લોકસભા ચૂંટણી 2019: આ બેઠક પર સૌની નજર, જ્યાં CMની પુત્રીને હરાવવા મેદાને પડ્યાં છે 178 ખેડૂતો

તેલંગણામાં 17 લોકસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. પરંતુ નિઝામાબાદમાં મોટી સંખ્યામાં ઉમેદવારોને જોતા બધાની નજર આ સીટ પર ટકેલી છે. દરેક બૂથ પર 12 ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે.

લોકસભા ચૂંટણી 2019: આ બેઠક પર સૌની નજર, જ્યાં CMની પુત્રીને હરાવવા મેદાને પડ્યાં છે 178 ખેડૂતો

નિઝામાબાદ (તેલંગણા): તેલંગણામાં 17 લોકસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. પરંતુ નિઝામાબાદમાં મોટી સંખ્યામાં ઉમેદવારોને જોતા બધાની નજર આ સીટ પર ટકેલી છે. દરેક બૂથ પર 12 ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે. કુલ 26,000 ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં ઈવીએમનો ઉપયોગ એક બેઠક માટે વિક્રમ સર્જી શકે છે અને ગીનિસ બુકમાં પણ સામેલ થઈ શકે છે. મુખ્ય ચૂંટણી અધિકારી રજતકુમારે કહ્યું કે દુનિયામાં પહેલીવાર એવું બન્યું છે કે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોને પગલે મોટી સંખ્યામાં ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે. 

નિઝામાબાદ સીટ માટે 185 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 178 ખેડૂતો છે જે હળદર અને લાલ જુઆર માટે પારિશ્રમિક મૂલ્ય અને નિઝામાબાદમાં એક હળદર બોર્ડની સ્થાપનાની માગણીના સમર્થનમાં ચૂંટણીના મેદાનમાં કૂદી પડ્યા છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના અધ્યક્ષ અને મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના પુત્રી કે. કવિતા અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે. 

જો કે અન્ય મતદાન મથકો પર જ્યારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું ત્યાં નિઝામાબાદમાં મતદાન એક કલાક મોડું શરૂ થયું. કારણ કે ચૂંટણીમાં આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોના કારણે મોટી સંખ્યામાં ઈવીએમ પણ તહેનાત કરવા પડે તેમ હતાં. જેના કારણે મોક વોટિંગની યોજના બનાવવામાં આવી હતી. આ જ કારણે મતદાન શરૂ થવામાં વાર લાગી. 

Image result for K KAVITA ZEE NEWS

(કે. કવિતા- વર્તમાન સાંસદ)

હાલના સાંસદ કવિતાએ પતિ અનિલ સાથે બોધન વિધાનસભા મત વિસ્તારના પોતાંગલ ગામમાં મતદાન કર્યું. પ્રદર્શનકારી ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે ટીઆરએસ સરકાર  હળદર અને લાલ જુઆરની ઉપજ માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય સુનિશ્ચિત કરવાના અને હળદર બોર્ડની સ્થાપના કરવામાં નિષ્ફળ ગઈ છે. 

નિઝામાબાદમાં ટીઆરએસથી રાજ્યસભા સાંસદ ડી શ્રીનિવાસના પુત્ર ડી અરવિંદ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે એઆઈસીસી સચિવ મધુ યાક્ષી ગૌડ કોંગ્રેસ તરફથી મેદાનમાં છે. 

મોટી સંખ્યામાં ઉમેદવારોને જોતા 12 બેલેટ યુનિટોને શ્રૃંખલામાં જોડવામાં આવ્યાં છે. ચૂંટણી પંચ આ માટે એમ3 પ્રકારના ઈવીએમનો ઉપયોગ કરી રહ્યું છે જે 24 બીયુ  સુધીને સમાવી શકે છે. પ્રત્યેક બીયુના 24 નામ હશે. 

સામાન્ય સ્થિતિમાં ચૂંટણી પંચ મતદાન દરમિયાન થનારી ટેક્નિકલ સમસ્યાને પહોંચી વળવા માટે એક મતદાન ક્ષેત્રમાં 15થી 16 એન્જિનિયરોને તહેનાત કરે છે. પરંતુ નિઝામાબાદ માટે લગભગ 600 એન્જિનિયરોની ફોજ તહેનાત કરાઈ છે. નિઝામાબાદ સંસદીય મત વિસ્તાર માટે 26,000થી વધુ બેલેટ યુનિટ, 2200 કંટ્રોલ યુનિટ અને લગભગ 26,000 વીવીપેટનો ઉપયોગ થઈ રહ્યો છે. 

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news