નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનાં સહયોગી અરૂણ જેટલીને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. બંન્ને નેતાઓ વચ્ચે આશરે અડધો કલાક સુધી મુલાકાત ચાલી હતી. સુત્રો અનુસાર માનવામાં આવી રહ્યું હતું કે, વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન અરૂણ જેટલી સાથે મનાં નિર્ણય પર પુનર્વિચાર માટે કહી શકે છે. જેટલીએ વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે તેમને નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીના શપથગ્રહણ સમારોહમાં જોડાશે રાહુલ અને સોનિયા ગાંધી
2014માં બનેલી એનડીએ સરકારમાં અરૂણ જેટલી નાણામંત્રી હતા. તેમણે થોડા સમય માટે સંરક્ષણ મંત્રાલયનો પણ પ્રભાર સંભાળ્યો હતો. હવે તેમણે પોતાની ખરાબ તબિયતનો હવાલો ટાંકતા કહ્યું કે, તેમને સરકારમાં સમાવેશ કરવામાં ન આવે. અરૂણ જેટલીએ પોતાનાં પત્રમાં લખ્યું હતું કે, 18 મહિનાથી મને ગંભીર બિમારીએ ઘેરેલા છે. જો કે ડોક્ટર્સની સહાયતાથી હું ઘણી હદે સ્વાસ્થપ્રદ થઇ ચુક્યો છું. પરંતુ હજી હું કોઇ પણ જવાબદારી સ્વિકારવા નથી માંગતો. 


માનવને અંતરિક્ષમાં મોકલશે ઇસરો: વાયુસેના-ISRO વચ્ચે થયા કરાર, વિશ્વની ચોથી મહાશક્તિ બનશે દેશ
રાહુલની જીદ્દ યથાવત્ત: OBC/દલિત નેતાને પાર્ટી પ્રેસિડેન્ટ બનાવવાની ફોર્મ્યુલા
વડાપ્રધાન મોદી 30 મેનાં રોજ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. આ દરમિયાન તેમની સાથે 65થી 70 મંત્રી પણ શપથ ગ્રહણ કરશે. એનડીએમાં રહેલા દળ જેવા કે જેડીયુ, શિવસેના, એલજેપી, અપના દળ, અકાલી દળનાં નેતા પણ પદ અને ગુપ્તતાનું શપથ લઇ શકે છે. 


PM પાકિસ્તાન પર દબાણ બનાવો, ગુરૂ નાનકનો મહેલ બનાવવા અમે તૈયાર : અમરિંદર સિંહ
વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
ભાજપનાં નેતા અને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી (66) એ નવી સરકારની રચનાની પૂર્વ સંધ્યા પર વડાપ્રધાન નરેન્દ્રમોદીને બુધવારે પત્ર લખીને કહ્યું કે, તેમને થોડા સમય માટે પોતાનાં સ્વાસ્થય પર ધ્યાન આપવાનો સમય આપવામાં આવે. તેમણે કહ્યું કે, આ નવી સરકારમાં હાલ કોઇ જવાબદારી લેવા નથી માંગતા.