંવ પહોંચ્યાં છે. ત્યાં જનસભાનું સબોંધન કરતા પીએમ મોદીએ વંશવાદને લઇને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જન્મ લેતા જ તેમના માટે ભારત રત્ન નક્કી થઇ જાય છે. કોંગ્રેસે ભ્રષ્ટાચારને સિસ્ટમનો ભાગ બનાવી લીધો છે. કોંગ્રેસની સરકારે પૂર્વોત્તર ભારતને અવગણું છે. આ ક્ષેત્રોમાં હવે વિકાસ થઇ રહ્યો છે. મહામિલાવટી લોકો સમાજને ભડકાવવામાં લાગ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે ચોકીદારની ચોકસાઇથી ભ્રષ્ટાચારી ગભરાઈ ગયા છે. સવારે-સાંજે મોદી-મોદીના નામની રટણ કરી રહ્યાં છે. અમારી સરકારમાં ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. વિપક્ષના નેતાઓમાં મોદીને ગાળો દેવાની હોળ લાગી છે. તેમણે કહ્યું કે વિપક્ષમાં તો એક જ માપદંડ છે કે કોણ મોદીને સૌથી વધારે ગાળો આપી શકે છે. તેની કોમ્પીટિશન ચાલી રહી છે. આ લોકની એક જ ઓળખ છે મહામિલાવટ.


વધુમાં વાંચો: ઇટાનગરમાં બોલ્યા PM મોદી- 4 વર્ષમાં અરૂણાચલમાં દરેક પરિવાર સુધી પહોંચી વીજળી


આસામ એનઆરસી મુદ્દા પર પણ પીએમ મોદી બોલ્યા. તેમણે કહ્યું કે જે એનઆરસીને પહેલા ક્યારે ક્રિયાવયન થયું ન હતું, આજે અમારી સરકારે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તેને અમલમાં લાવવાનું કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું કે આપણે દેશને ઘુસણખોરોથી મુક્ત કરવો જોઇએ. તેના માટે અમે કાર્ય કરી રહ્યાં છે. ભારત અને બાંગ્લાદેશની બોર્ડર પણ સંપૂર્ણ રીતે સીલ કરવાના સંબંધમાં કાર્ય થઇ રહ્યું છે.


વધુમાં વાંચો: રાજસ્થાન: અનામતની માગના બીજા દિવસે પણ ગુર્જર આંદોલન શરૂ, 7 ટ્રેનનો રૂટ બદલાયો


તેમણે કહ્યું કે BC અને AD એટલે બિફોર કોંગ્રેસ અને આફ્ટર ડાયનેસ્ટીનું જ ગૌરવગાન કરનારથી હું આજે અહીંયા પૂછવા માગુ છું કે દાયકાઓ સુધી ભારતના ખરા રત્નોને ઓળખતા ન હોવાનું વિચલિત રમત શા માટે હતી? આખરે આવું કેમ કરી રહ્યાં છો કે કેટલાક લોકોના જન્મ લેતાની સાથે જ તેમના માટે ભારત રત્ન નક્કી થઇ જાય છે અને દેશનું માન-સન્માન માટે જેમણે જીવન લગાવ્યું છે તેમને સન્માનિત કરવા માટે દાયકાઓ લગા જાય છે?


વધુમાં વાંચો: EDની ઓફિસે પહોંચ્યા રોબર્ટ વાડ્રા, આજે ત્રીજી વખત થશે પૂછપરછ


પીએમ મોદીએ કહ્યું કે, નાગરિકતા સંશોધનનો વિષય માત્ર આસામ યા નોર્થ ઇસ્ટ સાથે જોડાયેલો નથી, પરંતુ દેશના તેમના ભાગમાં મા ભારતી પર આસ્થા રાખનાર એવી સંતાને છે, એવા લોકો છે, જેમને તેમનો જીવ બચાવી ભારત આવું પડ્યું છે. ભલે તેઓ પાકિસ્તાનથી આવ્યો હોય, આફગાનિસ્તાનથી આવ્યા હોય કે પછી બાંગ્લાદેશથી, આ 1947 પહેલા ભારતનો ભાગ હતો. જ્યારે આસ્થાના આધાર પર દેશનું વિભાજન થયું. આપણાથી અલગ થયેલા દેશોમાં જે લઘુમતી એટલે કે હિંદૂ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ ત્યાં રહી ગયા હતા તેમને સંરક્ષણ આપવું આપણું કર્તવ્ય છે.


વધુમાં વાંચો: શિલાંગમાં CBI ઓફિસ પહોંચ્યા કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમાર, થશે પૂછપરછ


પીએમ મોદીએ કહ્યું કે આજે નોર્થ ઇસ્ટના વિકાસમાં નવો ઇતિહાસ જોડાઇ રહ્યો છે. થોડી વાર પહેલા જ અસમ અને નોર્થ ઇસ્ટના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આજે મને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારના સમયે જ આસામના બે સપૂતો, ગોપીનાથ બોરદોલોઇ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન આપવાનું કામ કરવામાં આવ્યું છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...