નવી દિલ્હી: પ્રધાનમંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા છે. પીએમ મોદી અયોધ્યા (ફૈઝાબાદ) અને આંબેડકર નગરની વચ્ચે ફૈઝાબાદના ગૌસાઇગંજના મયા બજાર વિસ્તારમાં ચૂંટણી જનસભાનું સંબોધન કરતા કહ્યું કે, બાબા સાહેબ આંબેડકરનું નામ જે શહેરથી જોડાયેલું છે, જે શહેરથી રામ મનોહર લોહિયાજીનું નામ જોડાયેલું છે. એવા શહેરમાં આવીને હું પોતાની જાતને ગૌરવાન્વિત અનુભવ કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લખનઉ: જયા બચ્ચને કહ્યું- ‘પૂનમને જીતાડવાનું વચન આપો, નહીં તો મને મુંબઇમાં એન્ટ્રી નહીં મળે’


પીએમ મોદીએ કહ્યું કે, મર્યાદા પુરૂષોત્મ પ્રભુ શ્રીરામની ભૂમી છે. આ સ્વાભિમાનની ધરતી છે. દેશનું સ્વાભિમાન ગત 5 વર્ષમાં વધ્યું છે. તેમણે કહ્યું કે, આપણે 130 કરોડ લોકોને સાથે લઇને ચાલી રહ્યાં છે. હવે તેમના સામર્થ્ય પર અમે નવા ભારતના સપનું સાકાર કરવાની તરફ આગળ વધી રહ્યાં છીએ.


વધુમાં વાંચો: અલીગઢમાં સપા નેતાની ગોળી મારી હત્યા, ઘટના સ્થળ પર પોલીસ હાજર


વિપક્ષિઓ પર સાધ્યું નિશાન
વિપક્ષિઓ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશના 40 કરોડથી વધારે શ્રમિક ભાઇ-બહેનોની આ પાર્ટિઓએ ક્યારે ચિંતા કરી નથી. શ્રમિકો અને ગરીબોને વોટબેંકમાં વહેંચી આ લોકોએ માત્ર તેમના અને તેમના પરિવારનો ફાયદો જ કરાવ્યો છે. તેમમે લોકોનું સંબોધન કરતા કહ્યું કે, પહેલી વખત દેશમાં કોઇ સરકારે ગરીબો અને શ્રમિકો વિશે વિચાર્યું છે. અમને તેમની ચિંતા છે, તેમનું જીવન સરળ બને તે માટે કામ કર્યું છે.


વધુમાં વાંચો: EXCLUSIVE: બાલાકોટ હુમલાના માત્ર 5 દિવસ બાદ ફરી સક્રિય થયો હતો મસૂદ અઝહર


પીએમ મોદીએ ગણાવ્યા સરકારના કામ
અમારી સરકાર હાલમાં જ પીએમ શ્રમ યોગી માનઘન યોજના લાવી છે. તેનાથી શ્રમિક સાથિઓને 60 વર્ષની ઉંમર બાદ 3 હજાર રૂપિયા સુધી પેન્શન મળશે. આ ઉપરાંત અમારી સરકારે ગરીબો માટે એક રૂપિયા પ્રતિ મહિનામાં બે લાખ રૂપિયાનો વીમો અને પ્રતિ દિવસ 90 પૈસામાં બે લાખનો વધુ એક વીમો આપવાનું જોગવાઈ કરી છે.


વધુમાં વાંચો: ગુજરાત સ્થાપના દિવસનો ખાસ કિસ્સો, મુંબઈથી ટ્રેનમાં આવ્યો ખાસ કાફલો અને સરસામાન


પીએમ મોદીએ કહ્યું કે, ‘હું દરેક ગરીબ વ્યક્તિના દુઃખને સમજી ગયો છું, તેણે તેના દુઃખને સાંભળ્યું છે, તેની બીમારી સમજી છે અને તેને તેના જીવનને જાણ્યું છે, એટલા માટે આયુષ્માન ભારત યોજનાથી હું ગરીબોની બીમારીથી લડી રહ્યો છું. ભાજપે મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત જોખમી બીમારીથી બચાવા માટે ટીકાકરણનું કદ વધાર્યું છે. તેમણે કહ્યું કે, આ યોજનાનો લાભ મોટા પાયે ગરીબ ભાઇ-બહેનોને થઇ રહ્યો છે.


વધુમાં વાંચો: મુંબઇ: વોટિંગ બાદ 23 કલાક ક્યાં ગાયબ હતા 223 EVM? અધિકારીઓનું મૌન


શું બોલ્યા સીએમ યોગી
સીએમ યોગીએ કહ્યું કે અયોધ્યા આજે વૈશ્વિક ઓળખની સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, પાંચ વર્ષમાં અયોધ્યાની તસવીર બદલાઇ ગઇ છે. ભાજપના વિકાસ કાર્યોની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, ભારતની આસ્થાનું સન્માન કેવીરીતે થવું જોઇએ. પ્રયાગરાજના કુંભને તમે જરૂર જોયો હશે. સીએમ યોગીએ કહ્યું કે, પીએમ મોદીએ દેશને આગળ વધાર્યો છે અને ફરી એક વખત દેશવાસી તેમને (પીએમ મોદી) જ તેમનો બહુમૂલ્ય મત આપી દેશના પીએમ બનાવશે. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામની પૈડીની ભવ્યતા આપવામાં આવી રહી છે. વિકાસ કાર્યો અટકાશે નહીં, પરંતુ ચાલતા રહેશે. તેમમે જય શ્રીરામના નારા સાથે ભાષણ સમાપ્ત કર્યું હતું.


વધુમાં વાંચો: આઝમ ખાન પર ચૂંટણી પંચે ફરી 48 કલાકનો પ્રતિબંધ લાદ્યો


બે લોકસભા ઉમેદવારો માટે કરશે સંયુક્ત જનસભા
પીએમ મોદી અયોધ્યાથી લગભગ 25 કિમી દૂર પર રેલી સંબોધીક કરશે. તે દરમિયાન 4થી 5 લાખથી વધારે સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓની અહીં હાજરી રહેશે. ફૈઝાબાદ (અયોધ્યા) લોકસભા ઉમેદવાર લલ્લૂ સિંહ અને આંબેડકર નગરના ઉમેદવાર મુકુટ બિહારી વર્માના સમર્થનમાં જનસભાનું સંબોધન કરશે. પ્રધાનમંત્રીની આ જનસભા બે જિલ્લાના ઉમેદવાર માટે સંયુક્ત જનસભા હશે.


જુઓ Live TV:-
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...