નવી દિલ્હી: દેશમાં સાત તબક્કામાં થઇ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 15 રાજ્યોની 117 સીટો પર મતદાન શરૂ થઇ ગયું છે. આ તબક્કામાં ગુજરાત, કેરલ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, અસમ, દાદર નાગર હવેલી અને દમણ-દીવની બધી લોકસભા સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે. ત્રીજા તબક્કાની 117 સીટોમાં ભાજપનું લક્ષ્ય પોતાની 62 સીટોને બચાવવી પડશે. જ્યાં પાર્ટીએ 2014માં જીત પ્રાપ્ત કરી હતી. એટલા માટે આ તબક્કામાં ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી (lok sabha elections 2019)નાં ત્રીજા તબક્કાના મતદાનમાં આજે (23 એપ્રીલ)ના રોજ મતદાન ચાલી રહ્યું છે. જેનાં હેઠલ 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 116 લોકસભા સીટો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં અનેક દિગ્ગજોનાં ભાવી આજે ઇવીએમમાં કેદ થશે. જેના અનુસંધાને મતદાનનાં 05 વાગ્યા સુધીનું વલણ મધ્યમ રહ્યું હતું. 


મતદાન પુર્ણ થયું ત્યાં સુધીના આંકડા


ઉત્તર પ્રદેશ 61.35 ટકા
પશ્વિમ બંગાળ 79.43 ટકા
અસમ 80.74 ટકા
બિહાર 59.97 ટકા
ગોવા 72.28 ટકા
ગુજરાત 63.64 ટકા
જમ્મૂ-કાશ્મીર 12.86 ટકા
કર્ણાટક 67.29 ટકા
કેરલ 71.18 ટકા
મહારાષ્ટ્ર 58.82 ટકા
ઓડિશા 59.30 ટકા
ત્રિપુરા 79.36 ટકા
છત્તીસગઢ 68.41 ટકા
દાદરા નગર હવેલી 71.43 ટકા
દમણ અને દીવ 70.76 ટકા

બપોરે 5 વાગ્યા વિવિધ રાજ્યોમાં થયેલું મતદાન


ઉત્તર પ્રદેશ 56.33 ટકા
પશ્વિમ બંગાળ 78.94 ટકા
અસમ 74.05 ટકા
બિહાર 54.95 ટકા
ગોવા 70.96 ટકા
ગુજરાત 58.90 ટકા
જમ્મૂ-કાશ્મીર 12.86 ટકા
કર્ણાટક 60.88 ટકા
કેરલ 69.19 ટકા
મહારાષ્ટ્ર 55.28 ટકા
ઓડિશા 57.84 ટકા
ત્રિપુરા 71.45 ટકા
છત્તીસગઢ 65.10 ટકા
દાદરા નગર હવેલી 71.43 ટકા
દમણ અને દીવ 65.34 ટકા

બપોરે 3 વાગ્યા વિવિધ રાજ્યોમાં થયેલું મતદાન


ઉત્તર પ્રદેશ 42.52 ટકા
પશ્વિમ બંગાળ 61.25 ટકા
અસમ 74.05 ટકા
બિહાર 46.94 ટકા
ગોવા 52.71 ટકા
ગુજરાત 44.94 ટકા
જમ્મૂ-કાશ્મીર 9.63 ટકા
કર્ણાટક 46.58 ટકા
કેરલ 52.03ટકા
મહારાષ્ટ્ર 39.65 ટકા
ઓડિશા 41.17 ટકા
ત્રિપુરા 52.06 ટકા
છત્તીસગઢ 64.14 ટકા
દાદરા નગર હવેલી 71.43 ટકા
દમણ અને દીવ 65.34 ટકા

