વડાપ્રધાને 5 વર્ષમાં સૌથી વધારે આદિવાસીઓને નુકસાન પહોંચાડ્યું: રાહુલ ગાંધી

આ સાથે જ કોંગ્રેસનાં ગરીબોની પાર્ટી ગણાવતા રાહુલે કહ્યું કે, આ આદિવાસીઓનાં જળ, જમીન અને જંગલનો ભાજપે સર્વનાશ કર્યો છે

વડાપ્રધાને 5 વર્ષમાં સૌથી વધારે આદિવાસીઓને નુકસાન પહોંચાડ્યું: રાહુલ ગાંધી

ડુંગરપુર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસીઓ અને તેનાં અધિકારો મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા મંગળવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં પાંચ વર્ષનાં કાર્યકાળમાં સૌથી વધારે નુકસાન આદિવાસીઓનું કર્યું. આ સાથે જ કોંગ્રેસને ગરીબોની પાર્ટી ગણાવતા રાહુલે કહ્યું કે, તેઓ આદિવાસીઓનાં જળ, જંગલ અને જમીનનું રક્ષણ કરશે. 

રાહુલે કહ્યું કે, મોદી પાંચ વર્ષથી દેશનાં 15-20 સૌથી અમીર લોકોની સરકાર ચલાવી રહ્યા છે. રાહુલ રાજસ્થાનનાં આદિવાસી બહુમતીવાળા ડૂંગરપુરનાં પ્રસિદ્ધ બેણેશ્વર ધામમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે પોતાનાં ભાષણમાં કોંગ્રેસની સરકાર બનવા અંગે ન્યાય યોજના લાગુ કરવા તથા 22 લાખ યુવાનોને એક વર્ષમાં સરકારી નોકરી આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકાર બનશે તો દેશનાં કોઇ પણ ખેડૂતને દેવું નહી ચુકવવાનાં કારણે જેલમાં નહી પુરવામાં આવે. 

રાહુલે કહ્યું કે, તેમણે (મોદીએ) તમારી સાથે, હિન્દુસ્તાનનાં ગરીબ લોકોની સાથે આદિવાસી લોકોની સાથે અન્યાય કર્યો છે. હવે કોંગ્રેસ પાર્ટી તમારો ન્યાય કરવા માંગે છે. જે પાંચ વર્ષ તેમણે તમારુ નુકસાન કર્યું, હું કહેવા માંગું છું કે છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદીએ સૌથી વધારે નુકસાન આદિવાસીઓને પહોંચાડ્યું છે. 

રાહુલે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ તમારુ જળ, જંગલ અને જમીન છીનવવાનું કામ કર્યું. અમે તમારી જમીન, તમારા જળ અને જંગલનું રક્ષણ કરીશું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષ જો તમારી સાથે અન્યાય થયો છે તો આગામી પાંચ વર્ષ તમારી સાથે ન્યાય થશે. જે તમારા ખીચામાંથી ગયુ, તેનાથી વધારે કોંગ્રેસ પાર્ટી તમારા ખીચામાં નાખશે. 

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, અમારી પાર્ટી ગરીબોની પાર્ટી છે, આર્થિક નબળા લોકોની પાર્ટી છે. અમે 15 ઉદ્યોગપતિઓની પાર્ટી નથી. નરેન્દ્ર મોદીએ તમારી સાથે અન્યાય કર્યો છે. હું તમને ગેરેન્ટી આપુ છું કે અમે તમને ન્યાય આપીશું. 

જમીનની લડાઇ કોંગ્રેસે લડી
તમારી જમીનની લડાઇ કોંગ્રેસે લડી હતી. ઉલ્લેખનીય છે કે, જમીન અધિગ્રહણ બિલ અમે લાવ્યા, આદિવાસી બિલ અમે લાવ્યા જે તમારી જમીન, તમારુ જળ અને તમારા જંગલનું સંરક્ષણ કરવાનો કાયદો છે. નરેન્દ્ર મોદીએ તમારા જળ, તમારા જંગલ અને તમારી જમીન છીનવવાનું કામ કર્યું. અમે તમારી જમીન, તમારા જળ અને જંગલનું રક્ષણ કરીશું. 

રોજગાર મુદ્દે સવાલ
રોજગાર મુદ્દે રાહુલે કહ્યું કે, સરકારમાં 22 લાખ નોકરીઓ આપી, આ પદ ખાલી પડ્યા છે. કોંગ્રેસ સરકાર બનવા અંગે એક વર્ષમાં 22 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપશે. 10 લાખ યુવાનોને પંચાયતોમાં રોજગાર આપવામાં આવી શકે છે. અમે 10 લાખ યુવાનોને પંચાયતોમાં રોજગાર અપાવીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news