દેવબંધ: દારૂલ ઉલૂમ દેવબંધ દ્વારા લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે આજે રજાની જાહેરાત કરાઈ છે. એટલું જ નહીં આજના દિવસે થનારી પરીક્ષા પણ રદ કરાઈ છે. જે હવે શુક્રવારે (12 એપ્રિલ) લેવાશે. આઝાદી બાદ પહેલીવાર આવું બન્યું છે કે વિશ્વવિખ્યાત ઈસ્લામિક શિક્ષણ સંસ્થા દારૂલ ઉલૂમે લોકસભા ચૂંટણી માટે થનારા મતદાનને ધ્યાનમાં રાખીને રજાની જાહેરાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી 2019:  મુઝફ્ફરનગરમાં થઈ રહ્યું છે ફેક વોટિંગ? ભાજપના ઉમેદવારનો ગંભીર આરોપ


બુધવારે દારૂલ ઉલૂમના મોહતમિમ મૌલાના મુફ્તી અબુલ કાસિમ નોમાની બનારસી તરફથી રજાની જાહેરાત કરવામાં આવી. જેમાં મતદાનને ધ્યાનમાં રાખતા ઈદારેમાં સંપૂર્ણ છૂટ્ટી રાખવાનું કહેવાયું છે. આ દરમિયાન સંસ્થાના તમામ કાર્યાલય પણ બંધ રહેશે. 


મદરેસાના વિદ્યાર્થીઓને ગુરુવારે થનારી પરીક્ષામાં પણ રજા આપી દેવાઈ છે. એલાનમાં કહેવાયું છે કે ગુરુવારે થનારી પરીક્ષા હવે શુક્રવારે લેવામાં આવશે. શુક્રવારે થનારી પરીક્ષા બે તબક્કામાં કરાવવામાં આવશે. 


લોકસભા ચૂંટણી LIVE: છત્તીસગઢના નારાયણપુરમાં મતદાન દરમિયાન નક્સલીઓએ કર્યો વિસ્ફોટ


આ બાજુ ઈસ્લામી તાલીમના બીજા સૌથી મોટા ઈસ્લામિક શૈક્ષણિક સંસ્થાનોએ પણ રજાની જાહેરાત કરી છે. અત્રે જણાવવાનું કે ચૂંટણીની તારીખો આવતા પહેલા જ સંસ્થા દ્વારા પરીક્ષાઓને લઈને તારીખો જાહેર કરી દેવાઈ હતી. જે હેઠળ 11 એપ્રિલના રોજ વિદ્યાર્થીઓની પરીક્ષા નિર્ધારિત હતી. 11 એપ્રિલેના રોજ મતદાનના પગલે દારૂલ ઉલૂમે પરીક્ષા સ્થગિત કરી. 


જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...