કોરોના વેક્સિન પર મોટા સમાચાર- જુલાઈ 2021 સુધી દેશમાં 25 કરોડ લોકોને રસી ઉપલબ્ધ કરાવશે સરકાર


સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સંડે સંવાદ કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે, અમારી સરકાર તે નક્કી કરવા માટે 24 કલાક કામ કરી રહી છે કે કોરોના વેક્સિન તૈયાર થયા બાદ તેનું સમાન વિતરણ કરે.

કોરોના વેક્સિન પર મોટા સમાચાર- જુલાઈ 2021 સુધી દેશમાં 25 કરોડ લોકોને રસી ઉપલબ્ધ કરાવશે સરકાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ વચ્ચે વેક્સિનને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યુ કે, સરકાર, જુલાઈ 2021 સુધી દેશમાં 25 કરોડ લોકોને કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવશે. તેમણે આ વાત આજે સંડે કાર્યક્રમ દરમિયાન કહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સરકારનું લક્ષ્ય, જુલાઈ 2021 સુધી 25 કરોડ લોકોને વેક્સિન ઉપલબ્ધ કરાવવાનું છે. તેમણે સાથે કહ્યું કે, સરકારને કોરોના વેક્સિનના 400થી 500 કરોડ ડોઝ પ્રાપ્ત થશે અને તેમાંથી આગામી વર્ષે જુલાઈ સુધી 25 કરોડ લોકોના ડોઝનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સંડે સંવાદ કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે, અમારી સરકાર તે નક્કી કરવા માટે 24 કલાક કામ કરી રહી છે કે કોરોના વેક્સિન તૈયાર થયા બાદ તેનું સમાન વિતરણ કરે. સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યું કે, અમારી પ્રાથમિકતા તે છે કે દેશના પ્રત્યેક વ્યક્તિ માટે વેક્સિન કઈ રીતે ઉપલબ્ધ થાય. તેમણે કહ્યું કે, કોરોના વેક્સિનના બધા પાસામાં એક ઉચ્ચ-સ્તરીય નિષ્ણાંત એકમ છે. 

તેમણે સાથે કહ્યું કે, અમારૂ મોટુ અનુમાન અને લક્ષ્ય છે કે જુલાઈ 2021 સુધી લગભગ 25 કરોડ લોકોને કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવે. સરકારે કહ્યું કે, તે કુલ 400થી 500 કરોડ ડોઝ પ્રાપ્ત કરશે અને તેનો ઉપયોગ લોકોની સારવારમાં કરશે. 

ભારતમાં હાલ ત્રણ વેક્સિનની ટ્રાયલ જારી
દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીનો કેર ઝડપથી વધી રહ્યો છે, તેની સાથે કોરોનાની રસી શોધવામાં પણ ઝડપ આવી છે. ભારતમાં કોરોનાની વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. દેશમાં હાલ ત્રણ રસી પર કામ ચાલે છે. તેમાં ભારત બાયોટેક-આઈસીએમઆરની કોવૈક્સિન (Covaxin), ઝાયડસ કેડિલાની ઝાઇકોવ-ડી અને ઓક્સફોર્ડની કોરોના વેક્સિન છે. ભારતમાં મોટા પાયે અલગ-અલગ કોરોનાની ટ્રાયલ ચાલી રહી છે. 

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન ફેઝ 3 ટ્રાયલ ચાલી રહી છે. બાકી બે વેક્સિન ટ્રાયલ અલગ-અલગ તબક્કામાં છે. આ વચ્ચે ફાર્મા કંપની ડો રેડ્ડી લેબોરેટરીઝે જણાવ્યું કે, રૂસમાં અંતિમ તબક્કાની ટ્રાયલ થયા બાદ અને પછી રેગુલેટરી અપ્રૂવલ મળ્યા બાદ તે રશિયાની વેક્સિનને ભારતમાં ડિસ્ટ્રીબ્યૂશન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news