જમ્મૂ-કાશ્મીર: પુલવામામાં સુરક્ષા દળોએ ઠાર માર્યા 2 આતંકી, 1 જવાન શહીદ, 3 ઘાયલ

જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરૂવાર સવારે એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હતું. દલીપુરા વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પોલીસ, એસઓજી અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકીઓ માર્યા ગયા છે.

Updated By: May 16, 2019, 08:09 AM IST
જમ્મૂ-કાશ્મીર: પુલવામામાં સુરક્ષા દળોએ ઠાર માર્યા 2 આતંકી, 1 જવાન શહીદ, 3 ઘાયલ
ફોટો સાભાર: ANI

નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરૂવાર સવારે એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હતું. દલીપુરા વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પોલીસ, એસઓજી અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકીઓ માર્યા ગયા છે. જો કે, આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે સાથે જ 1 નાગરીક અને 2 જવાન પણ ઘાયલ થયા છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષાની દ્રષ્ટીએ આ વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ કર્ફ્યૂ પણ લાગાવી દેવામાં આવ્યો છે. આતંકી વિસ્તારના એક મકાનમાં છૂપાયેલા હતા.

વધુમાં વાંચો: વિંગ કમાન્ડર અભિનંદનની બહાદુરીને ભારતીય વાયુસેનાની સલામ, આપ્યું 'આ' સન્માન

જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં કેટલાક આતંકી છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ તેમની શોધખોડ માટે આ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન આતંકીઓની તરફથી ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો જવાબ સુરક્ષા દળોએ આપ્યો. આ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.

વધુમાં વાંચો: 12મું ધોરણ પાસ વ્યક્તિએ વગર પૈસે 1500થી વધુ એર ટિકિટ બુક કરી નાખી, જાણીને ચક્કર ખાઈ જશો

જણાવી દઇએ કે, જમ્મૂ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રવિવારના સુરક્ષા દળોની સાથે એન્કાઉન્ટરમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના હિન્દ સીતાપુર વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયેલા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ તે વિસ્તારમાં ઘેરી લેવામાં આવ્યું હતું અને તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ અભિયાન દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ બંને તરફથી એન્કાઉન્ટર શરૂ થઇ ગઇ હતી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...