બપોરે 2 વાગ્યા વિવિધ રાજ્યોમાં થયેલું મતદાન


ઉત્તર પ્રદેશ 22.39 ટકા
પશ્વિમ બંગાળ 35.00 ટકા
અસમ 28.64 ટકા
બિહાર 25.65 ટકા
ગોવા 28.49 ટકા
ગુજરાત 24.93 ટકા
જમ્મૂ-કાશ્મીર 4.72 ટકા
કર્ણાટક 21.05 ટકા
કેરલ 25.79 ટકા
મહારાષ્ટ્ર 17.26 ટકા
ઓડિશા 18.58 ટકા
ત્રિપુરા 29.21 ટકા
છત્તીસગઢ 51.56 ટકા
દાદરા નગર હવેલી 45.00 ટકા
દમણ અને દીવ 53.72 ટકા


મતદારોમાં વોટિંગને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારે તડકો અને ગરમી હોવાછતાં મતદાન કેંદ્વો પર મતદારોની લાંબી લાઇનો લાગી છે. સવારે 12 વાગ્યા સુધી અસમમાં 28.64%, બિહારમાં 25.65%, ગોવામાં 28.49%, ગુજરાતમાં 24.93%, જમ્મૂ-કાશ્મીરમાં 4.72%, કર્ણાટકમાં 21.05%, કેરલમાં 25.79%, મહારાષ્ટ્રમાં 17.26%, ઓડિશામાં 18.58%, ત્રિપુરામાં 29.21% ઉત્તર પ્રદેશમાં 22.39%, પશ્વિમ બંગાળમાં 35.00%, છત્તીસગઢમાં 27.29%, દાદરા અને નગર હવેલીમાં 21.62% તથા દમણ અને દિવમાં 23.93 ટકા મતદાન થયું છે. 



Live: પીએમ મોદીએ રાણીપના મતદાન કેન્દ્ર ખાતે લાઈનમાં ઊભા રહીને કર્યું મતદાન


લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019) હેઠળ ત્રીજા તબક્કાનું મતદાન આજે (23 એપ્રિલ) સવારે સાત વાગે શરૂ થઇ ગયું છે. તેના હેઠળ આજે 13 રાજ્યો અને બે કેંદ્વશાસિત પ્રદેશોની 117 લોકસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં ઘણા દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ જશે. મતદાન શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દેશના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. 

લોકસભા ચૂંટણી 2019: વર્ષોથી અમેરિકામાં સ્થાઇ થયેલા આ મતદાર કરશે ‘મતદાન’


મુરાદાબાદ, રામપુર અને સંભલમાં ઇવીએમ ખરાબ થતાં સમસ્યા સર્જાઇ
લોકસભાની ચૂંટણી માટે રામપુર, સંભલ અને મુરાદાબાદમાં સવારે સાત વાગે મતદાન શરૂ થઇ ગયું. તો ઘણી જગ્યાએ ઇવીએમ ખરાબ થતાં મતદાન મોડું શરૂ થયું. તેના પર લોકોએ નારાજગી વ્યક્ત કરી. 


Liveમાં જોતા રહો, ગુજરાતના કયા નેતા, કઈ હસ્તીઓએ ક્યાં મતદાન કર્યું ?


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય હોવાના કારણે ભાજપ આ વખતે ગુજરાતની દરેક બેઠક પર જીત મેળવવાની આશા લગાવી બેઠું છે. પરંતુ કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશમાં ભાજપને કાંટાની ટક્કર આપી હતી. એટલા માટે કોંગ્રેસ પણ 10 થી 15 બેઠરો પર આ વખતે જીતની આશા કરી રહ્યું છે. ગુજરાતના ત્રણ યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશમાં કોંગ્રેસની પકડ મજબૂત કરવા મદદ કરી હતી, પરંતુ આ વખતે ચૂંટણી મેદાનમાં સામેલ નથી. પાટીદાર નેતા હાર્દિક પટેલ ગત મહિને કોંગ્રેસમાં સામેલ થયા હતા, પરંતુ તોફાનથી સંબંધિત મામલે આરોપી હોવાના કારણે ચૂંટણી લડી શકશે નહીં. જ્યારે ઠાકોરની આ મહિને કોંગ્રેસનો સાથ છોડી દીધો છે.


