મનની વાતમાં PM મોદીએ કહ્યું- ‘બાપુની 150 મી જન્મજયંતિ નિમિત્તે જન આંદોલનનો પાયો નાખીએ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના પેડિયો કાર્યક્રમ મનની વાત દ્વારા દેશવાસીઓને સંબોધિજ કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે 2 ઓક્ટોબરના જ્યારે આપણે બાપૂની 150મી જયંતી ઉજવીશું ત્યારે આ તક પર આપણે તેમને ના માત્ર ખુલ્લામાં શૌચથી મુક્ત ભારત સમર્પિત કરીશું
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના પેડિયો કાર્યક્રમ મનની વાત દ્વારા દેશવાસીઓને સંબોધિજ કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે 2 ઓક્ટોબરના જ્યારે આપણે બાપૂની 150મી જયંતી ઉજવીશું ત્યારે આ તક પર આપણે તેમને ના માત્ર ખુલ્લામાં શૌચથી મુક્ત ભારત સમર્પિત કરીશું પરંતુ તે દિવસે સમગ્ર દેશમાં પ્લાસ્ટિકની સામે એક નવું જન-આંદોલનનો પાયો નાખીશું.
આ પણ વાંચો:- Live: BJP કાર્યાલયમાં પહોંચ્યો અરૂણ જેટલીનો પાર્થિવ દેહ, અમિત શાહ રહીત મોટા નેતા હાજર
પીએમ મોદીએ કહ્યું કે હું સમાજના દરેક વર્ગોથી અને નિવાસિઓથી અપીલ કરું છું કે, આ વર્ષે ગાંધી જયંતી આપણી આ ભારત માતાને પ્લાસ્ટિકના કચરાથી મુક્તિ આપવાના રૂપમાં ઉજવવામાં આવે. મહાત્માગાંધી જયંતીનો દિવસ એક વિશેષ શ્રમદાનનો ઉત્સવ બની જાય. ઘણા વ્યાપારી ભાઇઓ-બહેનોએ દુકાનમાં એક બોર્ડ લગાવી દીધુ છે કે, ગ્રાહક પોતાની બેગ સાથે લઇને આવે. તેનાથી પૈસા પણ બચશે અને પર્યાવરણની રક્ષામાં તે પોતાનું યોગદાન પણ આપશે.
આ પણ વાંચો:- બહેરીનમાં PM મોદી આજે 200 વર્ષ જૂના કૃષ્ણ મંદિરની પુનર્નિર્માણ યોજનાની કરશે શરૂઆત
પીએમ મોદીએ કહ્યું કે મેં જોયું છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લીધે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે હું દુનિયામાં જે કોઇપણને મળું છું, તેઓ યોગના સંબંધમાં મને સવાલ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે આ દિવસોમાં આપણો દેશ એક તરફ વરસાદની મજા લઇ રહ્યો છે, બીજી તરફ ભારતના ખૂણે ખૂણે તહેવારો અને મેળાઓનો માહોલ છે. દિવાળી સુધી આ બધું ચાલશે.
આ પણ વાંચો:- ખાસ નહીં સામાન્ય જીવન જીવતા અરૂણ જેટલી, તસવીરો જોઇ તમે પણ કહેશો- ‘તેઓ અમારા જેવા જ હતા’
તેમણે કહ્યું કે ભૂતકાળમાં આપણે ઘણા તહેવારો ઉજવ્યાં છે. ગઈકાલે હિન્દુસ્તાનમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મિત્રતા હોય તો સુદામાની ઘટના કોણ ભૂલી શકે અને યુદ્ધના મેદાનમાં ઘણી મહાનતા હોવા છતાં સારથિનો ભાર સ્વીકારવું. પીએમ મોદીએ કહ્યું કે આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રેરણા લઈ શકીએ છીએ. જીવનમાં ઉતાર-ચઢાવની વચ્ચે હસતાં હસતાં ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ છે.
આ પણ વાંચો:- જેટલીને યાદ કરતા ભાવુક થયા અમિત શાહ, મે મુશ્કેલ સમયનો સાથી ગુમાવ્યો
પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે આપણે તહેવારોની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ભારત બીજા મોટા તહેવારની તૈયારી કરી રહ્યું છે. તેની ચર્ચા વિશ્વભરની સાથે સાથે ભારતની પણ છે. હું મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિની વાત કરી રહ્યો છું. તેમણે કહ્યું કે ગાંધીજીએ ચાંપારણમાં જે ખેડૂતો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તેમની સેવા કરી. જે મજૂરોને ન્યાયી વેતન ન મળતી હતી તેમની સેવા કર્યા પછી, ગાંધીજી ગરીબ, નિરાધાર અને નબળા લોકોની સેવાને તેમના જીવનનું અંતિમ કર્તવ્ય માનતા.
આ પણ વાંચો:- બહેરીનથી PM મોદી: લોકો હર્ષથી જન્માષ્ટમી ઉજવી રહ્યા છે, મારા મનમાં ઉંડો આઘાત
પીએમ મોદીએ કહ્યું કે હું ઘણો ભાગ્યશાળી રહ્યો છું કે મને પૂજ્ય મહાત્મા ગાંધીથી સંબંધિત ઘણાં મહત્વના સ્થળોએ શ્રદ્ધાંજલિ આપવાની તક મળી છે. તમને યાદ હશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે 2 ઓક્ટોબર પહેલા લગભગ 2 અઠવાડિયા દેશભરમાં 'સ્વચ્છતા હિ સેવા' અભિયાન ચલાવીએ છીએ. આ વખતે તેની શરૂઆત 11 સપ્ટેમ્બરથી થશે.
જુઓ Live TV:-