નવી દિલ્હી: દેશમાં સાત તબક્કામાં થઇ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 15 રાજ્યોની 117 સીટો પર મતદાન શરૂ થઇ ગયું છે. આ તબક્કામાં ગુજરાત, કેરલ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, અસમ, દાદર નાગર હવેલી અને દમણ-દીવની બધી લોકસભા સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે. ત્રીજા તબક્કાની 117 સીટોમાં ભાજપનું લક્ષ્ય પોતાની 62 સીટોને બચાવવી પડશે. જ્યાં પાર્ટીએ 2014માં જીત પ્રાપ્ત કરી હતી. એટલા માટે આ તબક્કામાં ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને 5 વર્ષમાં સૌથી વધારે આદિવાસીઓને નુકસાન પહોંચાડ્યું: રાહુલ ગાંધી


બપોરે 5 વાગ્યા વિવિધ રાજ્યોમાં થયેલું મતદાન


ઉત્તર પ્રદેશ 56.33 ટકા
પશ્વિમ બંગાળ 78.94 ટકા
અસમ 74.05 ટકા
બિહાર 54.95 ટકા
ગોવા 70.96 ટકા
ગુજરાત 58.90 ટકા
જમ્મૂ-કાશ્મીર 12.86 ટકા
કર્ણાટક 60.88 ટકા
કેરલ 69.19 ટકા
મહારાષ્ટ્ર 55.28 ટકા
ઓડિશા 57.84 ટકા
ત્રિપુરા 71.45 ટકા
છત્તીસગઢ 51.56 ટકા
દાદરા નગર હવેલી 45.00 ટકા
દમણ અને દીવ 53.72 ટકા

જમ્મૂ કાશ્મીરની એક લોકસભા સીટ અનંતનાગ પર આજે વોટીંગ થઇ રહ્યું છે. આ દરમિયાન અનંતનાગનાઅ ઉધમપુરમાં કાશ્મીરી પંડિતો માટે વિશેષ પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. 10:45 વાગ્યા સુધીમાં અહીં ફક્ત 1.59 ટકા મતદાન થયું છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાતના સુરેંદ્વનગરમાં મતદાન કર્યું. તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાતકના ગુલબર્ગામાં મતાધિકારનો ઉપયોગ કર્યો. 


ફ્રી કોલિંગ બાદ JIOની ધમાલ, બ્રોડબેંડ-લેંડલાઇન-TVનો કોમ્બો એક વર્ષ સુધી મફત


પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં ચૂંટણીમાં ઝપાઝપીના સમાચાર સામે આવ્યા છે. મતદાન દરમિયાન દેસી બોમ્બથી હુમલો કરતાં તૃણમૂલ કોંગ્રેસના ત્રણ કાર્યકર્તા ઘાયલ થયા છે. મુર્શિદાબાદમાં મતદાન શરૂ થઇ ગયું છે. ચૂંટણીપંચે અહીં આકરી સુરક્ષાની વ્યવસ્થા કરી છે. મતદાનને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંવેદનશીલ બૂથો પર સુરક્ષાબળો ગોઠવવામાં આવ્યા છે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે મહિલાઓ સવારે જ મતદાન કેંદ્વો પર લાઇનમાં લાગી ગઇ છે. અહીં કુલ 11 ઉમેદવાર મેદાનમાં છે. મુર્શિદાબાદના વોર્ડ નંબર 7માં મતદાન દરમિયાન હાથાપાઇના સમાચાર મળ્યા છે. આ હાથાપાઇ 3 ટીએમસીના કાર્યકર્તા ઘાયલ થઇ ગયા છે.