જો કોઇ લોકડાઉનનું ઉલ્લંઘન કરશો તો આ કલમો આધારે થઇ શકે છે કેસ
દેશમાં કોરોના વાયરસની મહામારીની વધતા જતા પ્રકોપને જોતા 22 રાજ્યના 82 જિલ્લાઓને સંપૂર્ણપણે 31 માર્ચ સુધી બંધ કરી દીધા છે. જેમાં યૂપીના 15 જિલ્લાઓમાં 25 માર્ચ સુધી બંધ રહેશે, જ્યારે ત્રણ રાજ્યોમાં આંશિક બંધની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારીની વધતા જતા પ્રકોપને જોતા 22 રાજ્યના 82 જિલ્લાઓને સંપૂર્ણપણે 31 માર્ચ સુધી બંધ કરી દીધા છે. જેમાં યૂપીના 15 જિલ્લાઓમાં 25 માર્ચ સુધી બંધ રહેશે, જ્યારે ત્રણ રાજ્યોમાં આંશિક બંધની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન છતાં પણ લોકોનું ઘરમાંથી બહાર નિકળવાનું ચાલી રહ્યું છે. પરંતુ કદાચ એવા લોકોને ખબર નથી કે લોકડાઉન તોડવા એટલે કે આ નિયમનું ઉલ્લંઘન કરવા પર સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના સમાચાર આવી રહ્યા છે, બોર્ડર એરિયા પર લોકો છતાં બીજા રાજ્યોમાં જવાનો પ્રયત્ન કોશિશ કરી રહ્યા છે. જ્યારે લોકડાઉનમાં કેટલાક લોકોને છૂટની જરૂર મળે છે. તેના લીધે પીએમ નરેન્દ્ર મોદીએ તમામ રાજ્ય સરકારોએ લોકડાઉનને સખતાઇ પૂર્વક પાલન કરવા માટે કહ્યું.
જનતા કર્ફ્યૂ બાદ લોકડાઉનની સ્થિતિ પર પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે, ''લોકડાઉનને અત્યારે પણ ઘણા લોકો ગંભીરતાથી લઇ રહ્યા નથી. કૃપિયા કરીને પોતાને બચાવો, પોતાના પરિવારને બચાવો, નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને અનુરોધ છે કે તે નિયમો અને કાનૂનની સખતાઇથી પાલન કરાવો.''
જો કોઇ વહીવટીતંત્રના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરે છે તો તેના વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. તેમાં આઇપીસીની ઘણી કલમોમાં તેમના વિરૂદ્ધ કાર્યવાહી થઇ શકે છે.
- IPC ની કલમ 188 હેઠળ જિલ્લા અધિકારી કાર્યવાહી કરી શકે છે.
- જો કોઇ વ્યક્તિ પોતાનો કોરોના પોઝિટિવ હોવાની જાણકારી છુપાવે છે તો તેનાપર કનિકા કપૂર જેવી એફઆઇઆર પણ થઇ શકે છે IPCની કલમ 269 અને 270 હેઠળ પણ કાર્યવાહી થઇ શકે છે.
- સરકારી આંકડાના અનુસાર દેશમાં અત્યાર સુધી કોરોનાથી પીડિત 430 કેસ આવી શકે છે. તેમાંથી 41 વિદેશી છે જ્યારે દેશમાં 8 લોકોના મોત થયા છે. આ મહામારીથીબચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો જનહિતમાં સખતમાં સખત નિર્ણયો લેવામાં પાછી પાની નહી કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube