Liveમાં જોતા રહો, ગુજરાતના કયા નેતા, કઈ હસ્તીઓએ ક્યાં મતદાન કર્યું ?

સવારે 7ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ભીડ ન ઉમટે તે હેતુથી અનેક લોકો મતદાન કરવા પહોંચી ગયા છે.

Liveમાં જોતા રહો, ગુજરાતના કયા નેતા, કઈ હસ્તીઓએ ક્યાં મતદાન કર્યું ?

અમદાવાદ :સવારે 7ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ભીડ ન ઉમટે તે હેતુથી અનેક લોકો મતદાન કરવા પહોંચી ગયા છે. તો સાથે જ દિગ્ગજ નેતાઓ, રાજકીય મહાનુભાવો તથા મોટી હસ્તીઓ પણ સવારના પહોરમાં મતદાન કરતા જોવા મળે છે. ત્યારે ગુજરાતના આ નેતાઓ અને હસ્તીઓ ક્યાં ક્યાં વોટ આપે છે, તે જાણવામાં રસ હોય તો જોતા રહો અહીં. આજે તમને બતાવીશું કે કોણે ક્યારે વોટ આપ્યો....

CMએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મત આપવા માટે પોતાના વતન રાજકોટ પહોંચ્યા હતા. lતેમણે પત્ની અંજલી સાથે વોટ આપ્યો હતો. મતદાન કરતાં પહેલાં તેમણે ભવાનના આશીર્વાદ લીધા હતા. રાજકોટના ઉમેદવાર લલિત કગથરા મુખ્યમંત્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રી રૂપાણીને પગે લાગ્યા હતા. મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, લોકો લોકશાહીનું પર્વ છે. લોકો મત આપવા નીકળી ગયા છે. વડાપ્રધાન બનાવાવ લોકો ઉત્સાહથી વોટ કરી રહ્યાં છે. 

જુઓ કોણે કોણ ક્યાં ક્યાં વોટ કર્યો

  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં આવેલા વાસન પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું

  • કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટના હરિહર હોલના મતદાન મથકમાં મતદાન કર્યું. કર્ણાટકથી રાજકોટ આવી વજુભાઈ વાળાએ ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણામાં સપરિવાર મતદાન કર્યું. નીતિન પટેલ મતદાન કરતા પહેલા શિવ મંદિરે દર્શન કરવા ગયા હતા. 

  • વરિષ્ઠ BJP નેતા એલ.કે.અડવાણીએ ખાનપુર ભરડીયા વાસની મ્યુનિસિપલ શાળાના મતદાન મથકે મતદાન કર્યું.

  • ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું. સરકારી કુમાર છાત્રાલયમાં ઢોલ નગારા સાથે મતદાન કર્યા બાદ તેમણે લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

  • ગુજરાતના કેબિનેટ મંત્રી આર.સી ફળદુએ જામનગર કાલાવડ ખાતેથી મતદાન કરીને લોકશાહી પર્વમાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેમજ ગુજરાતની તમામ બેઠકો ભાજપ કબજે કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.

  • આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ દેડરડા ખાતે આવેલા ગ્રામ પંચાયતમાં વોટિંગ કર્યું.

  • કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ તેમના પિતા સાથે કન્યાશાળામાં મતદાન કરીને કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

  • કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના ગામ ઇશ્વરીયા ખાતે મતદાન કર્યું

  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. તેઓ સામાન્ય જનતાની જેમ જ લાઈનમાં ઉભા રહ્યા હતા. તેમણે ગરમીના માહોલમાં 80 થી 85 % મતદાન થવાની શકયતા વ્યક્ત કરી હતી. 

  • કોંગ્રેસના ગાંધીનગર લોકસભાના ઉમેદવાર સી.જે.ચાવડાએ સેકટર-6 ગાંધીનગરમાં મતદાન કર્યું

  •  અમરેલી લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ગાયને રોટલી ખવડાવ્યા બાદ મતદાન કર્યું હતું

  • વડોદરા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલે પરિવાર સાથે પહેલા અંબા માતાના મંદિરના દર્શન કર્યા હતા, અને બાદમાં મતદાન કર્યું હતું. 

  • કોંગ્રેસ પરદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ આંકલાવ થી મતદાન કર્યું

  • રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ પરિવાર રૈયા રોડ પર આવેલ અનિલ જ્ઞાન મંદિર શાળામાં મતદાન કર્યું હતું. વોટ આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે, મતદાર જાગૃત થશે તો સિપાહી જાગૃત રહેશે, નહિ તો સિપાહી ચોકીદાર બનશે. ગુજરાતમાં કોંગ્રેસને 17 બેઠક મળશે અને રાજકોટમાં ભાજપનો ગઢ ફેંકાશે

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ એમપી દિનશા પટેલે નડિયાદ શાળા નંબર એક ખાતે મતદાન કર્યું.

  • ગાંધીધામ (પૂર્વ કચ્છ) રતનાલ ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે તેમના ધર્મપત્ની સાથે રતનાલની સરકારી સ્કુલમાં સૌથી પ્રથમ મતદાન કર્યું હતું. લોકશાહીના પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી થઈ રહી છે. લોકોમાં સ્વયંભૂ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની ઉત્સુકતા છે તેમ જણાવી કચ્છની બેઠક પર ભાજપના ઉમેદવારના વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો

  • નવસારી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલે કર્યું. મતદાન પરિવાર સાથે વિજલપોર પ્રાથમિક શાળામાં કર્યું મતદાન

    • ગાંધીધામ (પૂર્વ કચ્છ) રતનાલ ખાતે રાજ્યમંત્રીએ કર્યુ મતદાન વાસણભાઈ આહીર એ કર્યુ મતદાન રાજ્યમંત્રીએ ધર્મપત્ની સાથે કર્યુ મતદાન રતનાલની સરકારી સ્કુલમાં સૌથી પ્રથમ કર્યુ મતદાન સવારમા શરૂ થયેલા મતદાનમાં લોકોની નિરશતા દેખાઈ
    • પાટણ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ રાધનપુર સ્થિત પોતાના ગામ વડનગરમાં મતદાન કરીને ભાજપનો 26 બેઠકો પર વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.
    • બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળે પાલનપુર તાલુકાના પોતાના રતનપુરમાં સવારે 7 વાગ્યે મતદાન કર્યું હતું. 
    • જામનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર મૂળુભાઇ કંડોરિયાએ મતદાન કર્યું
    • કલ્યાણપુરના દેવરિયા ગામે મુળુભાઇ કંડોરિયાએ મતદાન કર્યું
    • ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઈ દેસાઈએ નડિયાદ નગરપાલિકા શાળા નંબર એકમાં મતદાન કર્યું

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news