અમેઠીમાં ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ ભર્યું ઉમેદવારી પત્રક, રોડ શોમાં CM યોગી પણ સાથે હતાં
લોકસભા ચૂંટણી 2019 માટે યુપીની અમેઠી લોકસભા બેઠક માટેના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઝૂબીન ઈરાની આજે નોમિનેશન ફાઈલ કરી રહ્યાં છે. ઉમેદવારી નોંધાવતા અગાઉ તેઓ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે.
અમેઠી: લોકસભા ચૂંટણી 2019 માટે યુપીની અમેઠી બેઠક માટે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે ઉમેદવારી પત્રક ભર્યું. ઉમેદવારી નોંધાવતા પહેલા સ્મૃતિ ઈરાનીએ ગઈ કાલે રાહુલ ગાંધીએ જે માર્ગ ઉપર રોડ શો યોજ્યો હતોં ત્યાં જ રોડ શો કર્યો. રાહુલ ગાંધીએ 10મી એપ્રિલે સપરિવાર રોડ શો કર્યો હતો. ગૌરીગંજના બૂઢનમાઈ મંદિરથી શરૂ થયેલા આ ચાર કિલોમીટર લાંબા રોડ શોમાં ભારે ભીડ જોવા મળી હતી. રોડ શો અગાઉ સ્મૃતિ ઈરાનીએ પતિ ઝૂબીન ઈરાની સાથે પૂજા પણ કરી.
લોકસભા ચૂંટણી 2019: આ બેઠક પર સૌની નજર, જ્યાં CMની પુત્રીને હરાવવા મેદાને પડ્યાં છે 178 ખેડૂતો
માઓવાદીઓની ધમકી ઘોળીને પી ગયા આ 102 વર્ષના અમ્મા, પહોંચી ગયા મત આપવા
જુઓ LIVE TV