PM પાકિસ્તાન પર દબાણ બનાવો, ગુરૂ નાનકનો મહેલ બનાવવા અમે તૈયાર : અમરિંદર સિંહ

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને અપીલ કરી કે તેઓ સદીઓ જુના ગુરૂ નાનક મહેલને કથિત રીતે તોડવાની ઘટનાની ગહન તપાસ કરાવવા માટે પાકિસ્તાન સરકાર પર દબાણ કરે. એક મીડિયા રિપોર્ટમાં સોમવારે દાવો કરાયો હતો કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂ નાનક મહેલને ઉપદ્રવી તત્વોએ આંશિક રીતે તોડી દીધો અને આ મહેલની કિંમતી બારી અને દરવાજાઓ વેચી દેવામાં આવ્યા. મુખ્યમંત્રીએ તેમ પણ જણાવ્યું કે, જો મોદી સરકાર પાકિસ્તાન સરકાર પાસેથી પરવાનગી માંગે તો પંજાબ સરકાર ગુરૂનાનક મહેલને ફરી બનાવવા માટે પણ તૈયાર છે. 

Updated By: May 29, 2019, 06:54 PM IST
PM પાકિસ્તાન પર દબાણ બનાવો, ગુરૂ નાનકનો મહેલ બનાવવા અમે તૈયાર : અમરિંદર સિંહ

ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને અપીલ કરી કે તેઓ સદીઓ જુના ગુરૂ નાનક મહેલને કથિત રીતે તોડવાની ઘટનાની ગહન તપાસ કરાવવા માટે પાકિસ્તાન સરકાર પર દબાણ કરે. એક મીડિયા રિપોર્ટમાં સોમવારે દાવો કરાયો હતો કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂ નાનક મહેલને ઉપદ્રવી તત્વોએ આંશિક રીતે તોડી દીધો અને આ મહેલની કિંમતી બારી અને દરવાજાઓ વેચી દેવામાં આવ્યા. મુખ્યમંત્રીએ તેમ પણ જણાવ્યું કે, જો મોદી સરકાર પાકિસ્તાન સરકાર પાસેથી પરવાનગી માંગે તો પંજાબ સરકાર ગુરૂનાનક મહેલને ફરી બનાવવા માટે પણ તૈયાર છે. 

હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: હવે અભણ વાહન ચાલકોને નહી મળે લાયસન્સ, હશે તેના રદ્દ કરાશે
વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં અમરિંદર સિંહે મોદીને કહ્યું કે, તેઓ પાકિસ્તાનમાં મહેલ તોડવાની ઘટનાની તપાસ કરાવવા અને દોષીતોને સજા અપાવવાની માંગ કરે. અમરિંદરે વૈજ્ઞાનિક સંરક્ષણ દ્વારા મહેલનાં બાકિ હિસ્સાના જીર્ણોધ્ધાર માટે તત્કાલ પગલા ઉઠાવવા માટેનું આહ્વાન કર્યું. 

જુલાઇમાં લોંચ થશે દમદાર SUV KONA, ફુલ ચાર્જ કર્યા બાદ ચાલશે 300 KM

PUBG ગેમ રમતા-રમતા એવું તો શું થયું કે 17 વર્ષના છોકરાનો જીવ ગયો
તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે તેઓ ઇમરાન ખાનની આગેવાનીવાળી પાકિસ્તાની સરકાર પર દબાણ કરે કે તેઓ શીખ ધરોહર સાથે જોડાયેલા તમામ સ્મારકોને સંસ્થાગત રીતે સંરક્ષણ કરે જેથી એવી ઘટનાઓ ફરી ન બને. એક નીવેદન દ્વારા અમરિંદરે કહ્યું કે, જો કેન્દ્ર સરકાર પાકિસ્તાન સરકાર પાસેથી પરવાનગી મેળવે છે કે તેમની સરકાર મહેલનાં પુનનિર્માણ કરાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, મહેલને તોડવાની ઘટનાથી સમગ્ર વિશ્વમાં શીખોની ભાવનાને ઠેસ પહોંચી છે.