લોકડાઉન

AHMEDABAD માં લોકડાઉનમાં પણ ધમધમતો હતો હુક્કાબાર પોલીસે પાડ્યો દરોડો અને...

* હુક્કાબાર પર પોલીસના દરોડા
* ઘણા વર્ષો બાદ શહેરમાં શરુ થયું હતું હુક્કાબાર
* સરખેજ જુહાપુરા નજીક આવેલી સોસાયટીમ ચાલતું હતું હુક્કાબાર
* સાત જેટલા નબીરાઓની વેજલપુર પોલીસે કરી છે ધરપકડ

Apr 30, 2021, 07:33 PM IST

ઇનામદારનું ઇમાનદાર નિવેદન: સંવેદનશીલ મુખ્યમંત્રી લોકડાઉન અંગે વિચારે, ઇન્જેક્શન લોકો બ્લેકમાં ખરીદવા મજબુર

જિલ્લાના સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવર જથ્થો પુરો પાડવાનીમાંગ કરી છે. વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજન પુરવઠ્ઠો બંધ કરી દીધો છે. આ નિર્ણય પરત ખેંચવા માટેની માંગ કરી છે. આ ઉપરાંત રેમડેસિવિર અને ટોસિલિઝુમેમબ નામના બે ઇન્જેક્શનની કાળા બજારી બંધ કરવા માટેની રજુઆત પણ સરકારમાં કરી છે. 

Apr 26, 2021, 05:48 PM IST

VADODARA માં લોકડાઉનનાં કારણે નોકરી ગુમાવી, હવે સ્મશાનમાં જ રહીને કરે છે લોકોની સેવા

શહેરનું એક એવું પરિવાર કે જે સ્મશાનને પોતાનું ઘર માનીને છેલ્લા એક વર્ષથી સ્મશાનમાં રહીને કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ વિધિની તમામ જવાબદારી ઉઠાવી રહ્યું છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ વડોદરામાં રહેતા કનૈયાલાલ સિર્કે કલર કામનો વ્યવસાય કરતા હતા, પરંતુ લોકડાઉનના કારણે રોજગારી ગુમાવતા તેમને આમતેમ ભટકીને જીવન ગુજારવાનો વારો આવ્યો હતો. છેવટે કોઈ સહારો ન મળતા તેમને પોતાના પરિવાર સાથે સ્મશાન રહેવાનું નક્કી કર્યું.

Apr 20, 2021, 10:32 PM IST

પાલનપુરમાં 23 તારીખથી સ્વૈચ્છિક લોકડાઉન, પ્રાંત અધિકારીને મળ્યા બાદ વેપારીઓનો નિર્ણય

બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુરમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ તેજીથી વધતા પાલનપુરના વેપારીઓ દ્વારા આજથી 22 એપ્રિલ સુધી 4 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવાનો અને 23 થી 27 એપ્રિલ સુધી લોકડાઉન રાખવાનો નિર્ણય કરાતાં આજે વેપારીઓએ 4 વાગ્યે દુકાનો બંધ રાખીને સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો.

Apr 20, 2021, 07:10 PM IST

Dy.CMની RTPCR ટેસ્ટની કિંમત અંગે મોટી જાહેરાત, લોકડાઉન અંગે આપ્યો ગોળગોળ જવાબ

ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે. 1 કરોડ 59 લાખ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રકારે આરટીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ ખુબ જ મોટી સંખ્યામાં નાગિરકોની જ્યારે ઇચ્છા થાય ત્યારે સરકારી આયોજન અનુસાર કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા સરકારી ખર્ચે કરવામાં આવ્યું છે. સરકારી લેબોરેટરિમાં તેનું ટેસ્ટિંગ કરી 24-30 કલાકની અંદર તેનો રિપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

Apr 19, 2021, 06:13 PM IST

કોરોનાના પ્રથમ વેવમાં બચીને રહેલા અમરેલીના એક સાથે 12 ગામો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. કોઇ પણ ગામ કે શહેર એવું નથી જ્યાં કોરોનાનો હાહાકાર ન હોય. પરંતુ જ્યારે કોરોનાનો પ્રથમ વેવ આવ્યો ત્યારે કોરોનાથી બચવામાં ખુબ જ સફળ રહેલા અમરેલીના વહીવટી તંત્રના સરકારે પણ વખાણ કર્યા હતા. જો કે બીજા વેવમાં વહીવટી તંત્રની તમામ કામગીરી કોરોનાના બીજા વેવ સામે નિષ્ફળ સાબિત થઇ રહી છે. કોરોનામાં પણ બીજા વેવમાં કોરોનાના ખુબ જ મોટા પ્રમાણમાં કેસો સામે આવી રહ્યા છે. જેના કારણે સ્થિતી ખુબ જ વિપરિત બની છે. 

