LokSabha Election Results 2019 :સમગ્ર દેશ નમો નમ: રાહુલનો હારનો સ્વિકાર કર્યો
Election Results 2019 Updates: લોકસભાની 543 માંથી 542 સીટો પર થયેલા મતદાન બાદ મતગણતરી (Election Result)ચાલી રહી છે.
નવી દિલ્હી : Election Results 2019 Updates: લોકસભાની 543 માંથી 542 સીટો પર થયેલા મતદાન બાદ મતગણતરી (Election Result)ચાલી રહી છે. અત્યાર સુધી જોવા મળી રહેલા વલણમાં એનડીએ ઘણુ આગળ જોવા મળી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પાછી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીની અમેઠી સીટ પણ ખતરામાં જોવા મળી રહી છે. અહીં સ્મૃતી ઇરાની તેને ટફ ફાઇટ આપી રહી છે. બીજી તરફ યુપીમાં સપા - બસપા અને રાલોદના ગઠબંધનની ફોર્મ્યુલા પણ સંપુર્ણ નિષ્ફળ રહી છે. બિહારમાં કોંગ્રેસ-આરજેડી સંપુર્ણ નષ્ટ થતું જોવા મળી રહ્યું છે.
વાંચો: બપોર સુધી ભાજપ-કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો વચ્ચે રહી ભારે રસાકસી...
સાતતબક્કામાં થયેલ લોકસભા ચૂંટણી 2019 (LokSabha Election Results 2019)ની મતગણતરી ચાલી રહી છે. દેશની 542 સીટો પર થયેલા મતદાનમાં ભાજપ 344 સીટો પર આગળ, કોંગ્રેસ 89 સીટો પર જ્યારે અન્ય 109 સીટો પર આગળ છે. શરૂઆતી વલણથી જ ભાજપ સમગ્ર દેશમાં આગળ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ સ્થાનિક પક્ષો કરતા પણ પાછળ ધકેલાઇ ચુક્યું છે. વારાણસી સીટથી વડાપ્રધાન મોદી પોતાનાં પ્રતિદ્વંદી ઉમેદવારોથી આગળ ચાલી રહ્યા છે. સવારે સાડા દસ વા્ગાય સુધી હિંદીભાષી રાજ્યોની તમામ સીટોનું વલણ સામે આવી ચુક્યું છે. આ તમામ સીટોમાં ભાજપ સતત આગળ વધી રહ્યું છે.
Result 2019: ટ્રેન્ડમાં ભાજપને લીડ, સુષમા સ્વરાજ બોલ્યા- જીત માટે પીએમ મોદીને શુભેચ્છા
સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી
ચૂંટણી પંચ દ્વારા સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે ડ્યૂટી પર તહેનાત મતદારો (સર્વિસ વોટર્સ)ની સંખ્યા લગભગ 18 લાખ છે. જેમાં સશસ્ત્ર દળો, સેન્ટ્રલ પોલીસ ફોર્સ અને રાજ્ય પોલીસ ફોર્સના જવાનો સામેલ છે જે પોતાના સંસદીય મતવિસ્તારથી બહાર તહેનાત છે. વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પદસ્થ રાજનયિક અને કર્મચારીઓ પણ સેવા મતદારો છે. આ 18 લાખ રજિસ્ટર્ડ મતદારોમાંથી 16.49 લાખ મતદારોએ 17મી મેના રોજ પોતાના રિટર્નિંગ અધિકારીઓને પોસ્ટ દ્વારા મતપત્ર મોકલી દીધો હતો.
બિહાર: ટ્રેંડમાં NDA ની બલ્લે-બલ્લે, 40માંથી 39 સીટો પર જીત તરફ અગ્રેસર
વલણમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ ભાજપ મુખ્યમથકની સુરક્ષા વધારી દેવાઇ છે. વીઆઇપી મૂવમેન્ટના કારણે ભાજપ મુખ્યમથકી તરફથી જનારા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અંતિમ પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ બપોરે 2 વાગ્યે ભાજપ મુખ્યમથક જશે. વડાપ્રધાન મોદી મુખ્યમથકમાં ભાજપ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. બીજી તરફ સંસદીય બોર્ડની બેઠકનું પણ આયોજન થઇ શકે છે.