નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે યુપીના મઉમાં ભાજપની ચૂંટણી રેલી કરી હતી. તે દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને આડે હાથ લીધા હતા. તેમણે તે દરમિયાન કહ્યું હતું કે, ‘દમદમમાં આજે મારી ચૂંટણી રેલી છે, જોઉ છું કે દીદી થવા દેશે કે નહીં.’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ‘હિન્દુ આંતકી’વાળા નિવેદન પર કમલ હાસન સામે ગુનાહિત ફરિયાદ પર સુનાવણી આજે, FIR નોંધાવવા માગ


તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયા થયેલી હિંસા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘થોડા મહિના પહેલા જ્યારે પશ્ચિમ મિદનાપુરમાં મારી સભા હતી તો ત્યાં ટીએમસીના ગુંડાઓ દ્વારા અરાજકતા ફેલાવવામાં આવી હતી. ત્યારબાદ ઠાકુરનગરમાં તો એવી સ્થિતિ કરી દીધી હતી કે મારે મારૂં સંબોધન અડધા વચ્ચે છોડીને મંચથી હટી જવું પડ્યું હતું.’


વધુમાં વાંચો:- PM મોદી આજથી 2 દિવસ વારાણસીના પ્રવાસે, પૂર્વાંચલમાં કરશે 3 રેલી


પીએમ મોદીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓની દાદાગીરી બે દિવસ પહેલા પણ જોવા મળી હતી. બે દિવસ પહેલા કોલકાતામાં ભાઇ અમિત શાહના રોડ શો દરમિયાન ટીએમસીના ગુંડાઓએ ઇશ્વર ચંદ વિદ્યાસાગરની મૂર્તિ તોડી દીધી હતી. આ કરનારને કડકમાં કડક સજા થવી જોઇએ. તેમણે કહ્યું કે, સત્તાના નશામાં મમતા દીદી લોકતંત્ર વિરોધી માનસિકતામાં બંગાળમાં બધુ જ કરી રહી છે. દીદીનું વલણ તો હું ઘણા દિવસોથી જોઇ રહ્યો છું, હવે તેને સમગ્ર દેશ પણ જોઇ રહ્યો છે.


વધુમાં વાંચો:- જમ્મૂ-કાશ્મીર: પુલવામામાં સુરક્ષા દળોએ ઠાર માર્યા 2 આતંકી, 1 જવાન શહીદ, 3 ઘાયલ


પીએમ મોદીને મઉમાં રેલી દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા અધ્યક્ષ માયાવતી પર પણ નિશાન સાધ્યું હતું. સપા-બસપા-આરએલડીના ગઠબંધન પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સપા-બસપાએ જાતિના આધાર પર એક તકવાદી ગઠબંધન કર્યું છે. લખનઉમાં એસી રૂમમાં બેસીને ડીલ થઇ ગઇ, પરંતુ જમીનથી ઉપર રહેલા આ નેતાઓ પોતાના કાર્યકર્તાઓને ભૂલી ગયા. જેનું એ પરિણામ આવ્યું કે, સપા અને બસપાના કાર્યકર્તા આજે પણ એકબીજા પર હુમલો કરી રહ્યાં છે.


વધુમાં વાંચો:- વિંગ કમાન્ડર અભિનંદનની બહાદુરીને ભારતીય વાયુસેનાની સલામ, આપ્યું 'આ' સન્માન


તેમણે કહ્યું કે, હવે બુઆ હો યા બબુઆ હો, આ લોકોએ પોતાને ગરીબોથી એટલા દૂર કરી લીધા છે, તેમણે પોતાની આસપાસ પૈસાની, વૈભવની અને તેમના દરબારીઓની એટલી મોટી દિવાર ઉભી કરી લીધી છે કે, હવે તેમને ગરીબોનું દુ:ખ દેખાતુ નથી.


વધુમાં વાંચો:- 12મું ધોરણ પાસ વ્યક્તિએ વગર પૈસે 1500થી વધુ એર ટિકિટ બુક કરી નાખી, જાણીને ચક્કર ખાઈ જશો


તેમણે કહ્યું કે, તેઓ મહામિલાવટી જે મહિના પહેલા સુધી મોદી હટાઓનો રાગ લગાવી રહ્યાં હતા, તેઓ આજે ગભરાઇ ગયા છે. તેમની હાર પર દેશે મોહર લગાવી દીધી છે. ઉત્તર પ્રદેશે તો તેમનું બધુ જ ગણીત બગાડી દીધું છે. મોદી હટાઓના નારા તો મહામિલાવટિઓનું બહાનું હતું, હકિકતમાં તેમણે પોતપોતાના ભ્રષ્ટાચારનું પાપ છુપાવવાનું હતું. એટલા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યાં છે કે, દેશમાં જેમતેમ કરી ખીચડી સરકાર બની જાય. તેઓ એક મજબૂર સરકાર ઇચ્છે છે, જેને તેઓ પોતાની જરૂરીયાતના હિસાબથી બ્લેકમેલ કરી શકે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહી ંક્લિક કરો...