Apr 19, 2021, 04:32 PM IST

તંત્રની ઉદાસીનતાથી જનતા સ્વૈચ્છિક લૉકડાઉન તરફ: અમદાવાદના આ વિસ્તારોમાં સજ્જડ લૉકડાઉન

સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની પગલે હાહાકાર મચ્યો છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં શહેરીજનોએ સ્વૈચ્છિક કરવાનું જાણે મન બનાવી લીધું હોય અને કોરોનાની ચેઇન તોડવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. તાજેતરમાં જ 9 હજાર જેટલો આંકડો સંક્રમિત કેસોનો પહોંચ્યો છે. ત્યારે રવિવારથી આવનારા પાંચ દિવસો સુધી નિકોલ-નરોડા વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધ પાડવા માટે અનેક સામાજીક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા પહેલ કરવામાં આવી છે. જેના કારણે હવે જીવન જરૂરી વસ્તુઓની જ દુકાનો ખુલ્લી રહેશે. 

Apr 18, 2021, 06:47 PM IST

SURAT: એક તો સંક્રમણ અને ઉપરથી Lockdown નો ડર, પરપ્રાંતીઓની ફરી હિજરત શરૂ

શહેરમાં જે પ્રકારે કોરોના મહામારી ફેલાઇ રહી છે તેના કારણે અનેક પ્રકારના પ્રતિબંધો તંત્ર દ્વારા લગાવી દેવાયા છે. આ ઉપરાંત કોરોનાના કેસ પણ ખુબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જેના કારણે એક પછી એક બેડ પણ ફુલ થઇ રહ્યા છે. ધંધા ઉદ્યોગો પણ પ્રતિબંધોના કારણે અડધી કેપિસિટી સાથે ચાલી રહ્યા છે. તેવામાં હવે શ્રમજીવીઓ ફરી એકવાર વતનની વાટ પકડી રહ્યા છે. સુરતથી મોટા પ્રમાણમાં લોકો પોતાના વતન તરફ હિજરત કરવાનું શરૂ કરીદીધું છે. જેના કારણે હાલ સુરતમાં પરપ્રાંતિય લોકોની હિજરત મોટા પ્રમાણમાં શરૂ થઇ ચુકી છે. 

Apr 13, 2021, 10:44 PM IST

મુખ્યમંત્રી રૂપાણીના દીકરાના ફેક ન્યૂઝ વાયરલ થતા જ આપવો પડ્યો મોટો ખુલાસો

મે મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રનું લગ્ન હોવાના કારણે સરકારે લોકડાઉન કર્યું નથી. આ મેસેજ વાયુવેગે સમગ્ર રાજ્યમાં ફરી વળતાં આખરે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ટ્વિટ કરવાની ફરજ પડી હતી. મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કરવો પડ્યો હતો, આ સમાચાર ફેક છે. તેથી આ વાત પર ધ્યાન આપવું નહિ. ફેક ન્યૂઝ (fake news) માં લોકોએ મુખ્યમંત્રીના પરિવારને પણ છોડ્યા નથી. 

Apr 8, 2021, 08:25 AM IST

GUJARAT: ગુજરાતના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ

હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો છે. કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે પ્રકારે આજે સમગ્ર દેશમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા એવું લાગે છે કે, હજુ પણ કેસ વધશે. પરંતુ તેનાથી આપણે ડરવાની જરૂર નથી. 

Apr 6, 2021, 09:35 PM IST

‘લોકડાઉન શબ્દથી ડર લાગે છે, હવે આવશે તો મરી જઈશું...’ વેપારીઓમાં ફેલાયો ફફડાટ

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. પરિસ્થિતિ વણસી જઈ રહી છે ત્યારે આ અંગે હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી છે. હાઈકોર્ટે (gujarat highcourt) ગુજરાત સરકારને નિર્દેશ આપતા કહ્યું કે, ગુજરાતમાં લોકડાઉન અથવા કરફ્યૂ (curfew) લાવવો જોઈએ. સરકાર આજની તારીખમાં પગલાં લે. ત્યારે હાઈકોર્ટના આ નિર્દેશથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે સૌથી વધુ ફફડાટ વેપારીઓમાં ફેલાયો છે. ત્યારે ઝી 24 કલાકે લોકડાઉન (lockdown) કે કરફ્યૂ અંગે લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. 

Apr 6, 2021, 03:52 PM IST

ગુજરાતમાં 3-4 દિવસનું લોકડાઉન લગાવવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ, કહ્યું-કોરોનાની ચેઈન તોડવી જરૂરી છે

  • ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા
  • જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે
  • કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા

Apr 6, 2021, 01:05 PM IST

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ થશે લોકડાઉન? Vadodara માં નીતિન પટેલે આપ્યું મોટુ નિવેદન

સમગ્ર રાજ્યમાં સતત કથળી રહેલી કોરોનાની સ્થિતી વચ્ચે રાજ્યનાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી. વડોદરામાં વણસી રહેલી પરિસ્થિતી અંગેનો તામ મેળવ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની પ્રેસ કોંફરન્સ આયોજીત થઇ હતી. 10 દિવસથી રાજ્ય તેમજ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પણ બીજા તબક્કામાં કેસોમાં વધારો થઇ રહ્યો છે.

