જોધપુર : જોધપુર કોર્ટે આજે ઐતિહાસિક ચૂકાદો આપતાં આસારામને બળાત્કારી માન્યા છે. આ અંગે સજા સંભળાવવાની બાકી છે ત્યારે પીડિતાના પિતાએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે, કોર્ટે અમને ન્યાય આપ્યો છે અને આસારામને કડકમાં કડક સજા થવી જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસારામ છે બળાત્કારી, કોર્ટે માન્યું


જોધપુર સેન્ટ્રલ જેલમાં ઉભી કરાયેલ એસસી એસટી વિશેષ કોર્ટે સગીરા પરના બળાત્કાર કેસમાં કોર્ટે આસારામને દોષી કરાર આપ્યો છે. આસારામ ઉપરાંત શિલ્પી અને શરદચંદ્રને પણ દોષી જાહેર કર્યા છે જ્યારે શિવા અને પ્રકાશને નિર્દોષ જાહેર કર્યા છે. જોધપુર સેન્ટ્રલ જેલની અંદર બનેલી વિશેષ કોર્ટના જજ મધુસુદન શર્માએ ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો હતો. જોધપુર સેન્ટ્રલ જેલમાં આસારામ છેલ્લા ચાર વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં બંધ છે. 


 



આસારામને દોષી કરાર આપ્યા બાદ પીડિતાના પિતાએ કહ્યું કે, કોર્ટેમાંથી અમને ન્યાય મળ્યો છે. આસારામને કડકમાં કડક સજા થવી જોઇએ. કોર્ટે દ્વારા દોષી કરાર આપ્યા બાદ આસારામના પ્રવક્તા નીલમ દૂબેએ કહ્યું કે, અમે અમારી લીગલ ટીમ સાથે ચર્ચા કરીશું અને આગળના પગલા અંગે વિચારીશું. અમને ન્યાય પાલિકા પર ભરોસો છે.