12મું ધોરણ પાસ વ્યક્તિએ વગર પૈસે 1500થી વધુ એર ટિકિટ બુક કરી નાખી, જાણીને ચક્કર ખાઈ જશો

27 વર્ષના રાજપ્રતાપ પરમાર પાસે દેશભરના ટ્રાવેલ એજન્ટ એર ટિકિટ બુક કરાવવા માટે લાઈન લગાવતા હતાં. જેની પાછળનું કારણ એ હતું કે માર્કેટ રેટથી ઓછા એટલે કે 80 ટકા પર તે ટિકિટ બુક કરી આપતો હતો.

12મું ધોરણ પાસ વ્યક્તિએ વગર પૈસે 1500થી વધુ એર ટિકિટ બુક કરી નાખી, જાણીને ચક્કર ખાઈ જશો

અમોલ પેડણેકર, મુંબઈ: 27 વર્ષના રાજપ્રતાપ પરમાર પાસે દેશભરના ટ્રાવેલ એજન્ટ એર ટિકિટ બુક કરાવવા માટે લાઈન લગાવતા હતાં. જેની પાછળનું કારણ એ હતું કે માર્કેટ રેટથી ઓછા એટલે કે 80 ટકા પર તે ટિકિટ બુક કરી આપતો હતો. એક પણ રૂપિયાના ખર્ચ વગર આ બધા પૈસા તે પોતે રાખતો હતો. હવે તમે વિચારતા હશો કે આ બધુ કેવી રીતે શક્ય બને? તો આવો જાણીએ આ ખેલ કેવી રીતે પાર પડતો હતો. આ બધુ કામ એક ઈન્ટર કોલેજ પાસ વ્યક્તિ કરતો હતો. રાજપ્રતાપ અલગ અલગ ટ્રાવેલની વેબસાઈટથી ટિકિટ બુક કરતો હતો. 

ટિકિટ બુક કરતી વખતે રાજ મુસાફરીનો બધો ડેટા તો બરાબર જ ભરતો હતો પરંતુ જ્યારે ફોન નંબર અને મેઈલ આઈડી ભરવાની વાત આવતી ત્યારે તે અહીં જ બધી ગડબડી કરી નાખતો હતો. તે ખોટી માહિતી આપતો હતો. આ ઉપરાંત ટિકિટ બુક કરવા માટે તે ગેટવે પર પૈસા ભરતી વખતે પોતાની રાષ્ટ્રિયતા ઈન્ડિયા ન બતાવીને બીજા દેશની ભરતો હતો. 

પૈસા ભરતા અગાઉ રાજ તમામ ડિટેલ ભરતો હતો જેમ કે કાર્ડ નંબર, આઈએફએસસી કોડ અને બીજી વસ્તુઓ પરંતુ તે સબમિટ ન કરતો અને કેન્સલનું બટન પ્રેસ કરતો હતો અને પછી એક યુઆરએલ બનતી. રાજ કેન્સલવાળી યુઆરએલમાં છેડછાડ કરીને કેન્સલની જગ્યાએ સક્સેસ લખી નાખતો અને પછી જ્યારે તેને નવી વીન્ડોમાં નાખતો તો વેબસાઈટ તેને સક્સેસ માની લેતી હતી અને ટિકિટ બુક થઈ જતી હતી. 

જુઓ LIVE TV

રાજનું કહેવું છે કે તે ઈન્ટરપાસ છે અને અભ્યાસ બાદ તેણે કોમ્પ્યુટરનો કોર્સ કર્યો. એકવાર ટિકિટ બુક કરતી વખતે તેણે આ  રીતે કર્યું અને સફળ રહ્યો ત્યારબાદ તે આ જ કામમાં લાગી ગયો. રાજે મોટાભાગની ટિકિટ વિદેશી ટ્રાવેલની વેબસાઈટથી બુક કરી. રાજનું કહેવું છે કે દેશી સાઈટ્સ પર તેને વધુ સફળતા ન મળી. પોલીસે રાજની સાથે બે ટ્રાવેલ એજન્ટ રાઘવેન્દ્ર રામપાલ સિંહ અને પ્રાણસિંહ પરમારની પણ ધરપકડ કરી લીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news