Apr 3, 2021, 07:21 PM IST

AHMEDABAD: પહેલાથી માંદો પડેલો ટ્રાવેલ્સ ઉદ્યોગ થોડી થોડી વારે થતા લોકડાઉનથી પરેશાન

રાત્રે 10 વાગ્યા બાદ બસોને શહેરમાં પ્રવેશ ન મળવાને કારણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સની ચિંતા વધી છે. શ્રીનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓપરેશન મેનેજર ચિરાગ રાવલે સરકારના નિર્ણયને આવકાર્યો તો છે પરંતુ તેમને ખાસ સુવિધા મળે તે અંગે માંગ કરી છે. જો કે સરકારને અપીલ કરી કે પ્લેન અને ટ્રેનની જેમ તમામ બસ ઓપરેટર્સને પણ સગવડ મળે એ જરૂરી છે. રાત્રે 10 વાગ્યા બાદ 500 જેટલી બસોનું અમદાવાદમાં આવાગમન થતું હોય છે ત્યારે તમામ પેસેન્જરોની મુશ્કેલી વધશે. 

Mar 16, 2021, 06:21 PM IST

કોરોનાના નવા સ્ટ્રેનની દહેશત: બ્રિટન અને આ દેશમાં સ્થિતિ વણસી, તાબડતોબ Lockdown લાગુ 

કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ ઝડપથી વધેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને બ્રિટને આખા ઈંગ્લેન્ડમાં લોકડાઉન (Lockdown) લગાવી દીધુ છે.

Jan 5, 2021, 08:49 AM IST

Barack Obama પુત્રી માલિયાના બોયફ્રેન્ડથી ભારે હેરાન પરેશાન, જાણો શું છે કારણ

 ઓબામાની મોટી પુત્રીનું નામ માલિયા છે. તેની ઉંમર 22 વર્ષ છે. 

Dec 20, 2020, 06:17 AM IST

આ ટેણકીએ 58 મિનીટમાં બનાવી 46 ડિશ, લોકડાઉનમાં મમ્મી પાસેથી શીખી રસોઈની કલા

કોરોના વાયરસમાં લોકડાઉનને પગલે બાળકોનું સ્કૂલ જવું લાંબા સમયથી બંધ થઈ ગયું છે. આ મહામારીને પગલે બાળકો ઘરમાંથી જ ઓનલાઈન સ્કૂલનો અભ્યાસ કરવો પડી રહ્યો છે. જો, ભારતીય બાળકોની વાત કરીએ તો આ લોકડાઉનના સમયમાં બાળકોએ ઘરમાં રહીને અનેક નવી બાબતો શીખી છે. અદભૂત કામ કર્યાં છે. ભારતના તમિલાનાડુમાં રહેનારી એક બાળકીએ લોકડાઉનમાં કંઈક એવું કર્યું, જેને પગલે તેનું નામ રેકોર્ડ બૂકમાં નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે આ બાળકીએ ચેન્નઈમાં 58 મિનિટમાં 46 ડિશ તૈયાર કરીને પોતાનું નામ યુનિકો બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાવ્યું છે. આ પહેલા કેરળની એક 10 વર્ષની બાળકીએ 1 કલાકમાં 33 ડિશ બનાવી હતી. 

Dec 16, 2020, 11:39 AM IST

IIT Madras માં ફૂટ્યો કોરોના બોમ્બ, લેબ-લાઈબ્રેરી બધુ બંધ, કેમ્પસમાં લોકડાઉન

સ્વાસ્થ્ય સચિવ જે. રાધાકૃષ્ણનનું કહેવું છે કે સ્વાસ્થ્ય અધિકારી આઈઆઈટી મદ્રાસ કેમ્પસમાં ફેલાયેલા કોરોના સંક્રમણ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે કોમન મેસ સંક્રમણનું મુખ્ય કારણ છે.

Dec 14, 2020, 04:02 PM IST

માંડ ક્રિકેટ રમવાનું સપનુ પૂરુ થતુ દેખાયું, ત્યાં લોકડાઉન આવ્યું... બેકારીમાં વ્હીલચેર ખરીદવા પણ રૂપિયા નથી

બંન્ને પગે દિવ્યાંગ હોવાથી ક્યારેય ક્રિકેટ રમી ન શક્યો. પરંતુ તેનો આ શોખ યુવાનીકાળમાં પૂરો થયો. વ્હીલચેર ક્રિકેટ અંગે સમજણ મેળવીને આ યુવકે એવી પ્રેક્ટિસ કરી કે, તે આજે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમમાં તેની પસંદગી થઈ છે

Dec 6, 2020, 10:24 AM IST

રાજકોટ: મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી પણ હું મરવા માંગુ છું કહી યુવાનનો આપઘાત

રૈયા રોડ પર રહેતા તેજસ જયેશભાઇ ચુડાસમાએ શુક્રવારે મોડી સાંજે મોરબી રોડ પર આવેલા 120 નંબરની ફાટક પાસે ટ્રેન હેઠળ જંપલાવીને આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કાયદેસર કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તેજસભાઇના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. 

Dec 5, 2020, 11:40 PM IST