લોકસભા ચૂંટણી 2019: મુઝફ્ફરનગરથી અજિત સિંહ બન્યા ઉમેદવાર, જાણો RLDના ઉમેદવારોનું લિસ્ટ
ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનના આ ઘટકદળના ભાગમાં લોકસભાની ત્રણ બેઠક આવી છે. પાર્ટીએ ત્રણે બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આરએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત સિંહ મુઝફ્ફરનગરથી ચૂંટણી લડશે.
લખનઉ: લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019)ને લઇને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)એ તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનના આ ઘટકદળના ભાગમાં લોકસભાની ત્રણ બેઠક આવી છે. પાર્ટીએ ત્રણે બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આરએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત સિંહ મુઝફ્ફરનગરથી ચૂંટણી લડશે. ત્યારે તેમના પુત્ર જયંત ચૌધરીને બાગપતથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મથુરાથી નરેન્દ્ર સિંહના આરએલડીએ ટિકિટ આપી છે.
વધુમાં વાંચો: કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન, ગોવામાં નવા CMના શપથ ગ્રહણ પર ઉઠાવ્યો સવાલ
બે દિવસ પહેલા માયાવતીથી મળ્યા હતા જયંત
સપા-બસપાની સાથે ગઠબંધનમાં સામેલ થયા બાદ આરએલડી ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ શનિવારે બસપા સુપ્રીમો માયાવતી સાતે મુલાકાત કરી હતી. આરએલડી પ્રવક્તા અનિલ દુબેએ કહ્યું કે, જયંત ચૌધરી અને માયાવતીની મુલાકાત બસપા સુપ્રીમોના આવાસ પર થઇ હતી. તે દરમિયાન ચૂંટણીને લઇને વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.
લોકસભા ચૂંટણી 2019: આ CMએ પ્રશાંક કિશોરને કહ્યાં ‘બિહારી ડાકુ’, JDUના નેતાએ કર્યો વળતો પ્રહાર
ઉલ્લેખનીય છે કે, સપા-બસપા-આરએલડી ગઠબંધનમાં નક્કી ફોર્મૂલા અંતર્ગત રાષ્ટ્રી લોકદળની ત્રણ બેઠક મળી છે. સપા 37 જ્યારે બસપા 38 બેઠક પર ચૂંટણી લડશે.