EXCLUSIVE:યુપીમાં વિજયાદશમી અને મહોર્રમ એકસાથે ઉજવાય છે, બંગાળમાં લાગે છે પ્રતિબંધ
Zee News સાથેની ખાસ વાતચીતમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા
વારાણસી : લોકસભા ચૂંટણી 2019નું પરિણામ આવવામાં હવે બે અઠવાડીયા જેટલો જ સમય બાકી છે. છઠ્ઠા તબક્કા માટે રવિવારે મતદાન કરવામાં આવશે. આ અગાઉ ZEE News સાથેની વાતચીતમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, પોતાને એક્સિડેન્ટલ હિંદુ ગણાવનારા લોકો હવે મંદિરોની મુસાફરી કરી રહ્યા છે.
હાથના કર્યા હૈયે વાગે: આતંકવાદના એક્સપોર્ટર પાકિસ્તાનમાં 26/11 જેવો હુમલો
Zee Newsના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીને આપેલા ઇન્ટરવ્યુમાં યોગીએ કહ્યું કે, યુપીમાં અમેઠી અને રાયબરેલી સૌથી પછાત જિલ્લાઓ પૈકી એક છે. મુખ્યમંત્રી યોગીએ યુપીમાં પોતાની પાર્ટીની જીત મુદ્દે પણ દાવો કર્યો. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, આ પહેલીવખત છે જ્યારે દેશમાં કોઇ પણ ઉમેદવાર અંગે નથી પુછી રહ્યું. આ ચૂંટણી દેશની જનતા લડી રહી છે. મોદીજીએ દેશમાં જાદીવાદની રાજનીતિને વિકાસ સાથે જોડી છે.
અલવર ગેંગરેપની ઘટના મુદ્દે એવોર્ડ વાપસી ગેંગ હજી સુધી ચુપ કેમ: PM મોદીનો કટાક્ષ
તૃષ્ટીકરણની રાજનીતિ બંધ થઇ
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, મોદીજીએ સતા સંભાળી છે ત્યારથી દેશમાં તૃષ્ટીકરણની રાજનીતિ બંધ થઇ છે. જે લોકો પોતાને એક્સીડેન્ટલ હિંદુ ગણાવતા હતા, તેમની ચોથી પેઢી હવે મંદિર મંદિર ફરી રહી છે. આ લોકો તો રામ કૃષ્ણના અસ્તિત્વ અંગે પણ સવાલ ઉઠાવે છે. ટાઇમ મેગેઝીનમાં વડાપ્રધાન મોદી પર લખાયેલ લેખ અંગે સીએમ યોગીએ કહ્યું કે, આ એવા લોકો છે, જેમને દેશની ઓળખ નથી. તેઓ પોતાનાં એજન્ડાને આગળ વધારી રહ્યા છે. દેશમાં 100 લાખ કરોડનું રોકાણ આવ્યું છે. ઉજ્વલા યોજનામાં મહિલાને ગેસ કનેક્શન મળી રહ્યા છે. ગરીબોને ઘર મળી રહ્યા છે. આઝાદી બાદ પહેલીવાર કોઇ સરકારે આટલું કામ કર્યું છે.
કોંગ્રેસ પોતે જ સર્વનાશી, તેને હરાવવા માટે નિવેદનો જ પુરતા છે: શિવરાજ
પહેલી જ ચૂંટણીમાં એક ગામમાં મળ્યા હતા માત્ર 3 મત
યોગી આદિત્યનાથે જણાવ્યું કે, વિજળીની એક આમ આદમીના જીવનમાં કેટલું મહત્વ છે, હું જાણુ છું. મને 1998 પહેલા ચૂંટણીમાં એક ગામમાં માત્ર 3 મત મળ્યા હતા. જ્યારે મે ગામનાં લોકો પાસેથી કારણ જાણ્યું તો ખબર પડી કે ગામના લોકો એક જાતી વિશેષનાં ઉમેદવારને જ મત આપતા હતા. તેમણે સૌથી મોટી સમસ્યા મને વિજળીની ગણાવી હતી.
કોંગ્રેસે 10 વર્ષ બર્બાદ કર્યા, પરંતુ તેમને જરા પણ અફસોસ નથી: વડાપ્રધાન મોદી
અમે કુંભ જેવું આયોજન પણ સફળતાપુર્વક કર્યું
અમે યુપીમાં મહાકુંભ જેવું આયોજન સફળતાપૂર્વક કરી દેખાડ્યું. ગત્ત જે પણ આયોજન થઇ તેમાં કેવી અવ્યવસ્થા હતી, તે તમામ જાણે છે. ગત્ત કુંભમાં જ્યારે મોરેશિયસના વડાપ્રધાન આવ્યા હતા, સ્નાન કરવા માટે, પરંતુ ગંદકી અને અવ્યવસ્થા જોઇને તેઓ કુંભનું આચમન કરવા માટે પણ રોકાયા નહોતા. તે જ વડાપ્રધાન આ વખતે આવ્યા ત્યારે તેમનો ન્હાવાનો પ્રોગ્રામ હતો જ નહી કારણ કે તેઓ વિચારતા હતા ગત વખત જેવી જ અવ્યવસ્થા હશે પરંતુ જ્યારે આવ્યા અને જોયું તો તેઓ પોતાની જાતને કુંભ સ્નાન કરતા રોકી શક્યા નહી. તેઓએ સ્નાન કર્યું સાથે વ્યવસ્થાના પણ ખુબ જ વખાણ કર્યા.
ભાઇ બહેન બંન્ને વિકાસ મુદ્દે અમારા કાર્યકર્તા સાથે ચર્ચા માટે સમર્થ નહી: ગિરિરાજસિંહ
પ્રિયંકા ગાંધી વાડ્રા અમારા માટે પડકાર નહી કારણ કે...
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, યુપીમાં પ્રિયંકા જી અમારા માટે કોઇ પડકાર નથી. કારણ કે તેઓ 2014 અને 2017માં પણ આ પ્રચાર કરી ચુકી છે. 2017માં પણ આ પ્રચાર કરી ચુક્યા છે. 2017માં તો તેમણે જોડી પણ બનાવી હતી. આ વિડંબના છે કે કોંગ્રેસ જે ક્યારે સૌથી મોટી પાર્ટી હતી, તે આજે મતકાપતી પાર્ટી બની ચુકી છે.
સિદ્ધુએ PMને કહ્યા 'કાળા અંગ્રેજ', ભાજપે કહ્યું ઇટાલિયન રંગ પર આટલુ અભિમાન સારુ નહી
મારા પ્રદેશમાં કોઇ સાથે કોઇ વેર નહી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, મારા પ્રદેશમાં કોઇ વેર નથી, 2 વર્ષમાં કોઇ તોફાન નથી થયા. કોઇ યોજનામાં એવો આરોપ નથી લાગ્યો કે જેમાં કહેવામાં આવ્યું કે, મે કોઇને લાભ પહોંચાડ્યો હોય. એક સાથે તમામ તહેવાર થઇ રહ્યા છે. કોઇ અપ્રિય ઘટના પણ નથી થઇ.