નવી દિલ્હી:  ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહાર બાદ પીડિતોના પરિવારોને મળવા જઈ રહેલા કોંગ્રેસના યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાને ત્યાં જતા પોલીસે રોકી દીધા છે. તેમને મિર્ઝાપુર અને વારાણસીની સરહદ પર રોકવામાં આવ્યાં છે. નારાજ પ્રિયંકા  ગાંધી સમર્થકો સાથે નારાયણપુરમાં ધરણા પર બેસી ગયા હતાં. પોલીસે તેમને ધરણા પર બેસતા રોક્યાં અને પછી તેમને પોતાની સાથે ચુનારના ગેસ્ટ હાઉસ લઈને ગઈ.  સમાચાર એજન્સી એએનઆઈ મુજબ પ્રિયંકા ગાંધીએ પોતાને અટકાયતમાં લીધા હોવાની વાત કરી છે. જો કે બીજી બાજુ ડીજીપી ઓપી સિંહે પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લીધા હોવાની વાતનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે પ્રિયંકાને ફક્ત સોનભદ્ર જતા રોકવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે સોનભદ્રમાં જમીન વિવાદમાં 10 લોકોની હત્યા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસમાં પણ પ્રિયંકા ગાંધી કોંગ્રેસ કાર્યકરો સાથે ધરણા પર બેસી ગયા છે. તેમનું કહેવું છે કે તેઓ સોનભદ્ર જરૂર જશે અને ત્યાં ઘટનાના પીડિતોને પણ મળશે. આ અગાઉ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોનભદ્ર ઘટનામાં ઘાયલ લોકોને બીએચયુ ટ્રોમા સેન્ટરમાં જઈને હાલચાલ પૂછ્યા હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...