માતા હીરાબાએ પીએમ દીકરાનું મોઢું ગળ્યું કરાવીને જીત માટે આર્શીવાદ આપ્યા


જાણો કયા રાજ્યની કઈ સીટ પર છે મતદાન


ગુજરાત (26 લોકસભા સીટ- તમામ બેઠકો પર એકસાથે મતદાન)
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંદીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી અને વલસાડ. 


મહારાષ્ટ્ર (14 લોકસભા સીટ)
જલગાંવ, રેવર, જાલના, ઔરંગાબાદ, રાયગઢ, રત્નાગિરી, સિંધુદૂર્ગ, પુણે, બારામતી, માધા, સાંગલી, સતારા, કોલ્હાપુર, હાથકાનગાલે, અહેમદનગર. 
મહારથીઃ જાલના,રાવસાહેબ દાનવીસ(ભાજપ, પ્રદેશ પ્રમુખ), બારામતી-સુપ્રિયા સુલે(એનસીપી વડા શરદ પવારની પુત્રી)


કર્ણાટક (14 લોકસભા સીટ)
ચિકોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બિદાર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તર કન્નડ, દેવનાગરી, શિમાગો. 
મહારથીઃ મલ્લીકાર્જુન ખડગે(કોંગ્રેસ), બી. વાય. રાઘવેન્દ્ર(યેદીયુરપ્પાનો પુત્ર)-ભાજપ


ઉત્તરપ્રદેશ (10 લોકસભા સીટ)
મુરાદાબાદ, રામપુર, સાંભલ, ફિરોઝાબાદ, મેનપુરી, ઈટાહ, બદાયું, ઓલના, બરેલી, પિલીભીત


કેરળ (10 લોકસભા સીટ)
કાસરગોડ, કન્નુર, વેડકારા, વાયનાડ, કોઝીકોડ, મલપ્પુરમ, પોનાની, પલક્કડ, અલન્થુર, થ્રીસુર, ચાલાકુડી, એર્નાકુલમ, ઈડુક્કી, કોટ્ટાયમ, અલાપૂઝા, માવેલિક્કરા, પથમથિટ્ટા, કોલમ, અટિંગલ, થિરુવનંતપુરમ. 


છત્તીસગઢ(7 લોકસભા સીટ)
રાયપુર, બિલાસપુર, દુર્ગ, ઝાંઝગીર-ચંપા, રાયગઢ, કોરબા, સરગુજા


બિહાર(5 લોકસભા સીટ)
ઝંઝરપુર, સુપોલ, અરારિયા, માધેપુરા, ખાગરિયા 


આસામ (4 લોકસભા સીટ)
ઝુબરી, કોકારાઝાર, બારપેટા, ગૌહાટી


ઓડીશા (6 લોકસભા સીટ)
સંબલપુર, કોએ્ઝાર, ધેનકાનલ, કટક, પુરી, ભૂવનેશ્વર. 


પશ્ચિમ બંગાળ(5 લોકસભા સીટ)
બેલુરઘાટ, માલધાના ઉત્તર, માલધાના દક્ષિણ, જાંગીપુર, મુરશીદાબાદ


ગોવા (2 લોકસભા સીટ)
ગોવા દક્ષિણ અને ગોવા ઉત્તર. 


જમ્મુ-કાશ્મીર (1 લોકસભા સીટ)
અનંદનાગની બેઠખ પર ત્રીજા, ચોથા અને પાંચમાં એમ ત્રણ તબક્કામાં મતદાન યોજાવાનું છે. 


ત્રિપુરા (1 લોકસભા સીટ)
ત્રિપુરા પૂર્વ લોકસભા બેઠક પર 18 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું હતું, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જોતાં તેને પાછળ ઠેલવામાં આવ્યું હતું. જ્યાં ત્રીજા તબક્કામાં વોટ નાખવામાં આવશે. 


કેન્દ્રશાસિત પ્રદેશ(2 લોકસભા સીટ)
દાદરા નગર હવેલી અને દમણ-દીવની 1-1 લોકસભા બેઠક.