વારાણસી: ભારત રત્ન શહેનાઈ વાદક બિસ્મિલ્લાહ ખાનના પૌત્ર નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસવાળાઓએ તેમનું બ્રેનવોશ કર્યું હતું. હવે તેમને વાસ્તવિકતા સમજમાં આવી ગઈ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધણી દરમિયાન સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ બિસ્મિલ્લાહે વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે જ્યારે પીએમ મોદી વારાણસીમાં ઉમેદવારી નોંધાવવા આવે ત્યારે તેઓ તેમની સાથે જોડાવવા માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014માં બિસ્મિલ્લાહ પરિવારે પાડી હતી ના
નોંધનીય છે કે વર્ષ 2014માં લોકસભા ચૂંટણી વખતે ભાજપ તરફથી બિસ્મિલ્લાહ ખાનના પરિવારને પત્ર લખીને પીએમ મોદીની ઉમેદવારી નોંધણી વખતે સામેલ થવાનું કહેવાયું હતું. પરંતુ તે વખતે તેમણે ના પાડી હતી. બિસ્મિલ્લાહ ખાનના પરિવાર તરફથી કહેવાયું હતું કે તેઓ કોઈ પણ રાજકીય પક્ષનો ભાગ બનવા માંગતા નથી. 


AAPના 'અવ્યવહારિક વલણ'થી ગઠબંધનની સંભાવના પર પૂર્ણ વિરામ, દિલ્હીમાં એકલા હાથે લડશે કોંગ્રેસ


નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો અને કહ્યું કે હું ભારત રત્ન (દિવંગત) ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનો  પૌત્ર નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહ તમને નિવેદન કરું છું કે જ્યારે તમે અમારા શહેર વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા આવો તો તે વખતે હું તમારી સાથે રહેવા માંગુ છું. તે અમારા માટે ખુબ જ યાદગાર અને શુભકામનાઓ ભર્યો પૈગામ હશે. 


તેમણે પત્રમાં વધુમાં લખ્યું છે કે તમને હું યાદ કરાવવા માંગુ છું કે એક વર્ષ પહેલા મેં મારા દાદાની એક શહેનાઈ કે જેના પર તેઓ ધૂન વગાડતા હ તાં, તે તમારા હાથે રાષ્ટ્રને સમર્પિત કરી હતી. જે વારાણસીના મોટા લાલપુર સ્થિત Trade Facilitation Centre and Craft Museum માં રાખવામાં આવી છે. અમને આશા જ નહીં પરંતુ પૂરેપૂરો વિશ્વાસ છે  કે તમે અમને ઉમેદવારી નોંધણીના કાર્યક્રમમાં જરૂર આમંત્રિત કરશો.


કોંગ્રેસે કર્યું હતું મારું બ્રેનવોશ
ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં બિસ્મિલ્લાહ ખાને કહ્યું કે વર્ષ 2014માં લોકસભા ચૂંટણી વખતે તેમને રાજકારણ અંગે બહુ જાણકારી નહતી. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે ભાજપ તરફથી આમંત્રણ મોકલવામાં આવ્યું તો કેટલાક સ્થાનિક કોંગ્રેસી નેતાઓ તેમના ઘરે આવ્યાં અને તેમને આ આમંત્રણ સ્વીકારવાની ના પાડી દીધી. કોંગ્રેસના નેતાઓએ સલાહ આપી હતી કે તમે લોકો સંગીતકાર છો, રાજકારણથી અંતર જાળવો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...