ગુજરાત સ્થાપના દિવસનો ખાસ કિસ્સો, મુંબઈથી ટ્રેનમાં આવ્યો ખાસ કાફલો અને સરસામાન

1960ના 1 મેના રોજ ગુજરાત 60મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આજે જે ગુજરાતની સમગ્ર વિશ્વમાં બોલબાલા છે, તે ગુજરાતને પ્રાપ્ત કરવા માટે અનેક લોકોએ બલિદાન આપ્યા, આંદોલનો કર્યા. સમૃદ્ધ વિકસીત કહેવાત ગુજરાતમાં આજે દરેક ગુજરાતી સ્વતંત્રતાના શ્વાસ લઈ રહ્યો છે, જેની પાછળ 67 વર્ષ પહેલા 2 કરોડ ગુજરાતીઓ તરફ જગાવવામાં આવેલી ચિનગારી છે, જે મહાગુજરાત આંદોલનના રૂપમાં જ્વાળા બની અને લાંબા સંઘર્ષ બાદ બૃહદમુંબઈ રાજ્યથી અલગ ગુજરાત બન્યું.  
ગુજરાત સ્થાપના દિવસનો ખાસ કિસ્સો, મુંબઈથી ટ્રેનમાં આવ્યો ખાસ કાફલો અને સરસામાન

દિપ્તી સાવંત/અમદાવાદ :1960ના 1 મેના રોજ ગુજરાત 60મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આજે જે ગુજરાતની સમગ્ર વિશ્વમાં બોલબાલા છે, તે ગુજરાતને પ્રાપ્ત કરવા માટે અનેક લોકોએ બલિદાન આપ્યા, આંદોલનો કર્યા. સમૃદ્ધ વિકસીત કહેવાત ગુજરાતમાં આજે દરેક ગુજરાતી સ્વતંત્રતાના શ્વાસ લઈ રહ્યો છે, જેની પાછળ 67 વર્ષ પહેલા 2 કરોડ ગુજરાતીઓ તરફ જગાવવામાં આવેલી ચિનગારી છે, જે મહાગુજરાત આંદોલનના રૂપમાં જ્વાળા બની અને લાંબા સંઘર્ષ બાદ બૃહદમુંબઈ રાજ્યથી અલગ ગુજરાત બન્યું.  

મહાગુજરાત આંદોલનથી લઈને ગુજરાતની સ્થાપના સુધીની દરેક વાત રોચક છે. જેમાં ખાસ કરીને મંત્રી મંડળની. આજના નેતાઓ જ્યાં એસી કાર વગર ક્યાંય જતા નથી, વૈભવી બંગલાનો મોહ છોડતા નથી, ત્યાં ગુજરાતના પ્રથમ મંત્રીમંડળની રચનાની વાત રોચક છે. આજે જ્યારે સરકાર રચાયા બાદ બહુ ઓછા લોકો જાણતા હશે કે, સાબરમતી આશ્રમમાં સ્વતંત્ર ગુજરાતના પ્રથમ મંત્રીમંડળે શપથ લીધા હતા.

સાબરમતી આશ્રમમાં શપથ સમારોહ
17 એપ્રિલ, 1960ના રોજ મુંબઈથી ખાસ ટ્રેનમાં સચિવાલય કર્મચારીઓ, સેંકડો ટાઈપરાઈટર્સ, કાગળના પાર્સલ વગેરેને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. 19 એપ્રિલના રોજ લોકસભાએ મુંબઈ રાજ્ય વિભાજનનું વિધાયક પાસ કર્યું હતું. 23 એપ્રિલના રોજ રાજ્યસભાએ તેને મંજૂરી આપી હતી. 25 એપ્રિલના રોજ ગુજરાતના મંત્રીમંડળની જાહેરાત થઈ હતી. આ દિવસે જ રાષ્ટ્રપતિએ વિધાયકને મંજૂરી આપી દીધી હતી. આંધ્ર પ્રદેશના મહેંદી નવાઝ જંગને રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. જ્યારે લોકસભાના પૃથકે ગુજરાતના પ્રસ્તાવને મંજુરી આપી, ત્યારે ઈન્દુલાલ યાજ્ઞિકે વીસનગરમાં મહાગુજરાત જનતા પરિષદની અંતિમ બેઠક બોલાવી હતી, અને તેને ભંગ કરી હતી. આ સમયે અનેક લોકોએ તેમને પરિષદના માધ્યમથી રાજનીતિમાં આવવાની વાત કહી હતી, પરંતુ તેમણે આ પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. 30 એપ્રિલના રોજ જીવરાજ મહેતા સરકારના સ્વાગત માટે અમદાવાદમાં લાલ દરવાજા સરદાર બાગમાં જનસભા યોજાઈ હતી.  આખરે 1 મે, 1960ના રોજ સાબરમતી સ્થિત ગાંધી આશ્રમમાં પ્રથમ મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા. 

મંત્રી મંડળમાં કેટલા મંત્રી હતા...
30 એપ્રિલ, 1960ની મધરાતે રવિશંકર મહારાજના આશીર્વાદ સાથે ગુજરાતનો જન્મ થયો. જેમનાં નામ મંત્રી તરીકે જાહેર થયાં હતાં. એ બધા મહાનુભાવો તા.28 એપ્રિલે ટ્રેન મારફતે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા. સચિવાલય એ સમયે અમદાવાદમાં હતું. પાંચ પ્રધાનો અને આઠ નાયબ મંત્રીઓ સાથે આખું મંત્રીમંડળ કુલ 14 સભ્યોનું હતું. ગુજરાતના ઇતિહાસનું આ નાનામાં નામું પ્રધાનમંડળ હતું. ગુજરાતનાં પ્રથમ પ્રધાનમંડળમાંથી કોઈ મંત્રી નીકળે તો ગાડીઓના કાફલા જોવા મળતા ન હતા. સલામતીવ્યવસ્થા પણ નહિંવત્ રહેતી. લોકો આસાનીથી પ્રધાનોને મળી શકતાં હતા. પાંચ કેબિનેટ પ્રધાનોમાંથી ત્રણ સૌરાષ્ટ્રના હતા અને 14માંથી બે મહિલા મંત્રી હતા. ગુજરાતના પ્રથમ મંત્રીમંડળે શપથ લીધા ત્યારે એ સમારોહનું આયોજન સાબરમતી આશ્રમમાં લીમડાનાં એક ઝાડ નીચે થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news