મુંબઇ: લોકસભા ચૂંટણી 2019 માટે જનસભા કરી રહેલા કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે વિવાદિત ટિપ્પણી કરી છે. મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે ચૂંટણી જીતવા માટે કાર્યકર્તાઓને પૈસા આપવાની વાત કરી છે. રવિવારે સંજય નિરૂપમે મુબંઇ સાઉથ સેન્ટ્રલથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP) પ્રત્યાશી એકનાથ ગાયકવાડ માટે જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. જનસભામાં સંજય નિરૂપમે કહ્યું કે અમે પૈસા વહેચવામાં ભાજપ-શિવસેનાની બરાબરી કરી શકશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ‘અજય તમે 4 વર્ષ દિલ્હીમાં શું કર્યું તો આજે આ પરિસ્થિતિ ઉભી થઇ છે’: શીલા દીક્ષિત


નિરૂપમ ત્યાં ન રોકાતા, તેમણે મંચ પર બેઠા NCP ઉમેદવાર એકનાથ ગાયકવાડની તરફ ઇશારો કરતા કહ્યું કે, ‘શું ગાયકવાડ સાહેબ પૈસા તો છે ને તમારી પાસે, ભાજપ-શિવસેનાની બરાબરી તો નથીં, પરંતુ કાર્યકર્તાઓને થોડા થોડા પૈસા તો આપો.’


ભાજપમાં જોડાઇ શકે છે જયા પ્રદા, રામપુરમાં આઝમ ખાનને આપી શકે છે પડકાર


જણાવી દઇએ કે કોંગ્રેસ અને એનસીપીએ શનિવારે મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની જાહેરાત કરી હતી. કોંગ્રેસ અને એનસીપી રાજ્યમાં ક્રમશ: 26 અને 22 બેઠકો પર ચૂંટણી લડશે.


મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ અશોક ચવ્હાણ અને એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારે ત્યાં પત્રકાર સંમેલનને સંબોધન કરતા કહ્યું કે ભાજર-શિવસેનાથી મુકાબલો કરવા માટે તેમના ગઠબંધનને સમર્થન કરવા માટે 56 દળ અને સંગઠન એકસાથે આવ્યા છે.


વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: મુલાયમ-અખિલેશની વધી મુશ્કેલીઓ, SCએ CBIને મોકલી નોટિસ


કોંગ્રેસ તેમના ભાગની બેઠકથી પાલઘર બેઠક બહુજન વિકાસ અગડી અને અન્ય અણનમ બેઠક રાજૂ શેટ્ટીની પાર્ટી સ્વાભિમાની શેતકરી સંગઠનને આપશે. એનસીપી તેમની 22 બેઠકોમાંથી હાતકણંગલે બેઠક શેટ્ટી માટે જ્યારે અન્ય એક બેઠક સ્વતંત્ર ધારાસભ્ય રવિ રાણાની યુવા સ્વાભિમાન પાર્ટી માટે છોડશે.


વધુમાં વાંચો: ચિનૂક હેલિકોપ્ટર: ભારતીય વાયુસેનાની શક્તિમાં થયો વધારો, Pak બોર્ડર પર તૈનાત થશે Chinook


કોઇ પાર્ટીનું નામ લીધા વગર અશોક ચવ્હાણ અને અજીત પવારને કોંગ્રેસ-એનસીપી ગઠબંધનથી દૂર રહેનાર ‘ભાજપની બી ટીમ’ ગણાવી દીધી હતી. આ નેતાઓની ટિપ્પણીઓ ભારીપા બહુજન મહાસંઘના નેતા પ્રકાશ આંબેડકરના સંદર્ભમાં માનવામાં આવી રહી છે. જેમણે ગઠબંધનમાં જોડાવવાનો ઇન્કાર કર્યો છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...