કર્ણાટક સંકટ Live: SC પહોંચ્યા સ્પીકર, કહ્યું- નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટ આદેશ આપી શકે નહીં
કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ- જેડીએસ સરકાર પર સંકટ છવાયો છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ અને જેડીએસના લગભગ 16 ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે. આજે સુપ્રીમ કોર્ટ 10 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરી
નવી દિલ્હી: કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ- જેડીએસ સરકાર પર સંકટ છવાયો છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ અને જેડીએસના લગભગ 16 ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે. આજે સુપ્રીમ કોર્ટ 10 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરી. તે દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું ક, 10 ધારાસભ્યો કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમાર સાથે મુલાકાત કરે. તેઓ તેમને તેમના રાજીનામાં અંગે જાણકારી આપે. સુપ્રીમ કોર્ટ આ મામલે આવતીકાલે સુનાવણી કરશે.
કર્ણાટક સંકટ Update:-
-
મુંબઇથી બેંગલુરુ જવા માટે મુંબઇ એરપોર્ટ પહોંચ્યા બળવાખોર ધારાસભ્યો, આજે સાંજે સ્પીકર સાથે કરશે મુલાકાત