કર્ણાટક પહેલા દક્ષિણ આફ્રિકામાં વપરાયું હતું EVM? EC એ આપ્યો જવાબ
કોંગ્રેસના આરોપ પર હવે ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. જાણો શું કહ્યું?
કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી ઈવીએમ મશીનો વિશે સવાલ ઊભા કર્યા છે. મતદાનના બે દિવસ પહેલા એટલે કે 8મી મેના રોજ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આ ચૂંટણી પહેલ ઈવીએમનો દક્ષિણ આફ્રિકામાં ઉપયોગ થયો હતો. જેના પર ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. આયોગે પત્ર લખીને દાવો કર્યો છે કે ન તો ઈવીએમ આફ્રિકા મોકલવામાં આવી કે ન તો દક્ષિણ આફ્રિકા ઈવીએમનો ઉપયોગ કરે છે.
Latest Updates
કર્ણાટકમાં એક્ઝિટ પોલમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત, ભાજપે અપાવી 2018ની યાદ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ એક્ઝિટ પોલ આવતા જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ કાં તો મોટી પાર્ટી બનીને સામે આવી છે અને કાં તો પૂર્ણ બહુમત મળતું દેખાય છે. જો કે આ અંગે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ એમ પણ કહ્યું કે પહેલા પણ એક્ઝિટ પોલ કોંગ્રેસને જીતાડતા રહ્યા હતા. પરંતુ તે વખતે પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી અને આ વખતે પણ એક્ઝિટ પોલ ખોટા સાબિત થવા જઈ રહ્યા છે. ભાજપ પૂર્ણ બહુમતથી સરકાર બનાવશે. ગત વત વખતે પણ તમામ એક્ઝિટ પોલમાં ભાજપને 82 અને કોંગ્રેસને 107 બેઠકો દેખાડી હતી. પરંતુ જ્યારે પરિણામ આવ્યું તો ઉલ્ટું થયું. અમને 104 બેઠકો મળી અને તેમને 80 તો એ સ્પષ્ટ છે કે અમે બહુમત મેળવવા જઈ રહ્યા છીએ.એક્ઝિટ પોલ બાદ કોંગ્રેસ ઉત્સાહમાં
કર્ણાટકમાં કોની સરકાર બનશે તેનો નિર્ણય આવતી કાલે થશે પરંતુ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને લીડ મળતી જોયા બાદ કોંગ્રેસ અતિ ઉત્સાહમાં છે. દિલ્હીથી લઈને બેંગ્લુરુ સુધી કોંગ્રેસના તમામ નેતાઓ પૂર્ણ બહુમતની સરકાર બનાવવા માટે દમ ભરી રહ્યા છે. જ્યારે ભાજપના નેતાઓ એક્ઝિટ પોલ ખોટા હોવાનો દાવો કરી રહ્યા છે.ડી કે શિવકુમારનો મોટો દાવો, કર્ણાટકમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત
કોંગ્રેસના નેતા ડી કે શિવકુમારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી બહુમત મેળવશે અને સરકાર બનાવશે. કિન્તુ કે પરંતુનો તો કોઈ સવાલ જ નથી. અમારી પાસે ઈન્ટરનલ એસેસમેન્ટ છે. કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે. જેડીએસ શું બોલે છે તેના પર પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. જેડીએસ કિંગમેકર નહીં હોય.