AAPના 'અવ્યવહારિક વલણ'થી ગઠબંધનની સંભાવના પર પૂર્ણ વિરામ, દિલ્હીમાં એકલા હાથે લડશે કોંગ્રેસ

કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે આપ સાથે ગઠબંધનને લઈને તેમની વાતચીત નિષ્ફળ ગઈ છે કારણ કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીએ ચાર રાજ્યોમાં ગઠબંધન મુદ્દે એક 'અવ્યવહારિક વલણ' અપનાવેલું છે.

AAPના 'અવ્યવહારિક વલણ'થી ગઠબંધનની સંભાવના પર પૂર્ણ વિરામ, દિલ્હીમાં એકલા હાથે લડશે કોંગ્રેસ

નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે આપ સાથે ગઠબંધનને લઈને તેમની વાતચીત નિષ્ફળ ગઈ છે કારણ કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીએ ચાર રાજ્યોમાં ગઠબંધન મુદ્દે એક 'અવ્યવહારિક વલણ' અપનાવેલું છે. જો કે તેણે દિલ્હીમાં બંને પક્ષો વચ્ચે ચૂંટણી સમજૂતિની સંભાવનાઓને હજુ પણ જીવિત હોવાના સંકેત આપ્યાં છે. 

કોંગ્રેસના દિલ્હી મામલાના પ્રભારી પીસી ચાકોએ જાહેરાત કરી કે પાર્ટી રાષ્ટ્રીય રાજધાનીની તમામ સાતેય  લોકસભા બેઠકો  પર એકલા હાથે ચૂંટણી લડશે. જો કે તેમણે સંકેત આપ્યાં કે તેઓ હજુ પણ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા તૈયાર છે, પરંતુ શરત એ છે કે આ ગઠબંધન ફક્ત દિલ્હી સુધી સિમિત રહે. 

જુઓ LIVE TV

જો કે AAPએ કહ્યું કે ગઠબંધન ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ગઠબંધન કરવામાં આવે. કોંગ્રેસની જાહેરાત બાદ AAPએ હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધનની જાહેરાત કરી. ચાકોએ જણાવ્યું કે પાર્ટી એ કે બે દિવસમાં દિલ્હીના પાર્ટી ઉમેદવારોની સૂચિ જાહેર કરી દેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news