નવી દિલ્હી: ગલવાન ખીણ (galwan valley) માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ બંને દેશો વચ્ચે ભારે તણાવનો માહોલ છે. પૂર્વ લદાખ વિસ્તારમાં ચીનના સૈનિકો સાથે લોહીયાળ સંઘર્ષમાં મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો શહીદ થયા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ આ મુદ્દે વિચાર વિમર્શ કરવા માટે 19મી જૂને શુક્રવારે સાંજે 5 વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ મામલે રક્ષા મંત્રાલયમાં પણ આજે એક મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) , સીડીએસ (CDS) જનરલ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત હાલાત પર નજર રાખી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વપક્ષીય બેઠક
ભારત-ચીન વચ્ચે લદાખ સરહદે ચાલી રહેલા તણાવ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 19મી જૂને સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દરેક પક્ષ પ્રમુખ આ બેઠકમાં જોડાશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રક્ષામંત્રી રાજનાથ સિંહનું પણ નિવેદન સામે આવ્યું છે. 


20 જવાનો શહીદ થયા બાદ વિરોધ પક્ષો સરકારની રણનીતિ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. જો કે તમામ પક્ષોએ એકસૂરમાં ચીનની આ નાપાક હરકતની ટીકા કરી છે. આજે સવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પીએમ મોદીને આ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. 


લદાખ હિંસા: રાતના અંધારામાં થયેલી ઝડપમાં અનેક સૈનિકો નદીમાં કે ખીણમાં પડ્યા અને શહીદ થયા


વધતા તણાવ વચ્ચે LAC પર હાઈ અલર્ટ છે. હિમાચલના કિન્નોર અને લાહૌલ સ્પીતિ, ઉત્તરાખંડના ચમોલી અને પિથોરાગઢ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં સેનાને પૂરી રીતે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. ઉત્તરી, પશ્ચિમી અને પૂર્વ ભારતના દરેક એરબેઝને દરેક ઈમરજન્સી સ્થિતિ માટે તૈયાર કરાયા છે. આ ઉપરાંત નેવીના જહાજ પણ તૈયાર છે. તથા સમુદ્રમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે. 


દગાબાજ ચીનને પાઠ ભણાવવા ભારત પાસે છે આ 5 વિકલ્પ, ડ્રેગન ઘૂંટણિયે પડવા મજબૂર થશે!


આ અગાઉ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ગલવાન ખીણમાં 15-16 જૂન રાતે થયેલી હિંસક ઝડપમાં સૈનિકો નદીમાં કે ખીણમાં પડવાથી શહીદ થયા. ચીની સૈનિકો ખિલ્લાવાળા ડંડા અને કાંટાળા તાર લપેટેલા લોખંડના સળિયાથી લેસ હતાં અને પૂરેપૂરી તૈયારી કરીને આવ્યાં હતાં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube