Bihar Election: નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી નહીં લડે LJP, ભાજપ સાથે રહેશે ગઠબંધન!
લોકજન શક્તિ પાર્ટીએ બેઠકમાં નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં લોજપા-ભાજપા સરકારનો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થી ગઈ છે. પરંતુ હજુ સુધી એનડીએ ગઠબંધન વચ્ચે સીટોની વહેંચણી થઈ શકી નથી. લોક જનશક્તિ પાર્ટી સીટ વહેંચણીને લઈને સતત દબાવ બનાવી રહી છે, પરંતુ તેને સફળતા ન મળતા હવે એનડીએથી અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે. આજે યોજાયેલી પાર્ટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, એલજેપી નીતીશ કુમારની આગેવાનીમાં એનડીએ સાથે મળીને ચૂંટણી લડશે નહીં. ચૂંટણી પહેલા એનડીએમાં ફૂટ પડી છે.
લોક જનશક્તિ પાર્ટીએ રવિવારે નિર્ણય લીધો કે પાર્ટી એનડીએ ગઠબંધન તરફથી નીતીશ કુમારની આગેવાનીમાં વિધાનસભા ચૂંટણી લડશે નહીં. પાર્ટી 'બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ' નારાની સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. પરંતુ પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે.
કોરોના વેક્સિન પર મોટા સમાચાર- જુલાઈ 2021 સુધી દેશમાં 25 કરોડ લોકોને રસી ઉપલબ્ધ કરાવશે સરકાર
રાજ્યમાં તૂટી શકે છે એલજેપીનું એનડીએ સાથે ગઠબંધન
ભાજપે પહેલા જ જાહેરાત કરી હતી કે એનડીએ બિહાર ચૂંટણી મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં લડશે. તેવામાં રાજ્યમાં એલજેપીનું એનડીએ સાથે ગઠબંધન તૂટી શકે છે. પરંતુ કેન્દ્રમાં ભાજપની સાથે ગઠબંધન યથાવત રહી શકે છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોને અંતિમ રૂપ આપવા માટે આજે સાંજે બેઠક કરી રહી છે. બિહાર ચૂંટણી માટે 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન થશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube