ચિનૂક હેલિકોપ્ટર: ભારતીય વાયુસેનાની શક્તિમાં થયો વધારો, Pak બોર્ડર પર તૈનાત થશે Chinook
ચિનૂક હેલિકોપ્ટર મળતાં સોમવારથી ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થવા જઇ રહ્યો છે. કેમકે, અમેરિકી કંપની બોઇંગના બનાવેલા ચિનૂક સીએચ-47 આઇ હેલિકોપ્ટર હવે ભારતીય વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: સોમવારથી ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થવા જઇ રહ્યાં છે. કેમકે, અમેરિકી કંપની બોઇંગના બનાવેલા ચિનૂક સીએચ-47 આઇ હેલીકોપ્ટર હવે ભારતીય વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યાં છે. ચિનૂક સીએચ-47 આઇ હેવી લિફ્ટ ક્ષમતાવાળા અને એક એડવાન્સ મલ્ટી મિશન હેલિકોપ્ટર છે. જે લડાકૂ ભૂમિકામાં ઘણું કામ આવશે અને તેનાથી ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થયો છે. જણાવી દઇએ કે ચિનૂકમાં એકીકૃત ડિઝિટલ કોકપિટ મેનેજમનેટ સિસ્ટમ છે. જેનાથી તે અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી શકે છે.
ચિનૂક હેલીકોપ્ટર મળતાં ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેક ગણો વધારો થયો છે. અમેરિકી કંપની બોઇંગ દ્વારા બનાવાયેલ ચિનૂક સીએચ 47 આઇ હેલીકોપ્ટર હવે ભારતીય વાયુસેનાનો હિસ્સો બનવા જઇ રહ્યું છે. ચિનૂક હેવી લિફ્ટ ક્ષમતાવાળું અને એડવાન્સ મલ્ટી મિશન હેલીકોપ્ટર છે. જે લડાકૂ ભૂમિકામાં ઘણું મહત્વનું છે.
Visuals of Chinook heavy-lift helicopters at Air Force Station 12 Wing, in Chandigarh. Indian Air Force to induct the first unit of four Chinook helicopters today. pic.twitter.com/o6xoiOCrOa
— ANI (@ANI) March 25, 2019
બોઇંગ સીએચ-47 ચિનૂક ડબલ એન્જિનવાળું હેલિકોપ્ટર છે. જેની શરૂઆત 1975માં થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી લગભગ 26 દેશ તેના પર પોતાનો વિશ્વાસ જતાવી ચૂક્યા છે. જેમાં વિયેતનામ યુદ્ધ, ઇરાન, લીબિયા અને અફગાનિસ્તાન જેવા દેશોમાં આ હેલિકોપ્ટર નિર્ણાયક ભૂમિકા ભજવી ચુક્યું છે. ચિનૂક સીએચ-47 સરળતાથી 11 હજાર કિલો સુધીના હથિયાર અને સૈનિકોને સાથે ઉઠવા માટે સક્ષમ છે. 315 કિલોમીટરની ગતીથી ઉડાન ભરનાર આ હેલીકોપ્ટરમાં કંપની ઘણા બધા ફરેફાર કર્યા છે. જેમાં કોકપિટ, રોટર બ્લેડ અને એડવાન્સ ફ્લાઇટ કંટ્રોલ જેવા ફરેફાર સામેલ છે.
જણાવી દઇએ કે ઉચાંઇવાળા હિમાલયના ક્ષેત્રોમાં આ હેલિકોપ્ટર ઘણો યોગ્ય સાબીત થઇ શકે છે. કેમકે તેને નાનામાં નાના હેલીપેડ પર ઘાટિઓમાં પણ લેન્ડ કરાવી શકાય છે. ચિનૂકને સૌથી પહેલા નેધરલેન્ડે 2007માં ખરીદ્યું હતું અને તેનો પહેલો વિદેશી ખરીદાર બન્યા હતો. જ્યારે અમેરિકા 1962થી તેનો ઉપયોગ કરી રહ્યું છે. ત્યારે 2009માં કેનેડાએ અને ડિસેમ્બર 2009માં બ્રિટને તેનું અપગ્રેડ વર્ઝન ખરીદ્યું હતું. ઓસામા બિન લાદેનના એન્કાઉન્ટર વખતે આ હેલીકોપ્ટર ઘણું ઉપયોગી સાબિત થયું હતું. જે જોતાં એર સ્ટ્રાઇક વખતે આ હેલીકોપ્ટર દુશ્મનો માટે ઘાતક સાબિત થઇ શકે એમ છે.
ચિનૂક સીએચ-47ની 18 ફૂટ ઉંચાઇ અને 16 ફૂટ લંબાઇ છે. ચિનૂકના પાયલટને ટ્રેનિંગ ઓક્ટોબર 2018થી શરૂ થઇ ગઇ હતી. જણાવી દઇએ કે ભારતીય વાયુસેનાના બેડમાં અત્યાર સુધી રૂસી મૂળના ભારે વજન ઉઠાવનાર હેલિકોપ્ટ જ રહ્યાં છે. પરંતુ હવે વાયુસેનાને અમેરિકામાં નિર્મિત હેલિકોપ્ટર મળશે. જે ઘણા એડવાન્સ છે. જેનાથી ભારતીય વાયુસેનાની શક્તિમાં મોટા પ્રમાણમાં વધારો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે